
ક્રૂડ તેલના વાયદામાં રૂ.14નો સુધારોઃ નેચરલ ગેસ, મેન્થા તેલ વધ્યાઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.9739.14 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.42819.06 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6581.39 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 20403 પોઈન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.52558.31 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9739.14 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.42819.06 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 20403 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.613.34 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6581.39 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.85200ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.85567 અને નીચામાં રૂ.85200ના મથાળે અથડાઈ, રૂ.85055ના આગલા બંધ સામે રૂ.418 વધી રૂ.85473ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.293 વધી રૂ.69058ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.52 વધી રૂ.8626ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.420 વધી રૂ.85179ના ભાવ થયા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.95741ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.96211 અને નીચામાં રૂ.95680ના મથાળે અથડાઈ, રૂ.95580ના આગલા બંધ સામે રૂ.412 વધી રૂ.95992ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.404 વધી રૂ.95810ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.405 વધી રૂ.95785ના ભાવ થયા હતા. બિનલોહ ધાતુઓમાં રૂ. 1085.02 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ફેબ્રુઆરી વાયદો 65 પૈસા ઘટી રૂ.864.15ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત ફેબ્રુઆરી વાયદો રૂ.1.3 વધી રૂ.269.55ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 95 પૈસા વધી રૂ.259.35ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ફેબ્રુઆરી વાયદો 45 પૈસા વધી રૂ.179.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં રૂ. 2067.84 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ.6224ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6272 અને નીચામાં રૂ.6208ના સ્તરને સ્પર્શી, રૂ.6198ના આગલા બંધ સામે રૂ.14 વધી રૂ.6212ના ભાવે બોલાયો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.17 વધી રૂ.6215ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ 90 પૈસા વધી રૂ.313.2ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો 90 પૈસા વધી રૂ.313.2ના ભાવે બોલાયો હતો.