
GLS University Faculty of Commerce એ 20મી ફેબ્રુઆરી 2025ના રોજ ઠાકોરભાઈ દેસાઈ હોલ ઓડિટોરિયમ ખાતે વાર્ષિક કલફેસ્ટ – FACETS 2025ની ઉજવણી કરી.આ શોમાં સંગીત, વેસ્ટર્ન ડાન્સ, ડ્રામા અને ફેશનનું મિશ્રણ હતું. આ વર્ષના શોની થીમ ‘એક્ઝિક્યુટિવ વેર’ હતી. ઈવેન્ટના નિર્ણાયકો સંસ્થાના પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શ્રી નમન ગોર, એક પ્રખ્યાત મોડેલ અને અભિનેતા, શ્રી વૈભવ ઠાકર, કેનડાના ડાન્સર અને ડીજે અને કુ. પૂજા કોષ્ટી એક જાણીતા ફેશન ડિઝાઇનર હતા. 800 થી વધુ પ્રેક્ષકોના જોરદાર ઉત્સાહ વચ્ચે 200 થી વધુ વિદ્યાર્થીઓએ આ શોમાં ભાગ લીધો હતો.