Monday, February 24, 2025
HomeGujaratAhmedabadCM બદલાશે તેવા હાર્દિકના દાવાનો વિજય રુપાણીએ આપ્યો જવાબ

CM બદલાશે તેવા હાર્દિકના દાવાનો વિજય રુપાણીએ આપ્યો જવાબ

Date:

spot_img

Related stories

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...
spot_img

હાર્દિક પટેલે દાવો કર્યો છે કે, 13મી જુનના રોજ મળેલી કેબિનેટ મિટિંગમાં મુખ્યમંત્રી વિજય રુપાણી રાજીનામું આપી ચૂક્યા છે, અને આગામી દસેક દિવસમાં તેમનું રાજીનામું સત્તાવાર રીતે સ્વીકારી લેવાયું હોવાની જાહેરાત કરાશે. હાર્દિકે એમ પણ કહ્યું છે કે, પાટીદાર કે પછી ક્ષત્રિયને ગુજરાતના સીએમ બનાવાય તેવી શક્યતા છે, અને ભાજપે આ અંગેની તજવીજ ક્યારનીય શરુ કરી દીધી છેહાર્દિકના દાવા અંગે રુપાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, હાર્દિકે સાવ જૂઠ્ઠાણું ચલાવ્યું છે. હાર્દિકને એટલી પણ નથી ખબર પડતી કે રાજીનામું કેબિનેટ મિટિંગમાં નહીં પણ રાજભવનમાં જઈને આપવાનું હોય છે. માત્ર મીડિયામાં ચમકવા હાર્દિક આવું કરી રહ્યો છે. મારા રાજીનામાંની એક ઔંશ જેટલી પણ ચર્ચા સંગઠન, સરકાર કે મોવડી મંડળ સ્તરે છે જ નહીં. ગુજરાતમાં અસ્થિરતા ફેલાવવાના બદઈરાદાથી આવી અફવા ફેલાવાય છે. રાજીનામું આપવાનો કોઈ સવાલ જ નથી.પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ આજે રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. ચૂંટણી સમયે પરવાનગી વિના સભા યોજવાની હાર્દિક સામે ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં તે જવાબ લખાવવા માટે હાજર થયા હતા. હાર્દિકનું નિવેદન લઈ પોલીસે તેમને મુક્ત કર્યા હતા. તે સમયે હાર્દિકે મીડિયા સાથે વાત કરતા ચોંકાવનારો દાવો કર્યો હતોમહત્વનું છે કે, થોડા દિવસ પહેલા જ વિજય રુપાણીને બદલે મનસુખ માંડવિયાને સીએમ બનાવવામાં આવશે તેવી જોરદાર અફવા ફેલાઈ હતી, અને ખુદ મનસુખ માંડવિયાએ તેનું ખંડન કરતા જણાવ્યું હતું કે, આ વાત માત્ર અફવા છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ તાજેતરમાં જ કહી ચૂક્યા છે કે, સીએમ બદલવાની અફવા અમુક લોકો ઈરાદાપૂર્વક ફેલાવી રહ્યા છે.લોકસભા ચૂંટણીને હવે એક વર્ષ પણ નથી રહ્યું, ત્યારે ગુજરાતમાં પાટીદારોની નારાજગી દૂર કરવા તેમજ ગત વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપનું જે ધોવાણ થયું છે તેને સરભર કરવા માટે રુપાણીને સીએમ પદેથી ખસેડવામાં આવશે તેવી અટકળો છેલ્લા એકાદ મહિનાથી શરુ થઈ છે. જોકે, ભાજપના નેતાઓ તેને હંમેશા નકારતા રહ્યા છેગુજરાતમાં ભાજપ છેલ્લા અઢી દાયકાથી સત્તા પર છે, જોકે 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં પક્ષને પોતાના 150 બેઠકોના ટાર્ગેટ સામે માત્ર 99 બેઠકો જ મળી હતી. તેમાંય સૌરાષ્ટ્રમાં તો ભાજપનો સાવ જ સફાયો થઈ ગયો હતો. હવે લોકસભા ચૂંટણી નજીક છે, અને સાથી પક્ષો પણ ભાજપથી નારાજ છે, ત્યારે 2014ની માફક ગુજરાતની તમામ 26 બેઠકો જીતવા ભાજપે અત્યારથી જ પ્લાન બનાવવાનો શરુ કરી દીધો છે

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img