Saturday, March 7, 2026
HomeGujaratયુરોકિડ્સે મધર્સ ડે નિમિત્તે ભાવનાત્મક સંબંધોમાં રહેલી શક્તિની ઉજવણી કરી

યુરોકિડ્સે મધર્સ ડે નિમિત્તે ભાવનાત્મક સંબંધોમાં રહેલી શક્તિની ઉજવણી કરી

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

ભારતની અગ્રણી પ્રીસ્કૂલ એક્સપર્ટ યુરોકિડ્સ પ્રીસ્કૂલએ દેશભરમાં 600 સેન્ટર ખાતે આકર્ષક અને યાદગાર પ્રવૃત્તિઓ મારફતે મધર્સ ડેની ખૂબ જ ઉમળકાભેર અને સ્નેહભર્યા માહોલમાં ઉજવણી કરી છે. આ ઉજવણીમાં 18000થી વધુ યુવા શિક્ષાર્થિઓએ ભાગ લીધો હતો, આ કાર્યક્રમને માતાઓ અને તેમના બાળકો વચ્ચે ઊંડા લાગણીસભર સંબંધોના જોડાણનું સન્માન કરવા માટે સમજી-વિચારીને તૈયાર કરવામાં આવ્યો હતો. હાર્વર્ડના પ્રોજેક્ટ જીરો પર આધારિત અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) 2020ને અનુરૂપ પોતાના વિઝીબલ થિંકિંગ કરિકુલમ, હ્યૂરેકાની સફળતાના આધારે યુરોકિડ્સ એવા અનુભવોનું નિર્માણ કરવાનું જાળવી રાખ્યું છે કે જે ભાવનાત્મક બુદ્ધિમત્તા તથા પારિવારીક સંબંધોને પોષિત કરી સમગ્રલક્ષી વિકાસને ઉત્તેજન આપે છે.યૂરોકિડ્સ ખાતે મધર્સ ડે એ એક ઉત્સાહથી વિશેષ બાળકોને પ્રોત્સાહન તથા ભાવનાત્મક જોડાણનું શું મહત્વ છે તે અંગે યોગ્ય સમજણ કેળવવામાં મદદ કરવામાં એક સાર્થક તક છે. ક્લાસરૂમની પ્રવૃત્તિઓમાં માતાઓને સાંકડીને યુરોકિડ્સનો ઉદ્દેશ નાની ઉંમરથી જ બાળકોમાં કૃતજ્ઞતા, સહાનુભૂતિ તથા સ્નેહ ભાવના જેવા મૂલ્યોને પ્રોત્સાહન આપતા સંબંધોને મજબૂત કરવાનો છે. આ પ્રકારના પ્રસંગો બાળકોને આનંકદાયક, સર્જનાત્મક રીતે પોતાની વાતને રજૂ કરવાની તક આપે છે, જેથી તેમનો આત્મવિશ્વાસ વધે છે અને તેઓ પોતાના પ્રિયજનો સાથે કાયમી યાદ બનાવે છે.આ દિવસે માતા અને બાળકો વચ્ચેના સ્નેહ અને આત્મિયતાભર્યા સંબંધોને વધુ મજબૂત કરવા માટે આનંદદાયક, વ્યવહારપૂર્ણ પ્રવૃત્તિઓની એક શ્રૃખલાનું આયોજન કરવામાં આવ્યું. એક લાઈવ મ્યુઝીક અને મૂવમેન્ટ સેશનમાં તેઓ એક સાથે ગાયન, ડાન્સ, તથા સંગીતના સાધનો વગાડવા સહિતની પ્રવૃત્તિઓ કરી હતી. પરિવારોએ નજીકના પાર્કમાં લીંબુ ચમ્મચ દોડ, પેઈન્ટીંગ અને બોલ ગેમ્સ જેવી રમતો સાથે આનંદદાયક માહોલમાં દિવસ પસાર કર્યો હતો. ઈન્ડોર્સમાં તેમણે હાર્ટ આકારમાં રહેલી પઝલના ટૂકડાને એક સ્મૃતિ ચીન્હ સ્વરૂપમાં સુંદર રીતે સજાવટ કરી હતી, જેના મારફતે તેમને ટીમવર્ક તથા રચનાત્મકતાને ઉત્તેજન મળ્યું. એક કાલ્પનિક રમતમાં તેમણે ડોક્ટર, ફાયરફાઈટર્સ અને પ્રિન્સિસ એટલે કે રાજકુમારીઓની માફક ડ્રેસ અપ સાથે ઉત્તમ તક મળી કે જેથી તેમની કલ્પના શક્તિ અને ભાવનાત્મક અભિવ્યક્તિને ઉત્તેજન મળી શકે. આ સમારંભના સમાપન વાઈબ્રન્ટ આર્ટ અને ક્રાફ્ટ સેશન સાથે થયું, જ્યાં માતાઓ અને બાળકોએ એક સાથે પેઇન્ટેડ, ડ્રોઈંગ કર્યું, અને સાથે મળી સર્જન કર્યું- જે તેમને યાદગાર બનાવી રહ્યા છે ત્યારે પ્રારંભિક ક્ષિણ તથા ડેવલપમેન્ટને મદદ કરે છે.