કેએસપીસી દ્વારા ગ્રાસીસ ઈન્ડ. લી. દ્વારા ‘વુકા વર્લ્ડ’ એ વિષયે વાર્તાલાપ યોજાયો
કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા ગ્રામી ઈન્ડસ્ટ્રીઝ લી. યુનિટ: ઈન્ડીયન રેયોન, વેરાવળના સહયોગથી તાજેતરમાં બાન હોલ ખાતે કોર્પોરેટ ટ્રેનર અને એડ વેલ્યુ ક્ધસલ્ટન્ટસ, રાજકોટના ફાઉન્ડર અને સીઈઓ ચેતન ભોજાણીનો વુકા વર્લ્ડ એ વિષયે માર્ગદર્શક વાર્તાલાપ કાઉન્સીલના પ્રમુખ હસુભાદવેના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો. હતો. કાર્યક્રમના પ્રારંભે કાઉન્સીલના ઉપપ્રમુખ ડી.જી. પંચમીયાએ કાર્યક્રમનાં વિષય ઉપરની માહિતી તેમજ ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન બી.એસ. માને મુક્ય વકતાનો પરિચય આપ્યો હતો. કાઉન્સીલના પ્રમુખ હસુભાઈ દવે તથા મંત્રી મનહરભાઈ મજીઠીયાએ વકતા ચેતન ભોજાણીનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કર્યું હતુ.
કાર્યક્રમના અધ્યક્ષ હસુભાઈ દવેએ તેમના પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતુ કે બજારોના વૈશ્વીકરન વેપારી વાતાવરણમાં ઝડપી બદલાવ, અર્થતંત્રમાં ફેરફાર, ગ્રાહકોની જરૂરીયાત તથા ટેકનોલોજીમાં ફેરફાર આ બધા પરિબળો વ્યવસાય તથા આપણા જીવનના દરેક પાસામાં અસરકર્તા છે.
મુખ્ય વકતા ચેતન ભોજાણીએ માહિતી આપતા જણાવેલ હતુ કે વુકા એટલે વોલેટીલીટી અનસર્ટેનીટી કોમ્પ્લેકસીટી, એમ્બીગ્યુટી જે આજના વ્યવસાયનો અભિન્ન ભાગ છે. વુકા વર્લ્ડ એ વૈસ્વીક સ્તરે ઉપયાગેમાં આવતુ પરિબળ છે. અનેક સ્ટાંડર્ડ કંપનીઓ જેવી કે એચએમવી, કોડાક, બીનાકા ટુથપેસ્ટ, રસના શિલ્પાબિંદી, નીરમા વોશીંગ પાવડર આજના સમયમાંબ જારમાં જોવા મળતી નથી કેમકે નવી બ્રાન્ડ આવતા ગ્રાહકોને તે પસંદ પડતા જૂની બ્રાન્ડ ફેંકાઈ ગઈ છે.
ચેતન ભોજાણીએ વધુમાં જણાવેલ હતુ કે વુકા વર્લ્ડમાં સારી પરિસ્થિતિની રાહ જોયાવગર આગળ વધવુ જરૂરી છે. માર્કેટમાં રોજ નવી ટેકનોલોજી આવે છે. તેને અપનાવવી જ‚રી છે.વુકામાં સ્કીલ્ડ વર્કર્સ, મેનપાવર, ડાયવર્સીટી ફલેકસીબલ, વર્કિંગ, ફીકસ વર્કિંગ વિગેરે ચેલેન્જીસ આવે છે. કાર્યક્રમમાં કાઉન્સીલની ગવર્નીંગ બોડીનાં સભ્યો હિરાભાઈ માણેક, ડો. હિતેશ શુકલ તથા અન્ય સભ્યોમાં મનસુખલાલ જાગાણી, હસમુખભાઈ જરીયા, હરિભાઈ પરમાર, એચ. જે.ઈન્ડસ્ટ્રીઝ, રાજકોટ ડેરી, વડાલીયા ફુડ, માહી ડેરી, જી.એન.અલ્ટેક તથા વિવિધ ઉદ્યોગોના અધિકારીઓ તથા વિવિધ કોલેજનાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com