
કેટલીક કહાનીઓમાં માટીની સુગંધ હોય છે, પરંપરાઓનો અહેસાસ થાય છે અને સામાન્ય જીવનની ધબકાર સંભળાય છે. આ માત્ર કહાનીઓ નહીં, પણ સંસ્કૃતિ, શ્રદ્ધા અને સંકલ્પશક્તિથી ભરપૂર ધરતીનો પ્રતિબિંબ છે. ટેલિવિઝન હંમેશા સમાજનું દરપણ રહ્યું છે, અને કલર્સ બ્રાન્ડે ભારતના હૃદયમાંથી નીકળેલી આ કહાનીઓને શ્રેષ્ઠ રીતે જીવંત બનાવી છે—પ્રેક્ષકોને ભારતની ગલીઓ, મંદિરો, નદીઓ અને બજારોની સફર કરાવી છે. પ્રયાગરાજની આધ્યાત્મિક પવિત્રતા દર્શાવતા ‘રામ ભવન’થી માંડીને, ઈન્દોરના લજીઝ સ્વાદોથી ભરપૂર ‘સુમન ઈન્દૌરી’ અને વારાણસીની સૌંદર્યમય વારસાને પ્રતિબિંબિત કરનાર ‘ડોરી’ સુધી, કલર્સ એવી કહાનીઓ ગૂંથી રહ્યો છે કે જે પ્રેક્ષકોને પોતાની આસપાસની દુનિયા સાથે જોડાયેલી અનુભૂતિ કરાવે છે. તો આવો, જોઈએ કે આ શો તમને ખરેખર ભારતના હૃદય સાથે કેવી રીતે જોડે છે.પ્રયાગરાજની દર્શક સ્વાતિ મિશ્રાએ કહ્યું, “જ્યારે મેં સ્ક્રીન પર ત્રિવેણી સંગમ અને હનુમાન મંદિર જોયું, ત્યારે મારા રૂંવાડા ઉભા થઈ ગયા. આ શોમાં પ્રયાગરાજની ભાવના – પ્રાર્થનાઓ, ઘાટ, ગલીઓ – કેટલી સારી રીતે દર્શાવવામાં આવી છે તે જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. દરેક દ્રશ્ય યાદોને તાજી કરે છે, મને એવું લાગે છે કે હું મારા પોતાના શહેરમાં ચાલી રહી છું. ટીવી પર પ્રયાગરાજને આટલી પ્રામાણિકતા સાથે જીવંત થતો જોઈને ગર્વ થાય છે!”ઇન્દોરની એક દર્શક નિશી દ્વિવેદીએ કહ્યું, “સુમન ઇન્દોરીમાં સરાફા બજાર અને રજવાડા પેલેસ જોઈને મને જે ઉત્સાહ થયો તે હું શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી! ઇન્દોર ફક્ત આપણે જ્યાં રહીએ છીએ તે સ્થળ નથી – તે આપણા અસ્તિત્વનો એક ભાગ છે, અને આ શો તેને સંપૂર્ણ રીતે રજૂ કરે છે. ધમધમતી શેરીઓથી લઈને આપણા ભોજનના સ્વાદ સુધી, એવું લાગે છે કે આપણા શહેરનો એક ભાગ સ્ક્રીન પર આવી ગયો છે. જ્યારે પણ કોઈ પરિચિત સ્થળ દેખાય છે, ત્યારે મને ખુશી થાય છે! તે મારા શહેરના ધબકારા મારી સામે જોવા જેવું છે, અને તે મને ખૂબ ગર્વ આપે છે!”વારાણસીની અનુરાધા વર્માએ કહ્યું, “મેં ‘ડોરી’માં વણકરોની વાર્તાને આટલી સુંદર રીતે રજૂ કરતો કોઈ શો કે ફિલ્મ ક્યારેય નથી જોઈ. બનારસના ઘાટ ઘણીવાર બતાવવામાં આવે છે, પરંતુ વણકર સમુદાયની અદમ્ય ભાવના, તેમના સંઘર્ષો અને તેમની કલાને હંમેશા અવગણવામાં આવે છે. આ શોએ તેમની વાર્તાને એટલી ઊંડાણ અને પ્રમાણિકતા સાથે રજૂ કરી છે કે તે મારા હૃદયને સ્પર્શી જાય છે. તે બનારસનું એક દુર્લભ અને સુંદર પ્રતિબિંબ છે, જેને આખરે જીવંત થતું જોઈને મને ખૂબ ગર્વ થાય છે.”વધુ અપડેટ્સ માટે કલર્સ સાથે જોડાયેલા રહો!