
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજીત ઈન્ટરનેશનલ ફલાવરશો વધુ બદ્દિવસ માટે લંબાવવામાં આવ્યો છે. ૩ જાન્યુઆરીથી શરુ થયેલા ફલાવરશોમાં અત્યારસુધીમાં ૩.૫૦ લાખ લોકો મુલાકાત લઈ ચૂકયા છે. અગાઉ ૨૨ જાન્યુઆરી સુધી ચાલનારો ફલાવરશો હવે ૨૪ જાન્યુઆરી સુધી ચાલશે.૨૩ અને ૨૪ જાન્યુઆરીએ સવારે ૭થી ૮ કલાકદરમિયાનના સમયમાં શહેરીજનો પ્રિ-વેડિંગ કરી શકશે. આ માટે રુપિયા ૨૫ હજાર ચાર્જ વસૂલાશે.વેબ સિરીઝ, મૂવી ઉપરાંત જાહેરાતના શૂટીંગ માટે આ બે દિવસ દરમિયાન સાંજે ૬થી ૯ એમ ત્રણ કલાકનો સમય ફળવાશે. આ માટે રુપિયા એક લાખ મ્યુનિ.તંત્રને ચૂકવવાના રહેશે.મુલાકાતીઓ માટે સમય સવારના ૯.૩૦ કલાકથી રાત્રિના ૧૦.૩૦ કલાક સુધીનો રહેશે.૩ જાન્યુઆરીથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શરુ થયેલા ફલાવરશોની અત્યારસુધીમાં ૩.૫૦ લાખથી વધુ લોકો મુલાકાત લઈ ચૂકયા છે. ગુરુવારે બપોરે ચાર કલાક સુધીમાં ૧૫ હજારથી વધુ લોકોએ ફલાવરશોની મુલાકાત લીધી હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ, ફલાવરશોને મળેલી સફળતાને ધ્યાનમાં રાખીને વધુ બે દિવસ માટે આ શો લંબાવવા નિર્ણય કરવામા આવ્યો છે.૨૨અને ૨૩ જાન્યુઆરીના રોજ સવારે ૭થી ૮ એમ એક કલાકનો સ્લોટ પ્રિ-વેડિંગ માટે આપવામા આવશે.આ માટે ૧૧ જાન્યુઆરીથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ ઉપરથી બુકીંગ શરુ કરવામાં આવશે.પ્રિ-વેડિંગ શૂટીંગ સમયે વધુમા વધુ દસ વ્યકિતઓને પ્રવેશ આપવામા આવશે.૨૨ જાન્યુઆરીએ પ્રીમીયમ ટાઈમ સ્લોટ સવારે ૮થી ૯ કલાક અને રાત્રે ૧૦.૩૦થી ૧૧.૩૦ કલાક સુધીનો રહેશે.અન્ય મુલાકાતીઓ માટે સમય સવારે ૯ કલાકથી રાત્રિના ૧૦.૩૦ કલાક સુધીનો રહેશે.૨૩ અને ૨૪ જાન્યુઆરીએ મુલાકાતીઓ માટે સવારના સવારના ૯.૩૦ કલાકથી સાંજના ૫.૩૦ કલાક સુધીનો સમય રહેશે.વેબસિરીઝ,મૂવી, જાહેરાતના શૂટીંગ માટે સાંજના ૬થી રાત્રિના ૧૨ કલાક સુધીનો સમય રહેશે.
ગુજરાત કાતિલ ઠંડીની ઝપેટમાં : 9 શહેરમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન, 5.6 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર