
વિશ્વભરમાં હેર ટ્રાન્સપ્લાન્ટ ઉદ્યોગ ઝડપથી વિકાસ કરી રહ્યો છે. આ ઉદ્યોગ ૨૦૩૨ સુધી યુએસડી 141.88 બિલિયન માર્કેટ સુધી પહોંચવાની સંભાવના છે, જે 2018 થી 2032 દરમિયાન 25.2% સીએજીઆર સાથે વૃદ્ધિ પામે તેવી અપેક્ષા છે. આ વૃદ્ધિ માટે મુખ્યત્વે જાગૃતિમાં વધારો, ટેકનોલોજીકલ સુધારાઓ અને ફિલ્મ કલાકારો, ખેલાડીઓ જેવા પ્રખ્યાત વ્યક્તિઓમાં વધી રહેલી માંગ જવાબદાર છે.ભારતમાં પણ હેર ટ્રાન્સપ્લાન્ટ ઉદ્યોગ ઝડપથી વિસ્તરી રહ્યો છે, જેમાં યુજેનિક્સ હેર સાયન્સ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. ડૉ. પ્રદીપ સેથી અને ડૉ. અરીકા બંસલ દ્વારા સ્થાપિત યુજેનિક્સ, અત્યાર સુધી 16,000 થી વધુ હેર ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયાઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જેમાં 1,800 થી વધુ ગ્રેડ 6/7 ટકલી પડવાના કેસો સામેલ છે.તેની અસાધારણ સફળતાના કારણે, યુજેનિક્સ એ પ્રાકૃતિક અને ભરોસાપાત્ર હેર રીસ્ટોરેશન માટે લોકપ્રિય પસંદગી બની ગઈ છે. ડૉ. સેઠી અને ડૉ. બંસલ હેર ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રમાં ક્રાંતિ લાવનારા આગેવાનો છે. તેમણે ડિરેક્ટ હેર ટ્રાન્સપ્લાન્ટ (ડીએચટી) ટેકનિક વિકસાવી છે, જેના કારણે ઉદ્યોગમાં નવા ધોરણો સ્થાપિત થયા છે. તેમની નવીનતા બોલીવુડના અભિનેતાઓ, ક્રિકેટર્સ અને કોર્પોરેટ લીડરો સહિત અનેક પ્રખ્યાત વ્યક્તિઓને આકર્ષવામાં સફળ રહી છે.યુજેનિક્સ ખાતે બોલીવુડ અભિનેતા બોની કપૂર, ક્રિકેટર્સ મોહમ્મદ શમી, રવિ શાસ્ત્રી, મોહમ્મદ અઝહરુદ્દીન અને ગાયક અનૂપ જલોટા જેવી હસ્તીઓએ હેર રીસ્ટોરેશન કરાવ્યું છે.યુજેનિક્સની વિશેષતા એ છે કે, તે માત્ર હેર ટ્રાન્સપ્લાન્ટ માટે સમર્પિત ક્લિનિક છે. આ એકાગ્રતા યુજેનિક્સ ને ઉચ્ચતમ કુશળતા, ચોકસાઇ અને શ્રેષ્ઠ દર્દી સંભાળ આપવા માટે સક્ષમ બનાવે છે. આંતરરાષ્ટ્રીય દર્દીઓ, એ-લિસ્ટ સેલિબ્રિટીઝ અને પ્રખ્યાત ખેલાડીઓ યુજેનિક્સ ને પોતાની પ્રાથમિક પસંદગી તરીકે પસંદ કરે છે. વિશ્વસ્તરીય સુવિધાઓ, આધુનિક પદ્ધતિઓ અને વ્યક્તિગત સારવાર યુજેનિક્સ ને હેર રીસ્ટોરેશન માટેની શ્રેષ્ઠ પસંદગી બનાવે છે.આજકાલ ટકલી પડવાની સમસ્યા વધી રહી છે, વધતા આવક સ્તર અને વ્યક્તિગત દેખાવ પ્રત્યેની વધતી જાગૃતિ ઉદ્યોગના વિકાસમાં મોટું યોગદાન આપી રહી છે. ભારતમાં દર વર્ષે 3.5 લાખથી વધુ હેર ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવે છે. 2022 માં આ માર્કેટનું મૂલ્ય યુએસડી 195.25 મિલિયન હતું, જે 2029 સુધી 17.12% સીએજીઆર સાથે વિકાસ કરશે. ફોલીક્યુલર યુનિટ એક્સ્ટ્રેક્શન જેવી આધુનિક પદ્ધતિઓ વધુ પ્રાકૃતિક અને અસરકારક પરિણામો આપે છે, જેના કારણે હેર ટ્રાન્સપ્લાન્ટ વધુ લોકપ્રિય બન્યો છે.યુજેનિક્સ એ નવિનતા, વિશિષ્ટતા અને ઉત્તમ દર્દી સંભાળ સાથે હેર ટ્રાન્સપ્લાન્ટ ઉદ્યોગમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. દર્દીની વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ વૈવિધ્યસભર ઉકેલો પૂરા પાડી, યુજેનિક્સ ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે હેર રીસ્ટોરેશન માટે નવા ધોરણો રચી રહ્યું છે.