Thursday, May 8, 2025
HomeGujaratડેલા રિસોર્ટ એન્ડ એડવેન્ચરે પૂણેમાં રૂ. 1,100 કરોડની થીમ આધારિત મેગા ટાઉનશિપ...

ડેલા રિસોર્ટ એન્ડ એડવેન્ચરે પૂણેમાં રૂ. 1,100 કરોડની થીમ આધારિત મેગા ટાઉનશિપ માટે હીરાનંદાની કમ્યૂનિટીઝ અને ક્રિસલા ડેવલપર્સ સાથે જોડાણ કર્યું

Date:

spot_img

Related stories

એસબીઆઈ લાઈફે હેક-એઆઈ-થોન લોન્ચ કરી, એઆઈ સંચાલિત ઈનોવેશન ઈન્સ્યોરન્સના...

ભારતની ટોચની વિશ્વસનીય ખાનગી લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીઓ પૈકી એક...

શ્રી પ્રવિણચંદ્ર એન પરમારે રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ, મુંબઈના સભ્ય...

રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ, મુંબઈ, એ જાહેરાત કરતા આનંદ અનુભવે...

WOL3D દેશભરમાં એક્સપિરિયન્સ સેન્ટર્સનું વિસ્તરણ કરીને થ્રીડી પેઇન્ટિંગને ગ્રાહકોની...

થ્રીડી પ્રિન્ટિંગ ઉદ્યોગમાં ટોચની એસએમઈ પૈકીની એક અને ભારતની...

આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ નિમિત્તે, પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન,...

આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ નિમિત્તે, પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન...

માઈકલ કોર્સ મેટ ગાલા 2025 માં સ્ટાર-સ્ટડેડ કસ્ટમ ક્રિએશન...

વૈશ્વિક ફેશન બ્રાન્ડ માઈકલ કોર્સ જે સમય રહિત ભવ્યતા...

ટોમ ક્રૂઝનું છેલ્લું મિશન – ઊંડાણમાં ઉતરશે, આકાશમાં ઉડશે,...

