ભારતની અગ્રણી ઉત્પાદન કંપની અને પુરુષ અને સ્ત્રી કોન્ડોમ, વોટર બેઝ્ડ વ્યક્તિગત લુબ્રિકન્ટ્સ, IVD કિટ્સ, ડિઓડોરન્ટ્સ, પરફ્યુમ્સ, વાળ માટે બદામનું તેલ, બોડી ઓઈલ, પેટ્રોલિયમ જેલી અને અન્ય FMCG પ્રોડક્ટ્સ બ્રાન્ડ, ક્યુપિડ લિમિટેડને તાન્ઝાનિયા સરકારના મેડિકલ સ્ટોર્સ વિભાગ તરફથી ₹14.91 કરોડના પુરૂષ કોન્ડોમના સપ્લાય માટે નો ખરીદ ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર, આંતરરાષ્ટ્રીય ફ્રેમવર્ક કરારનો એક ભાગ છે જે ફેબ્રુઆરીથી એપ્રિલ, 2025 ની વચ્ચે અમલમાં મૂકવાનો છે.આ નોંધપાત્ર સિદ્ધિ અંગે વાત કરતાં, ક્યુપિડ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર, આદિત્ય હલવાસિયાએ જણાવ્યું હતું કે, અમે આ ઓર્ડર પ્રાપ્ત કરતા અત્યંત આનંદિત છીએ અને ભવિષ્યમાં તાંઝાનિયા સરકારના મેડિકલ સ્ટોર્સ વિભાગ સાથે વધુ મૂલ્યવાન વ્યવસાય કરવાની આશા રાખીએ છીએ. આ ઓર્ડર એ અમારી ઉચ્ચ ગુણવત્તા, વિશ્વસનીયતા અને વૈશ્વિક આરોગ્ય પહેલને સમર્થન આપવાની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
ભારતમાં ચીનથી ફેલાયેલા HMPV વાઈરસના ત્રણ કેસ, કર્ણાટકમાં બે અને ગુજરાતમાં એક દર્દી