શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની જાહેરાત: ધો.1થી 5ની સ્કૂલો ઓફલાઈન શરૂ થશે, હાજરી મરજીયાત, વાલીઓની સંમતિ લેવી પડશે

0
23
કોરોના હાલ ભલે ગુજરાતમાંથી ઓછો થયો હોય પણ તેની સૌથી મોટી અસર શિક્ષણ ક્ષેત્ર પર પડી છે.
કોરોના હાલ ભલે ગુજરાતમાંથી ઓછો થયો હોય પણ તેની સૌથી મોટી અસર શિક્ષણ ક્ષેત્ર પર પડી છે.

ગાંધીનગર: ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આવતીકાલથી એટલે કે 22મી નવેમ્બર, સોમવારથી રાજ્યમાં ધોરણ 1થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવામાં આવશે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે. જોકે, શાળામાં કોરોનાની એસઓપી લાગૂ કરવાની જવાબદારી શાળા સંચાલકોની રહેશે. નોંધનીય છે કે, કોરોના મહામારીને કારણે આશરે બે વર્ષ જેટલા સમયગાળાથી પ્રાથમિક શાળાઓ બંધ છે.

રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ મહત્ત્વની જાહેરાત કરી છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી શાળાના વર્ગો બંધ છે. ત્યારે કોરોના હવે હળવો પડતા આવતીકાલથી ખુલતા દિવાળી બાદના સત્રોમાં ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવામાં આવશે. જેમાં તમામ શાળાઓએ એસઓપીનું પાલન કરવાનું રહેશે. બાળકોની ઉંમર નાની હોવાથી વધારે તકેદારી રાખવાની રહેશે.

કોરોના હાલ ભલે ગુજરાતમાંથી ઓછો થયો હોય પણ તેની સૌથી મોટી અસર શિક્ષણ ક્ષેત્ર પર પડી છે. કોરોનામાં બે વર્ષ શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ બંધ રહ્યુ છે. તેનું સ્થાન ઓનલાઇન એજ્યુકેશને લીધું છે. પણ આ ઓનલાઇન એજ્યુકેશન અવળી અસર બાળકોના માનસ પર પડી છે. ઓનલાઇન એજ્યુકેશનના કારણે બાળકોની યાદ શક્તિ પર અસર થતા 40 ટકા વાલીઓ સાઈકિયાટ્રીકની મદદ લઇ રહ્યા હોવાનું સામે આવ્યું છે. આમ તો ઓનલાઇન એજ્યુકેશન બાળકોને કોઈ ફાયદાકારક અસર ભાગ્યે જ થઈ છે. પણ તેની અવળી અસર જરૂરથી થઈ છે.