લાઈટહાઉસ લર્નિંગ (યુરોકિડ્સ)ના પ્રી-કે ડિવિઝનના સીઈઓ કેવીએસ શેષસાઈએ આ ઉત્સવ અંગે પોતાના વિચારો રજૂ કરતાં કહ્યું કે “યુરોકિડ્સમાં અમે માની છીએ કે બાળકનો પ્રથમ અને સૌથી શક્તિશાળી જોડાણ તેમની માતા સાથે હોય છે. આ બંધનની સર્થક રીતે ઉજવણી કરવાથી આપણા ઉમદા માતા-પિતા પ્રત્યે સન્માન વ્યક થાય છે તે ઉપરાંત બાળકોને તેમના માતા સાથે સહયોગાત્મક રમત અને ચિંતનના માધ્યમથી પ્રેમ, કૃતજ્ઞતા અને સહાનુભૂમિ જેવી અસાધારણ બાબતો અંગે જાણકારી મેળવવામાં મદદ મળે છે. તેનાથી ભાવનાત્મક ક્ષમતા મજબૂત થવા સાથે તેમની સંજ્ઞાત્મક ક્ષમતા પણ મજબૂત થાય છે. આ રીતે આયોજન અંગે વ્યાપક સમજ વધારે છે, સંબંધોને મજબૂત કરે છે, અને યુરોકિડ્સમાં અમારા દ્વારા સમર્થિત સમગ્ર વિકાસમાં યોગદાન આપે છે.”યુરોકિડ્સના સર્વે પાર્ક, સંતોષપુર, કોલકાતા ખાતેના સેન્ટર હેડ સાધના ભાટિયાએ જણાવ્યું હતું કે યુરોકિડ્સ સર્વે પાર્ક દ્વારા હૃદયસ્પર્શી અને આનંદથી ભરપૂત મધર્સ ડે સમારંભનું આયોજન કરવામાં આવ્યું, જેથી ત્યાં ઉપસ્થિત તમામ માતાઓને તેમની જૂની યાદોને તાજી કરાવી દીધી. ફુગ્ગા ઉડાવવાથી લઈ ગીતો ગાવા તથા બાળકોથી પ્રેરિત રમતો સુધી માતાઓને વર્ગખંડ જેવા માહોલમાં તેમની શાળાઓને લઈ યાદો તાજી થઈ-આ સાથે તેમની સાથે તેમના નાના સંતાનો પણ હતા. કાર્યક્રમના મુખ્ય આકર્ષણમાં બાળકો દ્વારા કરવામાં આવેલ ભાવવિભોર પ્રદર્શન હતા, ત્યારબાદ એક માર્મિક ક્ષણ સામે આવી કે જ્યારે દરેક બાળકોએ તેમની માતાને તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ રંગીન કાર્ડ ભેંટ આપ્યાં, તેમના ચહેરા પર ચમકતી મુસ્કાન અને ખુશીના આંસુ હતા. આ કાર્યક્રમનું સમાપન રિફ્રેશમેન્ટ અને બાળકો માટે એક ભેટરૂપ બેગ સાથે થયું, જેથી આ પ્રેમ, ખુશી અને એકજૂટતાની એક યાદગાર ઉત્સવ બની ગયો.યુરોકિડ્સ એવા સર્વગ્રાહી શિક્ષણના વાતાવરણનું નિર્માણ કરવામાં અગ્રેસર છે, જ્યાં શિક્ષણ લાગણીસભર માહોલમાં પ્રાપ્ત થાય છે. મધર્સ ડે સમારંભ જેવી પહેલના માધ્યમથી યુરોકિડ્સએ ભાવનાત્મક સંબંધોને વધુ વધુ ઊંડાણપૂર્વકના બનાવ્યા છે, તે સાથે પ્રારંભિક ક્ષણ પ્રત્યે પોતાના ખાસ દ્રષ્ટિકોણને પ્રદર્શિત કરેલ છે. અહીં બાળકોને એ બાબત અંગે શિક્ષણ મળે છે કે તેમણે શું વિચારવાનું છે તે ઉપરાંત કેવી રીતે વિચારી શકાય છે તેનું ઉત્તમ શિક્ષણ મળે છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here