
હિમાચલ પ્રદેશની શાંત જંજેહલી ઘાટીમાં સ્થિત મંડીમાં ક્લબ મહિન્દ્રા જંજેહલી રિસોર્ટ શાંતિ, રોમાંચ અને સાંસ્કૃતિક આકર્ષણનું એક આદર્શ મિશ્રણ પ્રદાન કરે છે. બરફથી ઢંકાયેલા પહાડો, સફરજનના સુંદર બગીચાઓ તથા મનોહર લેન્ડસ્કેપ્સથી ઘેરાયેલો રિસોર્ટ પ્રકૃતિ પ્રેમીઓ અને શાંતિ શોધનારાઓ માટે એક સુંદર રિટ્રીટ છે. આ રિસોર્ટ શિમલા, મંડી, મનાલી અને ચંદીગઢથી સડક માર્ગે સરળતાથી પહોંચી શકાય છે તેમજ સૌથી નજીકનું એરપોર્ટ ચંદીગઢમાં છે. સૌથી ટૂંકો રસ્તો ચંદીગઢ-મનાલી હાઇવે દ્વારા છે, જ્યાંથી રસ્તો દાદૌર ચોક ઉપર જંજેહલી તરફ જાય છે.ક્લબ મહિન્દ્રા જંજેહલી 1.7 એકરમાં ફેલાયેલું છે અને તેમાં 24 સુશોભિત રૂમ છે. તેમાં સ્ટુડિયો રૂમ, એક એક બેડરૂમ યુનિટ, એક બે બેડરૂમ યુનિટ અને ત્રણ કોટેજ બ્લોકનો સમાવેશ થાય છે. પરંપરાગત વુડન આર્કિટેક્ચર સાથે ડિઝાઇન કરાયેલા આ રૂમ કુદરતી ઇન્સ્યુલેશન પ્રદાન કરે છે, જે શિયાળામાં હૂંફ અને ઉનાળામાં કૂલ કમ્ફર્ટની ખાતરી આપે છે. મહેમાનો પહાડોના મનોહર દૃશ્યો અને રિસોર્ટની અંદર વહેતા નદીના નાના પ્રવાહની મજા માણી શકે છે. રિસોર્ટ સુધી પહોંચવા માટે મુલાકાતીઓ એક પુલ પાર કરે છે, જે તેમના અનુભવમાં વધારો કરે છે. રૂમમાં સુંદર બાલ્કની દૃશ્યો છે અને મહેમાનોના આગમન ઉપર આરતી, તિલક અને ગરમાગરમ સફરજનના પીણા સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે.આધ્યાત્મિક વૃત્તિ ધરાવતા લોકોએ શિકારી માતા મંદિરની મુલાકાત લેવી જોઇએ. આ પવિત્ર ભૂમિ ઉપરથી મુલાકાતીઓ હિમાચલના અદભુત લેન્ડસ્કેપના આકર્ષક મનોહર દૃશ્યોનો આનંદ માણી શકે છે, જે તેમની યાત્રામાં એક દૈવી અને વિસ્મયકારક સ્પર્શ ઉમેરે છે. ક્લબ મહિન્દ્રાના શ્રેષ્ઠ અનુભવ માટે પ્રવાસીઓ હિમાચલ પ્રદેશના અનેક સ્થળોની શોધખોળ કરી શકે છે. ચંદીગઢ એરપોર્ટ પર ઉતરાણ કર્યા પછી તેઓ ક્લબ મહિન્દ્રા રિસોર્ટ્સથી એક મનોહર પ્રવાસ શરૂ કરી શકે છે, જે કાંડાઘાટ અને નાલદેહરાથી શરૂ થઈને જંજેહલી જઈ શકે છે તેમજ મનાલીમાં તેમની સફર પૂર્ણ કરી શકે છે. દરેક સ્થળ એક અનોખું રોકાણ પ્રદાન કરે છે, જે મહેમાનોને પ્રદેશની વૈવિધ્યસભર સુંદરતાનો અનુભવ કરવાની તક આપે છે. ડિસેમ્બરથી માર્ચ સુધી જંજેહલી એક બરફીલા વન્ડરલેન્ડમાં પરિવર્તિત થાય છે, જે મહેમાનોને સ્નો એક્ટિવિટી, ટ્રેકિંગ અને ઘાસના મેદાનોમાં ડે કેમ્પિંગનો આનંદ માણવા માટે આમંત્રિત કરે છે.
