
સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસીઝ (ઈન્ડિયા) લિમિટેડ (સીડીએસએલ) અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ (એનએસડીએલ) સીડીએસએલ અને એનએસડીએલની ઇન્વેસ્ટર એપ્સમાં ફીચર્સને એકીકૃત કર્યાના લોન્ચની જાહેરાત કરતા આનંદ અનુભવે છે. આ ફીચર્સ વિવિધ માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યૂશન્સ (એમઆઈઆઈ)માં મહત્વના નાણાંકીય ડેટાની પહોંચને રોકાણકારો માટે સુલભ બનાવવા તરફનું મહત્વનું પગલું મનાય છે.સેબીની પહેલ એવી આ એપ સેબી ચેરપર્સન સુશ્રી માધબી પુરી બુચ દ્વારા એક કાર્યક્રમમાં આજે સત્તાવારપણે લોન્ચ કરવામાં આવી હતી.યુનિફાઇડ ઇન્વેસ્ટર વેબ અને મોબાઇલ એપ્લિકેશન્સ (MyEasi by CDSL and SPEED-e by NSDL) સીડીએસએલ, એનએસડીએલ, સ્ટોક એક્સચેન્જીસ અને ક્લિયરિંગ કોર્પોરેશન્સના ફાઇનાન્શિયલ ડેટાને કન્સોલિડેટ કરતું સુરક્ષિત અને સુગમ પ્લેટફોર્મ પૂરું પાડે છે અને રોકાણકારોને સરળતાથી માહિતગાર નિર્ણયો લેવા માટે રોકાણકારોને સક્ષમ બનાવે છે.
આ એપ્સ રોકાણકારોને નીચેની માહિતીની એક્સેસ પૂરી પાડે છેઃ
· સીડીએસએલ અને એનએસડીએલ બંનેમાં પોતાની ડિમેટ સિક્યોરિટીઝનો કન્સોલિડેટેડ વ્યૂ જે વિવિધ પ્લેટફોર્મ્સ પર લોગ કરવાની જરૂરિયાત દૂર કરે છે.
· એક જ સ્થળે ટ્રાન્ઝેક્શન કમ હોલ્ડિંગ સ્ટેટમેન્ટ્સ, જે પોર્ટફોલિયો મેનેજમેન્ટને સ્ટ્રીમલાઇન કરે છે અને સુગમતા વધારે છે
· વિવિધ એક્સચેન્જીસ અને ક્લિયરિંગ કોર્પોરેશન્સમાં ઓપન પોઝિશન્સ અને માર્જિન ડિટેલ્સનું મોનિટરિંગ જે રોકાણોને ટ્રેક કરવાનું સરળ બનાવે છે અને જોખમોને અસરકારક રીતે મેનેજ કરે છે.
સિંગલ લોગિન સિસ્ટમ સાથે રોકાણકારો સરળતાથી તેમના હોલ્ડિંગ્સ અને તાજેતરના વ્યવહારો જોઈ શકે છે જે સુધરેલા નાણાંકીય ડેટાના આધાર પર ઝડપથી નિર્ણયો લેવાનું સુનિશ્ચિત કરે છે. દરેક એપ ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન સહિતના મજબૂત સિક્યોરિટી પગલાં સાથે બનેલી છે જે સુરક્ષિત અને સલામત યુઝર અનુભવ સુનિશ્ચિત કરે છે. સરળ ઉપયોગ અને એક્સેસિબિલિટી માટે તૈયાર કરાયેલી હોવાથી તેનો ઉદ્દેશ વેબ, આઈઓએસ અને એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર સરળ ઇન્ટરફેસ ઓફર કરે છે જે એકીકૃત તથા અસરકારક ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ અનુભવ ઇચ્છતા રોકાણકારો માટે સુગમ ટૂલ બનાવે છે.લોન્ચ અંગે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના ચેરપર્સન સુશ્રી માધબી પુરી બુચે જણાવ્યું હતું કે, “સામાન્ય રીતે રોકાણકારોના પોર્ટફોલિયોનો વ્યાપક દ્રષ્ટિકોણ, ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ્સ અને ડિપોઝિટરીઝ અને બ્રોકર્સમાં ટ્રેડિંગ પોઝિશન સહિતની તમામ સિક્યોરિટીઝ એસેટનો લાભ સંસ્થાકીય રોકાણકારોને મળતો હોય છે. આ તેમને જાણકાર નિર્ણયો લેવા સક્ષમ બનાવે છે કારણ કે તેઓ તેમની એસેટ્સ અને ટ્રેડ્સની સ્થિતિ વિશે વધુ સારી રીતે વાકેફ છે. સિક્યોરિટીઝ માર્કેટને વધુ સુલભ બનાવવાના પ્રયાસરૂપે રિટેલ રોકાણકારોને આ પ્રોડક્ટ પ્રદાન કરવા માટે બંને ડિપોઝિટરીઝ સહયોગ કરે છે અને ટેક્નોલોજીનો લાભ લે છે તે જોઈને સેબીને આનંદ થાય છે. આ પહેલ લિસ્ટેડ કંપનીઓના એજીએમ ઠરાવો પર જાણકાર મતદાન નિર્ણયો લેવા માટે રોકાણકારોને સશક્ત બનાવવાની પણ કલ્પના કરે છે.”