
ભારતની અગ્રણી પ્રીમિયમ આઈવેર રિટેઈલ ચેઈન જીકેબી ઓપ્ટિકલ્સ રાષ્ટ્રવ્યાપી જીકેબી સ્ટોર્સમાં ક્રાંતિકારી રે-બેન મેટા એઆઈ ગ્લાસના લોન્ચની ઘોષણા કરવામાં ગૌરવની લાગણી અનુભવે છે. આ અત્યાધનિક વેરેબલ ટેકનોલોજી રે-બેન અને મેટા વચ્ચે જોડાણનું પરિણામ છે, જે આધુનિક એઆઈ- પ્રેરિત ફંકશનાલિટી સાથે આઈકોનિક સ્ટાઈલને જોડે છે. આ પથદર્શક ઈનોવેશન હવે જીકેબી ઓપ્ટિકલ્સમાં ઉપલબ્ધ છે.રે-બેન મેટા એઆઈ હેન્ડ્સફ્રી, આસાન અનુભવ પ્રદાન કરે છે, જે યુઝર્સને ફોટો અને વિડિયો મઢી લેવા, સંગીત સાંભળવા, કોલ્સ કરવા અને મેટા એઆઈ સાથે તેમના આઈવેરમાંથી સીધા જ ઈન્ટરએક્ટ કરવામાં મદદરૂપ થાય છે. જીકેબી ઓપ્ટિકલ્સ ઈચ્છનીય ગ્રાહકો માટે આ ઈનોવેટિવ પ્રોડક્ટ ભારતમાં લાવનારી પ્રથમ રિટેઈલરમાંથી એક છે.આ લોન્ચ પર બોલતાં જીકેબી ઓપ્ટિકલ્સનાં ડાયરેક્ટર પ્રિયંકા ગુપ્તાએ જણાવ્યું હતું કે, “અમને ભારતીય બજારમાં રે-બેન મેટા એઆઈ ગ્લાસીસ રજૂ કરવામાં ભારે રોમાંચ થાય છે. આ લોન્ચ વિઝન સાથે ટેકનોલોજીને વિલીન કરીને અને અમારા ગ્રાહકોને સ્માર્ટ લિવિંગના ભવિષ્યને અસમાંતર પહોંચ આપીને વૈશઅવિક આઈવેર ઈનોવેશનમાં નવીનતમ ઓફર કરવા માટે અમારી કટિબદ્ધતા પ્રદર્શિત કરે છે.’’ગ્રાહકો હવે દેશભરમાં જીકેબી ઓપ્ટિકલ્સ સ્ટોર્સ ખાતે રે-બેન મેટા કલેકશનનો લાઈવ ડેમો અનુભવી શકે છે અને ખરીદી શકે છે. તે મુંબઈ, બેન્ગલુરુ, એનસીઆર, કોલકતા, ચેન્નાઈ, ચંડીગઢ, જયપુર, હૈદરાબાદ, અમદાવાદ, પુણે અને વધુ શહેરોમાં હાલમાં ઉપલબ્ધ છે.