રિસોર્ટના મલ્ટી-ક્યુઝીન રેસ્ટોરન્ટમાં ભોજનના શોખીનો વિવિધ સ્વાદનો આનંદ માણી શકે છે. તે 44 મહેમાનોને ઇનડોર સમાવી શકે છે તેમજ આઉટડોર ડાઇનિંગ સેટઅપ પણ આપે છે. મેનુમાં પરંપરાગત હિમાચલી વાનગીઓનો આનંદદાયક સંગ્રહ છે, જેમાં સિદ્દુ, બાબરુ – કાળા ચણાની પેસ્ટથી ભરેલી અને સંપૂર્ણ રીતે તળેલી કચોરીનું હિમાચલી સંસ્કરણ – ચણા મદ્રા, સેપુ મોટી, બૂંદી કા મીઠા, કદ્દુ કા ખટ્ટા, માહ કી દાલ, મદ્રા, કઢી, ખટ્ટે ચન્ને અને ઝોલ કુલુ ટ્રાઉટનો સમાવેશ થાય છે, જે સ્થાનિક મસાલાઓથી મેરીનેટ કરેલું અને સંપૂર્ણ રીતે શેકેલું તાજું ટ્રાઉટ છે.આ ઉપરાંત મહેમાનો ખાસ પ્રસંગોએ પીરસવામાં આવતી પરંપરાગત મિજબાની, પ્રખ્યાત મંડિયાલી ધામનો આનંદ માણી શકે છે. મહેમાનો બોનફાયર વિસ્તારની નજીક લાઇવ બાર્બેક્યુ સેશનનો પણ આનંદ માણી શકે છે, જે ઉત્તમ ડાઇનિંગ અનુભવમાં વધારો કરે છે. વધુમાં, પુલ પર હાઇ ટી પણ પીરસવામાં આવે છે, જે એક અદભુત દૃશ્ય પ્રદાન કરે છે. તેની સાથે પરંપરાગત હિમાચલી નાટી નૃત્ય અને મહેમાનો માટે સ્થાનિક પ્રદર્શન પણ સામેલ છે. રિસોર્ટમાં એક બેન્ક્વેટ હોલ પણ છે જે 100 લોકો સુધી સમાવી શકે છે, જે તેને ઉજવણી માટે એક આદર્શ સ્થળ બનાવે છે.આ રિસોર્ટ મહેમાનોને વ્યસ્ત રાખવા માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ પ્રદાન કરે છે. હેપ્પી હબ એક્ટિવિટી સેન્ટરમાં સ્નૂકર, બોર્ડ ગેમ્સ, ડ્રોઇંગ ક્લાસ અને એર હોકી જેવી ઇન્ડોર રમતોનો સમાવેશ થાય છે, જ્યારેકે આઉટડોર એક્સપિરિયન્સમાં સાયકલિંગ, એર ગન શૂટિંગ, તીરંદાજી અને ટ્રેકિંગથી લઈને ગામડાના પ્રવાસ અને બર્ડ વોચિંગનો સમાવેશ થાય છે.મુલાકાતીઓ કામરુ નાગ મંદિર, પરાશર અને રેવલસર તળાવ, જાલોરી પાસ અને પ્રખ્યાત ભગવાન શિવ મંદિર (બુદ્ધ કેદાર) જેવા નજીકના આકર્ષણોની શોધ કરી શકે છે. આ ઉપરાંત પાંડવશિલા, મહાભારત યુગથી મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્થળ છે. ગાઢ સાંસ્કૃતિક અનુભવ માટે મહેમાનો રિસોર્ટના નિષ્ણાત દ્વારા માર્ગદર્શન હેઠળ પરંપરાગત હિમાચલી ગામ પ્રવાસો પર જઈ શકે છે, જે રસપ્રદ ઐતિહાસિક આંતરદૃષ્ટિ શેર કરે છે. ગામ પ્રવાસ સ્થાનિક જીવનશૈલીનો ઉત્તમ અનુભવ પ્રદાન કરે છે, જેમાં ગ્રામજનો સાથે વાતચીત, પશુપાલન વિશે શીખવું અને તેઓ ઋતુ પ્રમાણે પોતાનો સામાન કેવી રીતે સંગ્રહ કરે છે તે જોવાનો સમાવેશ થાય છે. એડવેન્ચરનો શોખ ધરાવતા વ્યક્તિઓ રિસોર્ટ ટેન્ટના અનુભવ સાથે સમગ્ર દિવસનો ટ્રેકિંગ ઓફર કરે છે, જે પ્રિયજનો સાથે રોમાંચક રજા માટે યોગ્ય છે. અન્ય ટ્રેકિંગ વિકલ્પોમાં બુદ્ધ કેદાર, તુંગસી કિલ્લો અને શત્તધર હિલ મંદિરનો સમાવેશ થાય છે.ટકાઉપણું પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને ક્લબ મહિન્દ્રા જંજેહલી તેની પર્યાવરણીય અસરને ઘટાડવા માટે પર્યાવરણને અનુકૂળ પ્રથાઓનું પાલન કરે છે. રિસોર્ટ સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળે છે અને ઉર્જા બચાવવા માટે અલ્ટ્રાવાયોલેટ લાઇટ-આધારિત થર્મોડાયનેમિક ટેકનોલોજી સહિત ઉર્જા-કાર્યક્ષમ ઉકેલોનો સમાવેશ કરે છે. તેના અદભુત લેન્ડસ્કેપ્સ, આકર્ષક પ્રવૃત્તિઓ અને જવાબદાર પર્યટન પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે, ક્લબ મહિન્દ્રા જંજેહલી હિમાચલ પ્રદેશના હૃદયમાં એક અવિસ્મરણીય છટકી પ્રદાન કરે છે.