શિક્ષણપ્રધાન દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ધોરણ 6 અને 8ના વર્ગો શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયના શિક્ષણપ્રધાને જાહેરાત કરી છેકે રાજયમાં ધોરણ 6થી 8ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા અંગે જાહેરાત કરી છે. ચુડાસમાએ જણાવ્યું છેકે રાજયમાં 2જી સપ્ટેમ્બરથી શાળાના વર્ગો શરૂ કરવામાં આવશે. જેમાં 50 ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરવા અંગે મંજૂરી આપી દેવાઇ છે.આ સાથે ઓનલાઈન પણ શિક્ષણ ચાલુ રહેશે. સરકાર તરફથી સૂચનાઓનો સરકારી અને ખાનગી શાળાઓએ અમલ કરવાનું રહેશે. શિક્ષક સર્વેક્ષણમાં જેટલા શિક્ષકોએ ભાગ લીધો તે બદલ શિક્ષણપ્રધાને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે આ સર્વેક્ષણમાં 38 ટકા શિક્ષકો હાજર રહ્યા હતા.કોરોના મહામારીમાં શાળાના વર્ગો ઘણા સમયથી બંધ હતા,નોંધનીય છેકે છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીની પહેલી અને બીજી લહેરને પગલે પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને કોલેજો બંધ થઇ ગઇ હતી, કોરોનાની પહેલી લહેર મંદ પડતા થોડા દિવસ માટે શાળાના વર્ગો શરૂ થયા હતા. પરંતુ, ખુબ જ ટુંકાગાળામાં ફરી આ વર્ગોને બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ, હવે કોરોનાની બીજી લહેર મંદ પડતા ફરી શાળાના વર્ગો શરૂ કરવા અંગે રાજય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
હજુ કોરોનાની ત્રીજી લહેરની છે દહેશત; નોંધનીય છેકે કોરોનાની હજુ ત્રીજી લહેરની આશંકાઓ સેવાઇ રહી છે. ત્યારે શાળાના વર્ગો શરૂ કરવા મામલે સરકારે કેટલીક ગાઇડલાઇન પણ જાહેર કરી છે. જેમાં પચાસ ટકાની સંખ્યા સાથે શાળાના વર્ગો શરૂ કરવામાં આવશે. આ સાથે શાળામાં કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવું પણ અનિવાર્ય છે.