ગાઝાના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલના હુમલામાં ભારતના પૂર્વ સૈનિક કર્નલ વૈભવ કાલેનું મૃત્યુ થયું. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં યુદ્ધ વચ્ચે આ પહેલી ઘટના છે જ્યારે કોઈ ભારતીયને જીવ ગુમાવવો પડ્યો છે. આ ઘટનાને લઈને ભારતે ચિંતા પણ વ્યક્ત કરી છે. વૈભવ કાલેના મૃતદેહને ભારત લાવવાની તૈયાર થઈ રહી છે. આ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર (UN)એ મહત્વના ખુલાસા કર્યા છે, જેનાથી આ ઘટનામાં ઈઝરાયલની સેનાની ભૂલ નજરે આવે છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા રોલાન્ડો ગોમેજે કહ્યું કે, ‘યુએને પહેલા જ ઈઝરાયલને જણાવી દીધું હતું કે આ વિસ્તારમાં અમારો કાફલાની મૂવમેન્ટ હોય શકે છે.’
સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તાએ કહ્યું કે, ‘યુએને ઈઝરાયલી ઓથોરિટીઝને પોતાના કાફલાની મુવમેન્ટ્સ અંગે જણાવી દીધું હતું. કોઈ પણ મામલે આવું થાય છે. આ સ્ટાન્ડર્ટ પ્રોટોકોલ છે. એવું જ કાલે પણ થયું હતું અને અમે ઈઝરાયલ ઓથોરિટીઝને માહિતી આપી હતી. એટલું જ નહીં અમારા કાફલાની ગાડીઓમાં એ પણ લખ્યું હતું કે આ યુએનના વાહન છે.’ ત્યારે ઈઝરાયલનું કહેવું છે કે, ‘અમને આ અંગે કોઈ માહિતી નથી. અમે આ મામલાની તપાસ કરીશું. વૈભવ કાલેના મોતની સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકન વિદેશ મંત્રાલયે નિંદા કરી છે અને ઈઝરાયલ પર આરોપ લગાવ્યો છે.’
ત્યારે, ન્યૂયોર્કમાં ભારતના સ્થાયી મિશનને પણ કર્નલ કાલેના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. અમેરિકન વિદેશ મંત્રાલયે આ ઘટનાને લઈને કહ્યું કે, ‘કાલે જે થયું છે, તે ચિંતાજનક છે. ગાઝામાં યુએનના વાહન પર હુમલાને લઈને અમે ચિંતિત છીએ. આ ઘટનામાં એક સહાયતાકર્મીનું મોત થયું છે અને એક ઈજાગ્રસ્ત છે.’
અમેરિકન પ્રવક્તાએ કહ્યું કે, ‘સંયુક્ત રાષ્ટ્રના લોકોની સુરક્ષા થવી જોઈએ. તે લોકો જીવન રક્ષામાં લાગ્યા છે. અમે આ ઘટનાની સમગ્ર તપાસની માંગ કરીએ છીએ. આ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સંઘે પોતાના વાહન પર થયેલા હુમલાની તપાસનો નિર્ણય લીધો છે.’
ભારતીય પૂર્વ સૈન્ય અધિકારી વૈભવ કાલે સંયુક્ત રાષ્ટ્ર સંઘના સુરક્ષા વિંગમાં કામ કરી રહ્યા હતા. તેઓ પોતાના એક સહકર્મીની સાથે રાફાની એક હોસ્પિટલમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની કાર પર હુમલો થયો. જેમાં તેમના એક સાથી પણ ઈજાગ્રસ્ત થયા. જણાવી દઈએ કે, રાફામાં હવે ઈઝરાયલ ઘણું અંદર સુધી ઘુસી ગયું છે. જેને લઈને અંદાજિત સાડા ચાર લાખ લોકો પલાયન કરી ચૂક્યા છે.
કર્નલ વૈભવ કાલેએ ઈઝરાયલના હુમલામાં ગુમાવ્યો જીવ, UNએ કહ્યું- ‘અમે પહેલા જ ચેતવણી આપી હતી’
Date: