
ભારતની અગ્રણી યુથ ફેશન એસેસરીઝ બ્રાન્ડ ફાસ્ટ્રેકે તેનું લેટેસ્ટ યુનિસેક્સ કલેક્શન BARE લોન્ચ કર્યું છે. આ ઈનોવેટિવ ટ્રાન્સપરન્ટ વોચ પ્રમાણિકતા અને ફિલ્ટર વિનાની સ્વ-અભિવ્યક્તિનો પર્યાયી બની છે. આ કલેક્શનને પ્રસિદ્ધ 24મી સીઆઈઆઈ ઈન્ડિયા ડિઝાઈન સમિટ 2024માં પ્રોડક્ટ ડિઝાઈન કેટેગરીમાં ટોચની 50 ડિઝાઈન્સમાં સ્થાન મળ્યું છે.BARE કલેક્શન 6 વાઇબ્રન્ટ કલરમાં બોલ્ડ એલ્યુમિનિયમ બેઝલ રિંગ્સ દ્વારા પૂરક એક આકર્ષક સ્કેલેટલ ડાયલ તદ્દન નવી સમકાલીન વોચ ડિઝાઈન ઓફર કરે છે. જે માત્ર રૂ. 2195માં ભારતભરના સ્ટાઈલ પ્રત્યે સભાન યુવાનો માટે બોલ્ડ ફેશન પૂરી પાડે છે. “ટુ બેર ટુ કેર”ની ટેગલાઇન સાથે આ ઝુંબેશ કાંડા ઘડિયાળની અનોખી ડિઝાઇનને પ્રકાશિત કરી વાસ્તવિક અર્થાત જેવા છે તેવા લોકો સમક્ષ રજૂ થતાં યુવાનોની ભાવનાને બિરદાવે છે.ફાસ્ટ્રેકના માર્કેટિંગ હેડ ડેની જેકોબે આ લોન્ચિંગ અંગે જણાવ્યું હતું કે, “આજના યુવાનો હાઇપર-ક્યુરેટેડ, પિક્ચર-પરફેક્ટ કન્ટેન્ટ સાથે ડિજિટલ દુનિયામાં રચ્યા પચ્યા રહે છે. પરંતુ ઘણીવાર તેઓ પોતાની વાસ્તવિતકતાઓ છુપાવતા હોય છે. તેઓ પોતાની ખામીઓ, ભૂલો, જીવનના ઉતાર-ચડાવ કે જે આપણને એક સુંદર માનવ બનાવે છે. તેને ડિજિટલ દુનિયામાં છુપાવતા હોય છે. પોતાની વાસ્તવિકતા અને સ્વ-અભિવ્યક્તિ દુનિયા સમક્ષ રજૂ કરવા માટે હિંમત અને પ્રમાણિકતાની જરૂર પડે છે. અમે આવા નિર્ભય લોકોની ઉજવણી કરવા માગીએ છીએ. જેઓ અવ્યવસ્થિત, અપૂર્ણ અને અદ્ભુત રીતે પોતાની વાસ્તવિક ક્ષણોને સ્વીકારે છે. અને નિર્ભયતાપૂર્વક પોતાનુ વાસ્તવિક પ્રતિબિંબ લોકો સમક્ષ રજૂ કરે છે.”ફાસ્ટ્રેકના BARE કલેક્શનમાં 6 SKU છે અને તે હવે ફાસ્ટ્રેકના તમામ રિટેલ આઉટલેટ્સ, ટાઇટન વર્લ્ડ સ્ટોર્સ, અધિકૃત ડીલર્સ અને અગ્રણી ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. તમે આ કલેક્શનને ઓનલાઈન પણ બ્રાઉઝ કરી શકો છો – https://www.fastrack.in /collection-bare.html. ઝુંબેશ શરૂ થઈ ચૂકી છે.