![](https://sunvillasamachar.com/wp-content/uploads/2025/02/2-4-1024x1013.jpeg)
ઝી ટીવીનો શો વસુધા એ તેની રસપ્રદ વાર્તા તથા સાંકળતા પાત્રોથી દર્શકોને જકડી રાખ્યા છે. અને આગામી એપિસોડમાં પણ અલગ નહીં હોય, કારણકે તેમાં એક જોરદાર વ્રતનું સિકવન્સ બતાવવામાં આવ્યું છે, જ્યાં ચંદ્રિકા ( નૌશીન અલિ સરદાર) તેના ઉત્તરાયણ વ્રતની સફળતાપૂર્વક પૂરો કરવાની ઉજવણી કરે છે. વસુધા (પ્રિયા ઠાકુર), પણ દેવાંશ (અભિષેક શર્મા) માટે ગુપ્ત રીતે વ્રત કરી રહી છે. જો કે, જ્યારે સાવિત્રી (શીબા અઝહર સમ્રાટ)ને વસુધાની આ છૂપાયેલી બાબતની ખબર પડે છે, ત્યારે તનાવ વધી જાય છે અને શોમાં એક જોરદાર વણાંક સામે આવે છે. આ ગૂંઢ સિકવન્સ દરેકને જકડી રાખશે, પરંતુ રીલમાં જીવનના એક વણાંક તો છે, પણ વાસ્તવિક જીવનમાં પણ એક વણાંક આવ્યો છે, જે તમારે જાણવું જરૂરી છે! વસુધાનું પાત્ર ભજવતી પ્રિયા ઠાકુરએ ફક્ત સ્ક્રીન પર જ ઉપવાસનો દ્રશ્ય ભજવ્યો છે એવું નથી, પણ શૂટિંગના દિવસે તેને વાસ્તવિક જીવનમાં પણ ઉપવાસ રાખ્યો હતો. દિવસભર તેને ફક્ત ફળ ખાધા હતા, જે પ્રિયાની આધ્યાત્મિક્તા પ્રત્યેનું સમર્પણ દર્શાવે છે, જેના લીધે તેનો આગામી સીન વધુ ઉત્કૃષ્ટ બન્યો છે. મોટાભાગના કલાકારો તેના પાત્રમાં સુધારો લાવવા પ્રયત્ન કરી રહ્યા છે, પણ પ્રિયા તેને જીવી રહી છે! તેનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે પ્રોડક્શન ટીમએ સેટ પર જરૂરી સાવચેતીના પગલા પણ લીધા હતા, જેથી ઉપવાસ દરમિયાન તેને જે જરૂરી હોય તે મળી શકે. પ્રિયા ઠાકુર કહે છે, “હું કોઈ સમયમાં નથી માનતી, પણ મને એવું લાગ્યું કે, સમગ્ર બ્રહ્માંડ મને કોઈ સિગ્નલ આપી રહ્યું છે, સામાન્ય રીતે હું દર સોમવારે ઉપવાસ કરું છું અને વ્રતના સિકવન્સનું શૂટિંગ પણ એ જ દિવસે થયું. તો મારી અંગત શ્રદ્ધાને રીલમાં પણ દર્શાવવાનો મોકો મળ્યો. હા, કોઈપણ ઉપવાસમાં થોડું શિસ્ત હોવું જરૂરી હોય છે અને હું
હંમેશા ભક્તિ અને શ્રદ્ધાની શક્તિમાં વિશ્વાસ રાખું છું આખી ટીમે પણ આ દરમિયાન ખૂબ જ સહયોગ આપ્યો અને ધ્યાન રાખ્યું કે, ઉપવાસ દરમિયાન મને જે જોઈએ તે વસ્તુ તેમને હાજર રાખી. આ સોમવારે વસુધામાં અમે જે થીમ દર્શાવી રહ્યા હતા, તેની સાથે મારી વ્યક્તિગત માન્યતાઓ પણ સુસંગત હતી તો મારા માટે ખરેખર હૃદયસ્પર્શી ક્ષણો બની રહી.” વાર્તાની સાથે વાસ્તવિક જીવનમાં પણ આટલા મજબૂત જોડાણ સાથે, આગામી એપિસોડમાં પ્રિયાના અભિયનને વધુ અધિકૃત અને ભાવનાત્મક રીતે ચાર્જ થયેલો જોવા મળશે. પણ દર્શકો માટે એ જોવું રસપ્રદ રહેશે કે, શું સાવિત્રી તેનુંરહસ્ય જાહેર કરશે? કે વસુધા કોઈપણ નાટક વગર તેનું વ્રત પુરું કરી શકશે?જોડાયેલા રહો, કેમકે વસુધામાં હજી પણ આવી હૃદયસ્પર્શી ક્ષણો અને વણાંકો જોવા મળશે, દરરોજ રાત્રે 10 વાગે ફક્ત ઝી ટીવી પર