ટોક્યો ઓલમ્પિક પર કોરોનાનો ખતરો વધી રહ્યો છે. ઓલમ્પિક શરૂ થવામાં પાંચ દિવસ જ બાકી રહ્યાં છે ત્યારે રવિવારે અહીં ઓલમ્પિક વિલેજમાં બીજા બે નવા કોરોનાના કેસ નોંધાયા છે. જોકે હજી આયોજન કમિટી તરફથી એ અંગેનો ખુલાસો કરવામાં આવ્યો નથી કે આ પ્લેયર્સ કયા દેશના છે. આ પહેલા શનિવારે ઓલમ્પિક વિલેજમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ઓલમ્પિક વિલેજમાં તૈયારી કરેલા રહેલા એક અધિકારી કોરોનાથી સંક્રમિત થઈ ગયા હતા.પ્રાપ્ત માહિતી મુજબ ઓલમ્પિક વિલેજમાં ખેલાડીઓના કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં બે ખેલાડીઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને 14 દિવસ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આયોજન સમિતિના સીઈઓ તોશિરો મુતોએ કહ્યું, જો હાલની સ્થિતિમાં ટેસ્ટ પોઝિટિવ આવે છે તો એ માનવું જોઈએ કે આ શકય છે.થોડા દિવસ પહેલા જાપાનમાં એક ખેલાડી અને પાંચ કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા હતા. બીજી તરફ બ્રાઝીલની જુડો ટીમ જે હોટલમાં રોકાઈ છે, ત્યાંના આઠ કર્મચારીઓ પણ સંક્રમિત થયા છે.ઓલમ્પિક વિલેજને પાંચ દિવસ પહેલા જ ખેલાડીઓ માટે ખોલવામાં આવ્યું હતું. ઓલમ્પિક વિલેજમાં ઓલમ્પિક દરમિયાન 11,000 અથલેટ અને હજારો અન્ય સ્ટાફ રહેશે.ઓલમ્પિકમાં ભાગ લેનાર દરેક એથલેટનું સપનુ મેડલ જીતવાનુ હોય છે. જીત પ્રાપ્ત કરનાર એથલેટને પોડિયમ પર મેડલ પહેરાવવામાં આવે છે. આ ક્ષણ તેમના જીવનની સૌથી યાદગાર ક્ષણ ગણાય છે. જોકે આ વખતે મહામારીના કારણે ટોક્યો ઓલ્મપિકમાં આમ થશે નહિ. આ વખતે વિજેતા એથલેટે જાતે જ મેડલને ગળામાં નાંખવો પડશે. મેડલ સેરેમની દરમિયાન એથલેટ સાથે હાથ મિલાવવા અને ગળે મળવા પર પ્રતિબંધ હશે.કોરોના મહામારીના કારણે ટોક્યોમાં ઈમરજન્સી લાગુ છે. ઓલમ્પિક સ્ટેડિયમમાં દર્શકોની એન્ટ્રી બેન કરવામાં આવી છે. પહેલા કહેવામાં આવ્યું હતું કે દરેક સ્ટેડિયમમાં 50 ટકા દર્શક(વધુમાં વધુ 10 હજાર)ને એન્ટ્રી અપાઈ શકે છે, જોકે કોરોનાના વધતા કેસોના પગલે આ એન્ટ્રી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.ટોકિયાના રહેવાસીઓ કોરોનાકાળમાં ઓલમ્પિકના આયોજનના પક્ષમાં નથી. અધિકાંશ સર્વેમાં 60થી 70 ટકા લોકોએ કહ્યું કે હાલ ઓલમ્પિકને ટાળવી યોગ્ય છે. માર્ચમાં શરૂ થયેલી ઓલમ્પિક ટોર્ચ રિલેને પણ ઘણા શહેરોમાં દેખાવોનો સામનો કરવો પડ્યો. એક શહેરમાં તો મશાલ ઓલવી નાંખવાની પણ કોશિશ થઈ હતી. જોકે જાપાનની સરકારે આયોજન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.જાપાન સરકારે ટોક્યોમાં ઈમરજન્સી લાગુ કરી છે. ઈમરજન્સી 22 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. આ દરમિયાન પાર્ક, હોટલ, રેસ્ટોરન્ટ, થિએટરને રાતે 8 વાગ્યા સુધી બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
ઓલમ્પિક પર કોરોનાનું સંકટ: ઓલમ્પિક વિલેજમાં 2 ખેલાડી કોરોના સંક્રમિત; એક અધિકારીનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
Date: