
લક્ઝરી ફેશનમાં ભારતની પ્રતિષ્ઠિત નામના ધરાવતી રેમન્ડના 100 વર્ષની ઊજવણી પ્રસંગે લક્ઝરી બ્રાન્ડ કન્સલ્ટન્ટ નિશા જામવાલ દ્વારા એક શાનદાર સાંજનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ‘ધ ચેરમેન કલેક્શન’ લોન્ચ કરવામાં આવ્યું હતું. શર્ટ, બંધગળા અને ટક્સીડોનું આ વિશિષ્ટ કલેક્શન ચિરકાલિન સોફિસ્ટિકેશનને ફરીથી વ્યાખ્યાયિત કરે છે.ધ એટેલિયરના લક્ઝુરિયસ બેકગ્રાઉન્ડ સામે એક્સક્લુઝિવ શેમ્પેઇન સાથેની સાંજના સમયે શહેરની કેટલાક જાણીતી હસ્તીઓ વારસો, કલાત્મકતા અને સમકાલીન સંસ્કારિતાના ઊજવણીમાં એકસાથે આવી હતી. આ સાંજ એક અદ્વિતીય અનુભવ હતો, જેમાં આકર્ષક બંધગળા કલા સ્થાપન દર્શાવવામાં આવ્યું હતું, જે આ પ્રતિષ્ઠિત સિલુએટ પાછળની સ્થાયી કારીગરીને નમન કરે છે. આ ભવ્યતાને વધારો કરતા પાંચ મોડેલ્સે કલેક્શનમાંથી કાળજીપૂર્વક તૈયાર કરેલા પીસીસમાં આ જગ્યાની શોભા વધારી હતી જેમાં રિચ ટેક્સચર, બારીક વિગતો અને વસ્ત્રો અંગેની ઉત્કૃષ્ટતા સમાવિષ્ટ હતી જે રેમન્ડના વારસાને વ્યાખ્યાયિત કરે છે.આ કાર્યક્રમમાં રેમન્ડ લાઇફસ્ટાઇલ લિમિટેડના ચેરમેન ગૌતમ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, “રેમન્ડ માટે આ એક સીમાચિહ્નરૂપ વર્ષ છે અને ધ ચેરમેન્સ કલેક્શનની આ લિમિટેડ એડિશન ભારતના સમૃદ્ધ વારસા અને કારીગરીને અમારી શ્રદ્ધાંજલિ છે. સિલ્ક શર્ટથી લઈને બંધગળા સુધી આ ઉત્તમ સ્ટાઇલ ધરાવતું કલેક્શન રેમન્ડની ભવ્યતા અને સ્ટાઇલને દર્શાવે છે. લાખો લોકોની પ્રિય સ્વદેશી ભારતીય બ્રાન્ડ તરીકે, રેમન્ડે તમામ પ્રસંગો માટે વિવિધ કિંમતના પુરુષોના વસ્ત્રો રજૂ કર્યા છે.”વૈભવતા અને સંપૂર્ણતાનો પર્યાય મનાતા નિશા જામવાલે જણાવ્યું હતું કે “દરેક પીસની ભવ્યતા અને ચમક એટલી આકર્ષક હતી કે હું તેને શહેરની જાણીતી હસ્તીઓ સમક્ષ પ્રદર્શિત કરવા માટે ઉત્સાહિત હતી! હું આ કલેક્શનમાં ગૌતમ સિંઘાનિયાનો સંપૂર્ણતા અને કલાત્મક શ્રેષ્ઠતા પ્રત્યેનો જુસ્સો જોઈ શકતી હતી.”વારસા અને નવીનતાનું એક સરળ મિશ્રણ એવું ધ ચેરમેન્સ કલેક્શન શુદ્ધ વૈભવતાનું પ્રતીક છે. રેમન્ડ રેડી-ટુ-વેર, પાર્ક એવન્યુ અને Ethnix by Raymondમાં તૈયાર કરાયેલું આ કલેક્શન જટિલ સોના અને ચાંદીના ભરતકામવાળા શુદ્ધ સિલ્ક શર્ટ, બેરોક અને પુનરુજ્જીવન કલાત્મકતાથી પ્રેરિત શાહી બંધગળા અને કાલાતીત આકર્ષણને વ્યક્ત કરતું કાળજીપૂર્વક તૈયાર કરાયેલું ટક્સીડોની ઉત્કૃષ્ટ પસંદગી રજૂ કરે છે.ગહનતાભર્યા જ્વેલ ટૉનમાં ભવ્ય વેલ્વેટ, ઉત્કૃષ્ટ જરી શણગાર અને ઘડવામાં આવેલી આકૃતિઓ સાથે, આ કલેક્શન મોર્ડન જેન્ટલમેન માટે પાવર ડ્રેસિંગને ફરીથી વ્યાખ્યાયિત કરે છે.સાંજનું સમાપન રેમન્ડની કારીગરી પ્રત્યેની પ્રતિબદ્ધતા પ્રત્યે આદરની ભાવના સાથે થયું હતું, જેમાં ઉપસ્થિત અતિથિઓ વારસો, કલાત્મકતા અને સમકાલીન સુસંસ્કૃતતાનું મિશ્રણ કરતા કલેક્શનથી પ્રભાવિત થયા હતા. ધ ચેરમેન્સ કલેક્શન પ્રતિષ્ઠા અને અદ્વિતીય સ્ટાઇલનું પ્રતીક છે અને ટૂંક સમયમાં પસંદગીના રેમન્ડ સ્ટોર્સમાં લોન્ચ કરવામાં આવશે.