ઈંગ્લેન્ડમાં 2.70 લાખની વસતી ધરાવતા કિંગ્સ્ટન અપોન હલ શહેરમાં 743 વર્ષ જૂના હલ ફેર(મેળા)ની શરૂઆત થઈ ચૂકી છે. આ યુરોપનો સૌથી મોટો મેળો છે. 8 દિવસ ચાલનારા આ મેળામાં દર વર્ષે આશરે 10 લાખ લોકો પહોંચે છે. આયોજકોએ જણાવ્યું કે આ મેળામાં 250 પ્રકારની નાની-મોટી રાઈડ્સ લગાવાઈ છે જે તેને ખાસ બનાવે છે. તેમાં દુનિયાભરના લોકો પહોંચે છે. મેળો 16 ઓક્ટોબર સુધી ચાલશે. ગત વર્ષે આ મેળો કોરોનાને ધ્યાનમાં રાખી રદ કરી દેવાયો હતો. અગાઉ 2019માં 9 લાખથી વધુ લોકો અહીં પહોંચ્યા હતા.
કિંગ્સ્ટન અપોલ હલ સિટીમાં યોજાનાર આ મેળો યુરોપનો સૌથી જૂનો મેળો છે. તેની શરૂઆત માર્ચ, 1278માં થઈ હતી. ત્યારે અહીં 80 રાઈડ્સ લગાવાઈ હતી. પણ થોડા સમય બાદ તેનું આયોજન ઓક્ટોબરમાં થવા લાગ્યું.