
સમગ્ર વિશ્વમાં બાળકોએ ખુબજ પસંદ કરેલી પ્રિસ્કૂલ કાર્ટૂન સિરીઝ પાવ પેટ્રોલ હવે સૌપ્રથમ વખત ભારતમાં મોલના અંદર જીવંત થઇ રહી છે – અને તે પેલેડિયમ અમદાવાદ ખાતે 1લી જૂન સુધી ચાલુ રહેશે અને બાળકોનું મનોરંજન કરશે. આ પ્રસંગે પેલેડિયમ અમદાવાદ એ સમગ્ર મોલને એડવેન્ચર બે માં રૂપાંતરિત કરી દીધું છે – એક એવી જગ્યા જ્યાં બાળકોના સપનાનું પવિત્ર પથ પરિપૂર્ણ થાય છે.આ સમર વેકેશનમાં ચાલી રહેલ આ પપટેક્યુલર અનુભવ બાળકો માટે અવિસ્મરણીય સાહસ છે, જ્યાં તેઓ પોતાના મનપસંદ હીરો સાથે મિશન પૂર્ણ કરશે, ઈનામ મેળવશે અને દરેક મિશન સાથે એક પગથિયું આગળ વધશે! આ ઇવેન્ટ 1 જૂન 2025 સુધી પેલેડિયમ અમદાવાદ ખાતે ચાલુ રહેશે.ઈવેન્ટના ખાસ આકર્ષણો માં ચેઝ સાથે કેસ સોલ્વ કરો, રબલનું કન્સ્ટ્રક્શન ઝોન, માર્શલ સાથે ફાયર ફ્લાઇટ, સ્કાય સાથે ઉડાન, ઈમર્સિવ વીઆર કાર રેસ, આર્ટ એન્ડ ક્રાફ્ટ ઝોન, પાવ પેટ્રોલ સ્ક્રીનિંગ વિસ્તાર, પાવ પેટ્રોલ કેરેક્ટર્સ સાથે મીટ એન્ડ ગ્રીટ, પ્રોફેશનલ ફોટોગ્રાફી ઝોન, પોપકોર્ન અને લોલીપોપ સ્ટોલ, પાવ પેટ્રોલ મર્ચન્ડાઈઝ સ્ટોલ, સોફ્ટ પ્લે એરિયા અને મુફ્ત પાવ પેટ્રોલ ગિફ્ટ્સ નો સમાવેશ થાય છે જે બાળકો ને મંત્રમુગ્ધ કરી દેશે. દરેક બાળકને પ્રવેશ સમયે મળશે પાવ પેટ્રોલ પાસપોર્ટ અને પાવ પેટ્રોલ બૅન્ડ. દરેક ઝોન પૂર્ણ કર્યા બાદ તેઓ શહેર બચાવવાના મિશનમાં આગળ વધી શકે છે. તમામ ઝોન પૂર્ણ કર્યા બાદ બાળકોને મળશે સર્ટિફિકેટ ઓફ કમ્પ્લીશન – એક સાચો હીરો બનવાનો પુરાવો મળશે. પાવ પેટ્રોલમાત્ર મનોરંજન નથી, પણ બાળકોમાં ટીમવર્ક, બહાદૂરી અને જવાબદારીના મૂલ્યો વિકસાવે છે. ચેઝ – બહાદુર પોલીસ પપ, માર્શલ– દયાળુ ફાયર પપ, સ્કાય– સાહસિક અને ઉડન પપ અને રબલ– મજબૂત બિલ્ડર અને ટીમ પ્લેયર નો સમાવેશ થાય છે.