Sunday, March 8, 2026
HomeEntertainmentBollywoodડ્રગ્સ કેસ: આર્યન ખાનની જામીન અરજી પર આજે 2.45 વાગ્યે ચુકાદાની શક્યતા

ડ્રગ્સ કેસ: આર્યન ખાનની જામીન અરજી પર આજે 2.45 વાગ્યે ચુકાદાની શક્યતા

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

આર્યન ખાનની જામીન અરજી પર આજે મુંબઈની સેશન્સ કોર્ટ બપોરે 2.45 વાગ્યે ચુકાદો આપે તેવી શક્યતા છે. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ 2 ઓક્ટોબરના રોજ આર્યન ખાનની અટકાયત કરી હતી. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી આર્યન ખાન લૉકઅપમાં છે. 8 ઓક્ટોબરના રોજ આર્યન ખાનને આર્થર રોડ જેલમાં લઈ જવામાં આવ્યો હતો. સેશન્સ કોર્ટમાં 13-14 ઓક્ટોબરના રોજ જામીન અરજી પર સુનાવણી થઈ હતી. 14 ઓક્ટોબરે સેશન્સ કોર્ટે 20 ઓક્ટોબર સુધી ચુકાદો અનામત રાખ્યો હતો. આજે આર્યન ખાનની જામીન અરજી પર જજ વીવી પાટિલ ચુકાદો આપશે.

કોર્ટમાં બંને પક્ષોએ ધારદાર દલીલો કરી હતી
NCB વતી એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે કોર્ટને જણાવ્યું હતું કે આર્યનની વ્હોટસએપ ચેટમાં ચોક્કસ શું છે, તે આર્યનના વકીલ અમિત દેસાઈને ખબર નથી, પરંતુ તેમને અને કોર્ટને જ માહિતી છે. દેસાઈએ દલીલ કરી હતી કે આર્યનની બાબતમાં તપાસમાં અનેક ત્રુટિઓ છે. તેની વિરુદ્ધ નક્કર બતાવવા જેવું કશું જ નથી. આથી તેને જામીન મળવા જોઈએ. ભલે તેની પર કઠોર શરતો લાગુ કરવામાં આવે.

આર્યનનો આંતરરાષ્ટ્રીય ત્સકરી સાથે સંબંધ હોવાનું NCB કહે છે, જે શક્યતા બિલકુલ નથી. ચેટમાં રેવ પાર્ટીનો ક્યાંય ઉલ્લેખ નથી. આર્યન અનેક વર્ષ વિદેશમાં હતો. અન્યોનો આ પ્રકરણમાં શું સંબંધ છે, તેની તેમને જાણ નથી, પરંતુ આર્યનનો કાવતરા સાથે સંબંધ નથી. આથી NCB ભલે તપાસ ચાલુ રાખે, પરંતુ કોર્ટે જામીન અરજીનો વિચાર કરતી વખતે આ બધા મુદ્દાઓનો વિચાર કરવો જોઈએ. આજના યુવાનોની અનોખી ચેટ : આજના યુવા વર્ગની ચેટ્સ બહુ અલગ સ્વરૂપની હોય છે. તેમના અંગ્રેજી શબ્દો અથવા ભાષા જૂના જમાનાના લોકો માટે ક્યારેક ક્યારેક સતામણી જેવું લાગે છે.

આથી યુવાનોની ચેટ્સ NCBને શંકાસ્પદ લાગી હોઈ શકે છે, પરંતુ યુવાનોમાં ફક્ત વિનોદ ખાતર ચેટ્સ થઈ હતી કે કેમ તેનો વિચાર કરવો જોઈએ, કારણ કે આજની દુનિયા બહુ અલગ છે, એવી દલીલ પણ દેસાઈએ કરી હતી.

તમને સુધારણાની તક અપાશે નહીં
દેસાઈએ દલીલ કરી હતી કે એકંદર જોતાં NCBની ભૂમિકા એવી છે કે આ કાવતરાની કડીમાં તમે ગ્રાહક છો છતાં તમને સુધારણાની તક અપાશે નહીં. તમને જેલમાં જ રાખીશું. આર્યન અને અરબાઝે પોતે મોબાઈલ NCBને હવાલે કર્યા. જોકે દસ્તાવેજમાં તે જપ્ત કર્યા હોવાનો ઉલ્લેખ છે. આવા અનેક વસ્તુસ્થિતિ જન્ય મુદ્દાઓ છે, પરંતુ તે બાજુમાં મૂકીએ તો જામીન મળવા પર NCBની તપાસ અટકશે નહીં અને તેની પર અસર થશે નહીં.

એનસીબીએ ગાંધીનો વિચાર સંભળાવ્યો
NCB વતી એનિલ સિંહે દલીલમાં જણાવ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ દેશનો વિચાર કરતી વખતે એવા દેશનો વિચાર નહીં કર્યો હોય જ્યાં આપણા દેશનું ભવિષ્ય આવા ડ્રગ્સના સકંજામાં અટવાતું જતું હોય. આરોપી દેશની ભાવિ પેઢીનું પ્રતિનિધિત્વ કરનારા છે. તેમની પર દેશનું ભવિષ્ય આધાર રાખે છે. તપાસ ચાલુ હોવાના આ તબક્કામાં તેથી જ ત્રણેયના જામીન મંજૂર નહીં કરવા જોઈએ.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here