દરેક નવી મિશન: ઇમ્પોસિબલ ફિલ્મ સાથે, ટોમ ક્રૂઝે જોખમની...
spot_img

ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે સૌપ્રથમ કહી શકાય તેવી પહેલમાં ડેલા રિસોર્ટ્સ એન્ડ એડવેન્ચરે રૂ. 1,100 કરોડની આવકની સંભાવના સાથે પૂણેમાં એક અભૂતપૂર્વ, રેસકોર્સ થીમ સાથેની મેગા ટાઉનશિપ લોન્ચ કરવા હીરાનંદાની કમ્યૂનિટીઝ અને ક્રિસાલા ડેવલપર્સ સાથે પ્રોપરાઇટરી CDDMOTM મોડલ પર હસ્તાક્ષર કર્યા છે. આ થીમ આધારિત હોસ્પિટાલિટી મોડલ 9 ટકા સુધીના આરઓઆઈની ઉપજની સંભાવના સાથે રિયલ એસ્ટેટમાં નવો ઇન્વેસ્ટમેન્ટ ક્લાસ રજૂ કરશે. આ મોડલ સુનિશ્ચિત કરે છે કે મૂલ્ય દરખાસ્ત રિયલ એસ્ટેટથી ઘણું આગળ વધે છે અને તે અદ્વિતીય વૈભવ, સમુદાય અને પ્રયોગાત્મક હોસ્પિટાલિટીનું મિશ્રણ ધરાવતી વિશિષ્ટ લાઇફસ્ટાઇલ ઇકોસિસ્ટમ ઊભી કરે છે.પૂણેના ઝડપથી વિકસતા નોર્થ હિંજેવાડીમાં 40 એકરમાં પથરાયેલી આ ટાઉનશિપમાં 8 એકર રેસકોર્સ અને ઇન્ટરનેશનલ પોલો ક્લબ, 128 પ્રાઇવેટ વિલા પ્લોટ્સ, 112 રિસોર્ટ પ્રાઇવેટ રેસિડેન્સીસ, 300 કી સાથે 5 સ્ટાર લક્ઝરી રિસોર્ટ, 9 વેડિંગ ડેસ્ટિનેશન સ્થળો, 12 કોર્પોરેટ અને MICE સ્થળો, એક્સ્ટ્રીમ એડવેન્ચર પાર્ક, ડેલા રેન્જ ગોલ્ફ, વેલનેસ ફેસિલિટીઝ અને ડેલાની સિગ્નેચર ડિઝાઇન ભાવનાઓ દ્વારા રચિત પ્રયોગાત્મક જગ્યાઓ હશે. ટાઉનશિપની કન્ટેમ્પરરી ઓર્ગેનિક અને બ્રિટિશ કોલોનિયલ આર્કિટેક્ચરલ તથા ડિઝાઇન સ્ટાઇલ નવી પેઢીના ઘરમાલિકો તથા રોકાણકારોની સુંદરતા અંગેની પસંદગીઓ સાથે ગહન રીતે જોડાય છે જેઓ પ્રયોગાત્મક જીવન, સ્થિર વળતર તથા લાંબા ગાળે સંપત્તિમાં વૃદ્ધિમાં માને છે.આ ઐતિહાસિક સિદ્ધિ પાછળના વિઝન અંગે ડેલા રિસોર્ટ્સ એન્ડ એડવેન્ચરના સ્થાપક અને ચેરમેન જિમ્મી મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ કેવળ વધુ એક ટાઉનશિપ નથી, તે ભારતમાં અગાઉ કદી ન જોયેલા રિયલ એસ્ટેટ મોડલનો ઉદ્ભવ છે. અમારા CDDMOTM અભિગમ સાથે અમે રિયલ એસ્ટેટને પ્રોડક્ટમાંથી અનુભવમાં તથા સ્ટેટિક એસેટથી ગતિશીલ, ઉપજ આપતા રોકાણમાં પરિવર્તિત કરી રહ્યા છીએ. આવું પહેલી વખત છે જ્યારે રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ 3 ટકાના ઉદ્યોગના નિયમ કરતાં વધુ વળતર ઓફર કરી રહ્યું છે અને પરંપરાગત અપેક્ષાઓથી આગળ વધીને રિયલ એસ્ટેટ રોકાણો પર 9 ટકા સુધીના બાંયધરીપૂર્વકના વળતર આપી રહ્યું છે. આ વૈભવી અને ભવિષ્ય માટે તૈયાર જીવનશૈલી છે જે ચોક્સાઇપૂર્વક તૈયાર કરવામાં આવી છે અને ડિઝાઇન, નવીનતા તથા ઓપરેશનલ ઉત્કૃષ્ટતા દ્વારા સંચાલિત છે.ઉદ્યોગના અગ્રણી હીરાનંદાની કમ્યૂનિટીઝના ચેરમેન ડો. નિરંજન હીરાનંદાનીએ આ ભાગીદારી અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તનો આવી રહ્યા છે જે ઇન્ટિગ્રેટેડ, વન-સ્ટોપ ડેસ્ટિનેશન્સમાં જીવનશૈલી પર કેન્દ્રિત રહેવા માટેની ઘરમાલિકોની વધતી આકાંક્ષાઓ દ્વારા સંચાલિત છે. ઉદ્યોગે એવા ટ્રેન્ડ્સ આત્મસાત કરવા જોઈએ જે ગ્રાહક કેન્દ્રિતતા વધારવા માટે જગ્યા અને સેવાઓના સરળ સંકલન પર ભાર મૂકે. આધુનિક ઘરમાલિકોની પસંદગીઓ સતત વધી રહી છે ત્યારે રિયલ એસ્ટેટ ડેવલપર્સ મહત્વાકાંક્ષી ભારતીય ઘરમાલિકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે નવીનતમ ઇકોસિસ્ટમ્સ બનાવવા માટે સહયોગી ઉદ્યોગો સાથે સહયોગ કરવા સજ્જ છે.

