એશિયાની સૌથી મોટી સહકારી સંસ્થા બનાસ ડેરીના સંકુલમાં આજે દિયોદર પ્લાન્ટનું ઉદ્ઘઘાટન થયું છેઆ ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યુ છે બનાસકાંઠામાં ડેરીની પશુપાલક બહેનોએ પીએમ મોદીને ડેરીના ઉત્પાદનની ભેટ આપી અને તેમના ઓવારણા લીધા હતા. આજે પીએમ મોદીએ બનાસકાંઠાના દિયોદરના સનોદરમાં 30 લાખ લીટર દૂધની ક્ષમતા ધરાવતા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 610 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ફૂલ્લી ઓટોમેટેડ સનાદર ડેરી પ્લાન્ટમાં આજદિન સુધી. દરોજ 48 ટન બટાકાના ઉત્પાદનની ક્ષમતાની ચીજોનું ઉત્પાદન થઈ શકે તેવા પ્લાન્ટનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન થયું છે.
બનાસ ડેરીએ દૂધ અને બટેટાનો સંગમ કરાવ્યો : પીએમ મોદીએ કહ્યું, બનાસ ડેરીની સહકારી પ્રવૃતિ આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ છે. સહકાર ક્ષેત્ર સાથે વિકાસની નવી યાત્રા છે. દૂધ અને બટેટાનો કોઈ મેળ નથી પણ બનાસ ડેરીએ દૂધ ઉત્પાદન સાથે બટાકાના ઉત્પાદનના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરી અને ખેડૂતોની તકદીર બદલી શકાય એ મોડલ છે એ જોઈ શકાય છે.બનાસ ડેરી બટેટાનું સારું બીજ પણ આપે છે. આત્મનિર્ભર ભારત માટે સરકાર જે અભિયાન ચલાવી રહી છે તેના માટે તમારી સંસ્થાનું મોટું યોગદાન છે. આજે બાયોગેસ અને ગોબર ગેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન થઈ રહ્યુ છે. ગોબર ગેસ દ્વારા એક સાથે અનેક લક્ષ્ય હાસલ થઈ રહ્યા છે. ગોબરમાંથી બાયો સીએનજી બની રહ્યો છે.પીએમ મોદી બનાસકાંઠાની બહેનોને કહ્યું કે મેં જાણ્યું છે કે તમે જે રીતે પશુઓની સાર સંભાળ રાખો છો તે સંતાનોના ઉછેર જેવી છે. તમે સંતાનોને એકલા નથી મૂકતા એમ પશુને પણ એકલા નથી મૂકતા. એના ઘાસ ચારાની સતત ચિંતા કરો છો. બનાસની બહેનોને મારા વંદન