
ઝી ટીવીનો કુમકુમ ભાગ્યએ તાજેતરમાં જ એક આકર્ષક જનરેશનલ લીપ લીધો છે, જેનાથી નાટક, ભાવનાત્મક ઊંડાણ તથા અનઅપેક્ષિત વણાંકથી ભરેલો નવો જ યુગ આવ્યો છે. તેમા નવું ષડયંત્ર ઉમેરશે પ્રસિદ્ધ ટેલિવિઝન કલાકાર આર્યન સિંઘ રાજપુત, જે શોમાં મયંક તરીકે પ્રવેશશે. રૌનક (અક્ષય દેવ બિંદ્રા)ના ખાસ મિત્ર તરીકે, તે તેના મિત્રના લગ્નમાં હાજરી આપવા ભારત આવી રહ્યો છે, પમ શોની વાર્તામાં નવા જ સમીકરણ ઉમેરશે, જે દર્શકોને તેમની સીટ પર જકડી રાખશે. એક રહસ્યમય છતા પણ આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો મયંક, રૌનક તથા પ્રાર્થના (પ્રણાલી રાઠોડ)ની વચ્ચે ક્યુપિડની ભૂમિકા ભજવીને નવા જ સમીકરણો ઉમેરશે, જે રૌનકને પ્રાર્થના પ્રત્યેનો તેનો પ્રેમ સાકાર કરવા માટે માર્ગદર્શન આપશે અને સાથોસાથ તેના એક અલગ જ રહસ્યો છે. પ્રાર્થનાના ભાવેશ સાથેના લગ્નને અટકાવવાના મિશન સાથે,આગામી ટ્રેક દર્શકોને જકડી રાખશે, તેવી અપેક્ષા છે. ચાહકો પણ એ જાણવા આતુર છે કે, તેનું પાત્ર વાર્તાને કઈ રીતે પ્રભાવિત કરશે અને શોમાં નવા વણાંક અને આશ્ચર્યનો ઉમેરો કરશે. શો વિશે તેનો ઉત્સાહ જણાવતા, આર્યન સિંઘ રાજપુત કહે છે, “કુમકુમ ભાગ્ય જેવા જાણિતા શોનો હિસ્સો બનવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. શોએ ઘર-ઘરમાં પ્રસિદ્ધ બન્યો છે અને તેના વિશ્વમાં પ્રવેશવું એ એક અદ્દભુત ગર્વની વાત છે. મયંકનું મારું પાત્રએ વાર્તાની દ્રષ્ટિએ નવી તાજગી તથા નવો જ દ્રષ્ટિકોણ લાવશે અને દર્શકોને સામે હવે આ પ્રવાસને રજૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. તે મોહકની સાથોસાથ અણધાર્યો છે, જેનાથી આ પાત્ર કરવું વધુ આકર્ષક બની રહ્યું છે. અક્ષય અને પ્રણાલી જેવા પ્રતિભાશાળી કલાકારોની સાથે કામ કરવાનો અત્યાર સુધીનો અનુભવ ખૂબ જ અદ્દભુત રહ્યો છે. સેટ પરની અમારો સહયોગ અદ્દભુત છે અને સમગ્ર ટીમ ખૂબ જ આવકારદાયી બની રહી છે. હું માનું છું કે, કુમકુમ ભાગ્યનો આ નવો તબક્કો દર્શકોને જકડી રાખશે. તો જોતા રહો, કેમકે મયંક શોના પ્લોટને વધુ રસપ્રદ બનાવવા તૈયાર છે!” મયંકના પ્રવેશની સાથે કુમકુમ ભાગ્યએ પ્રેમ તથા સત્તાના સંઘર્ષના મનમોહક સંયોજનનો વાયદો કરે છે, ત્યારે દર્શકો માટે એ જોવું રસપ્રદ રહેશે કે, શું મયંક હવે રૌનકને પ્રાર્થના માટેના તેના પ્રેમનો અનુભવ કરાવી શકશે? કે પ્રાર્થના ભાવેશ સાથે લગ્ન કરી લેશે? પાત્રોના સંબંધો કેવી રીતે રજૂ થાય છે, તે જાણવા માટે જોતા રહો, કુમકુમ ભાગ્ય દરરોજ રાત્રે 9 વાગે ફક્ત ઝી ટીવી પર!