
ભારતની જીડીપી વૃદ્ધિ, સ્થિસ્થાપક ઘરેલુ માંગ અને સ્થિર મેક્રો ફંડામેન્ટલ્સના ટેકાથી નાણાકીય વર્ષ 26માં 7.5%અને નાણાકીય વર્ષ27માં 7.0%ના દરે રહેશે તેવો અંદાજ કેરએજ રેટિંગ્સ સેવી રહ્યું છે. વધુમાં તે ફૂગાવો નીચા દરે રહેશે, તેની સાથે સરેરાશ સીપીઆઇ ફૂગાવો નાણાકીય વર્ષ 27માં આશરે 4%ની આસપાસ 4%ના દરે સામાન્ય થતા પહેલા નાણાકીય વર્ષ 26માં 2.1%ના દરે રહેશે તેમ આશા રાખે છે.
કેરએજ રેટિંગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી રજની સિન્હા દ્વારા આયોજિત ‘2026માં ભારતીય અર્થતંત્રનો દેખાવ’ નામના મીડિયા વેબિનારમાં તેમણે ચાલુ ખાતાની ખાધ (સીએડી) (% જીડીપી) એફવાય 26 અને નાણાકીય વર્ષ27માં ~1% રહેશે તેવો અંદાજ સેવે છે. વધુમાં તે માને છે કે કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ26માં 4.4%ના રાજકોષીય ખાધના અંદાજે પહોંચી વળશે તેમ માને છે, જ્યારે સતત રાજકોષીય મજબૂતાઇ નાણાકીય વર્ષ27માં 4.2-4.3%ના નીચા દરે રહેશે તેવી આશા છે. વધુમાં તેઓ 10 વર્ષની જી-સેક યીલ્ડ નાણાકીય વર્ષ26ના અંત સુધીમાં 6.4%-6.6%ની વચ્ચેની રેન્જમાં રહેશે, ત્યારે ડોલર/રૂપિયાનું સ્તર નાણાકીય વર્ષ27ના અંત સુધીમાં 89-90ની આસરાસ ટ્રેડ કરશે તેવો અંદાજ છે.કેરએજ રેટિંગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી રજની સિન્હાએ જણાવ્યું હતુ કે, “નાણાકીય વર્ષ27માં ભારતનો મેક્રોઇકોનોમિક આઉટલુક રચનાત્મક રહેશે. બાહ્ય અનિશ્ચિતતાઓ લંબાતી હોવા છતાં, ભારતીય અર્થતંત્ર નાણાકીય વર્ષ27માં 7%ની સ્વસ્થ વૃદ્ધિ નોંધાવે તેવી અપેક્ષા છે. વૃદ્ધિ ગતિને આરામદાયક ફુગાવા, નીચા વ્યાજ દર અને ઓછા કર બોજ જેવા પરિબળોનો ટેકો મળશે. સંભવતઃ યુએસ-ભારત વેપાર સોદો વધુ પ્રોત્સાહન આપશે.”
ભારતની કેપેક્સ સાયકલ પુનરુત્થાનના પ્રારંભિક સંકેતો દર્શાવે છે, જે મૂડી સારી કંપનીઓની ઓર્ડર બુકમાં મજબૂત વૃદ્ધિ દ્વારા પ્રતિબિંબિત થાય છે. વિદેશી રોકાણકારો પણ ભારતની વૃદ્ધિની તકની નોંધ લઈ રહ્યા છે, જે દેશમાં કુલ એફડીઆઈ પ્રવાહના ઉછાળામાં પ્રતિબિંબિત થાય છે, જેમાં ખાસ કરીને નવા યુગના ક્ષેત્રો જેમ કે ઈવી, નવીનીકરણીય ઊર્જા, ઇલેક્ટ્રોનિક્સ, ડેટા સેન્ટર અને એઆઈ- ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. નવા શ્રમ સંહિતા જેવા બજાર સુધારાના પરિબળ સ્થાનિક અને વૈશ્વિક રોકાણકારોને વધુ વિશ્વાસ આપશે.