ઇનોવેશન અને ટ્રેન્ડસેટિંગ હંમેશા હીરાનંદાનીના મુખ્ય લક્ષણો રહ્યા છે. પૂણેના ઉત્તર હિંજેવાડીમાં 105 એકરના ટાઉનશિપ પર ક્રિસલા ડેવલપર્સ સાથેનું અમારું વ્યૂહાત્મક સંયુક્ત સાહસ, પૂણેના ઝડપથી વિકસતા રિયલ એસ્ટેટ બજારમાં હીરાનંદાની ગ્રુપના પ્રવેશને દર્શાવે છે. વધુમાં, ડેલા ગ્રુપ સાથેનો ડેવલપમેન્ટ મેનેજમેન્ટ કરાર વિશિષ્ટ અનુભવ આધારિત રહેવાની જગ્યાઓ પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આ સહયોગનો ઉદ્દેશ જીવનશૈલીને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો, વપરાશકર્તાઓ અને રોકાણકારો બંને માટે મૂલ્ય પ્રસ્તાવ વધારવાનો અને ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં એક નવું ધોરણ સ્થાપિત કરવાનો છે.આ સહયોગથી ઉત્સાહિત, ક્રિશાલા ડેવલપર્સના સીએમડી શ્રી સાગર અગ્રવાલે જણાવ્યું હતું કે હીરાનંદાની કમ્યૂનિટીઝ સાથે અમે જે 105 એકરની ઇન્ટિગ્રેટેડ ટાઉનશિપની કલ્પના કરી છે તે સ્કેલ, ટકાઉપણા અને સ્માર્ટ શહેરીકરણના સ્તંભો પર બનેલી છે. ડેલા ટાઉનશિપ્સ સાથે અમારો 40 એકરનો સહયોગ ક્રિશાલા ડેવલપર્સની મુખ્ય શક્તિનું કુદરતી વિસ્તરણ છે જે દ્રષ્ટિ અને મૂલ્ય બંનેને ઉન્નત બનાવે છે. આ સેગમેન્ટ રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટમાં અનેક ઉદ્યોગોમાં પ્રથમ સ્થાન મેળવશે, જેમાં પ્રીમિયમ પ્રાઇવેટ વિલા પ્લોટ, સિગ્નેચર રેસિડેન્સીસ, રેસકોર્સ, રિસોર્ટ અને એડવેન્ચર પાર્કનો સમાવેશ થશે, જે શહેરી જીવનના હૃદયમાં આતિથ્યભાવના લાવશે. ઉત્તર હિંજેવાડીમાં સ્થિત, મુંબઈ-બેંગ્લોર નેશનલ હાઇવે સુધી સરળ પહોંચ સાથે, આ ટાઉનશિપ ખરીદદારો અને રોકાણકારોને આકર્ષવા માટે અનન્ય રીતે સ્થિત છે. ડેલા સાથે મળીને, અમે એક એવું સ્થળ બનાવી રહ્યા છીએ જે રહેવાલાયક સ્થળ, આકાંક્ષા અને ઉચ્ચ મૂલ્ય ધરાવતા રોકાણનું મિશ્રણ રજૂ કરે છે અને રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ માટે એક નવો બેન્ચમાર્ક નવો રાષ્ટ્રીય બેન્ચમાર્ક સ્થાપિત કરે છે.આ પ્રોજેક્ટ હાલમાં અદ્યતન આયોજન તબક્કામાં છે, જમીન સંપાદન પૂર્ણ થઈ ગયું છે અને ડિઝાઇનને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. ટાઉનશિપનો પ્રથમ તબક્કો 3 મહિનામાં શરૂ થવાની ધારણા છે, જેમાં રિસોર્ટ અને વિલા પ્લોટનો કબજો આવતા વર્ષની શરૂઆતમાં અને પ્રાઇવેટ રેસિડેન્સીસનું પઝેશન વર્ષ 2026ના અંત સુધીમાં મળશે. આ હોસ્પિટાલિટી દ્વારા સંચાલિત થીમ આધારિત ટાઉનશિપનો ઉદ્દેશ શહેરી જીવનને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો અને પૂણેમાં એક સાંસ્કૃતિક હોટસ્પોટ બનવાનો અને અન્ય ઉભરતા ભારતીય મહાનગરોમાં એક પ્રતિકૃતિ મોડેલ તરીકે તેને રજૂ કરવાનો છે.

એસબીઆઈ લાઈફે હેક-એઆઈ-થોન લોન્ચ કરી, એઆઈ સંચાલિત ઈનોવેશન ઈન્સ્યોરન્સના...

ભારતની ટોચની વિશ્વસનીય ખાનગી લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીઓ પૈકી એક...

શ્રી પ્રવિણચંદ્ર એન પરમારે રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ, મુંબઈના સભ્ય...

રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ, મુંબઈ, એ જાહેરાત કરતા આનંદ અનુભવે...

WOL3D દેશભરમાં એક્સપિરિયન્સ સેન્ટર્સનું વિસ્તરણ કરીને થ્રીડી પેઇન્ટિંગને ગ્રાહકોની...

થ્રીડી પ્રિન્ટિંગ ઉદ્યોગમાં ટોચની એસએમઈ પૈકીની એક અને ભારતની...

આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ નિમિત્તે, પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન,...

આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ નિમિત્તે, પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન...

માઈકલ કોર્સ મેટ ગાલા 2025 માં સ્ટાર-સ્ટડેડ કસ્ટમ ક્રિએશન...

વૈશ્વિક ફેશન બ્રાન્ડ માઈકલ કોર્સ જે સમય રહિત ભવ્યતા...

ટોમ ક્રૂઝનું છેલ્લું મિશન – ઊંડાણમાં ઉતરશે, આકાશમાં ઉડશે,...

દરેક નવી મિશન: ઇમ્પોસિબલ ફિલ્મ સાથે, ટોમ ક્રૂઝે જોખમની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here