
ગોદરેજ એન્ટરપ્રાઇઝ ગ્રુપના, ગોદરેજ એન્ડ બોયસના એપ્લાયન્સિસ બિઝનેસે તેના નવા એસી પોર્ટફોલિયોનું અનાવરણ કર્યું છે. ઉનાળાની શરૂઆત અને તાપમાનમાં વધારો થતાં, જ કંપનીએ તેમની મલ્ટીપલ કેપેસિટી, ટનેજ, એનર્જી રેટિંગ અને ટેકનોલોજીનો સમન્વ કરતી વિશેષ સેવા માર્કેટમાં મુકવાનુ લક્ષ્ય બનાવ્યું છે. આ વર્ષે કંપની તેમની વિવિધ એસીની સિરીઝમાં 2 ગણા વધારાને પહોંચી વળવા માટે અને વધતા તપામાન અને ઉનાળાને જોઇને 50% વૃદ્ધિનું લક્ષ્ય રાખી રહી છે.ગયા વર્ષથી તેની પ્રકૃતિ-પ્રેરિત સિરિઝને આગળ વધારવા, બ્રાન્ડે નવા વૂડન ફિનિશ એસી રજૂ કર્યા અને તેને તેમાં નવી માર્બલ સિરિઝનું પણ વિસ્તૃતિકરણ કર્યુ છે, જે ડેકોર-ફ્રેન્ડલી ડિઝાઇન ઓફર કરવાની તેમની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. ડિઝાઇન ફોકસ નવા ટોપ થ્રો વિન્ડો એસી સાથે વિન્ડો એસી પર પણ વિસ્તરે છે. વધુમાં, બ્રાન્ડ ટાવર અને કેસેટ એસી સાથે કોમર્શિયલ એસી સેગમેન્ટમાં પ્રવેશ કરીને તેમના ગ્રાહકોની સંખ્યાને પણ વિસ્તૃત કરી રહી છે, જે મોટા રહેણાંક જગ્યાઓ અને કોમર્શિયલ જગ્યાઓની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે રચાયેલ છે.5-સ્ટાર એસી પોર્ટફોલિયોમાં વધુ SKU અને 3 અને 4 ટન સુધી ફેલાયેલી હાયર કૂલિંગ કેપેસિટી, નવા ડિઝાઇનર મોડેલ્સ, હાલના એન્ટી-લીક એસી અને હોટ એન્ડ કોલ્ડ એસી ઉપરાંત મોટી AI સંચાલિત સિરીઝ સાથે, બ્રાન્ડ તેની વૃદ્ધિની મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે તેમના મજબૂત પોર્ટફોલિયો પર આધાર રાખી રહી છે. આ વર્ષે બ્રાન્ડ માટે સૌથી મોટું ધ્યાન કેન્દ્રિત ક્ષેત્ર સ્માર્ટ એસી સેગમેન્ટ રહ્યું છે જેમાં અનેક નવા મોડેલ રજૂ કરવામાં આવ્યા છે. AI-પાવર્ડ ટેકનોલોજી, IoT કનેક્ટિવિટી અને WiFi-સક્ષમ કંટ્રોલની સાથે ગોદરેજ સ્માર્ટ એસી રેન્જ, તેની ઇનસાઇટ બેઝ્ડ સુવિધા સાથે યુઝર્સની સુવિધાને ફરીથી વ્યાખ્યાયિત કરે છે અને 360-ડિગ્રી ઝુંબેશ દ્વારા ગ્રાહકોને સંપૂર્ણ સુવિધા આપવામાટે બ્રાન્ડ સક્ષમ છે.આ લોન્ચ વિશે બોલતા, ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રુપના એપ્લાયન્સિસ બિઝનેસના બિઝનેસ હેડ અને ઇવીપી કમલ નંદીએ જણાવ્યું હતું કે, “અમે અમારા ગ્રાહકો માટે નવિનત્તમ વિચારશિલ ફિલોસોફી સ્માર્ટ એસીની નવી સિરીઝ તૈયારી કરી છે. જે રિમોટ ક્નેક્ટિવિટી અને વોઇસ કમાન્ડથી કામ કરવાથી વધુ આગળ છે. તે આકર્ષક, સમજદાર ઉકેલ આપે છે. જે કોર કૂલિંગનું પરફોર્મન્સ વધારે છે અને વાસ્તવિક સુવિધા ઉમેરે છે. અવિરત કૂલિંગ પ્રદર્શન અને વધુ સારી કાર્યક્ષમતા માટે સ્માર્ટ ફિલ્ટર ક્લિનિંગ જેવા નોટિફિકકેશન આપે છે. આ સુવિધાઓની સાથે સ્માર્ટ શેડ્યૂલર્સ જે રિમોટ અને વૉઇસ કમાન્ડને બિનજરૂરી બનાવે છે, તે જાતે જ ચાલુ અને બંધ કરીને અને તમારા પ્રીસેટ શેડ્યૂલ પર તમારી મરજી મજુબ ટેમ્પરેચર સેટ કરે છે; સ્માર્ટ એનર્જી મોનિટરિંગ, રિમોટ ડાયગ્નોસિસ, ઇઝી ઍક્સેસ અને ઘણું બધું – આ વૉઇસ અને એપ્લિકેશન સક્ષમ સ્માર્ટ એર કંડિશનર્સ ભારતીય ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે. AI સંચાલિત મશીનથી લઈને પેટન્ટ એન્ટી-લીક ટેકનોલોજી, વૂડન ફિનિશવાળા એસીથી લઈને આકર્ષક સ્માર્ટ એસી અને શક્તિશાળી કોમર્શિયલ એસી સુધી, અમારો પ્રયાસ અમારા ગ્રાહકોની પ્રીમિયમ આકાંક્ષાઓને પૂર્ણ કરવાનો છે.”ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રુપના એર કંડિશનર્સ એપ્લાયન્સિસ બિઝનેસમાં પ્રોડક્ટ ગ્રુપ હેડ- સબ્યસાચી ગુપ્તાએ જણાવ્યું હતું કે, “આજે ગ્રાહકોને સ્ટાઇલિશ, વસ્તુઓ અને સ્માર્ટ સુવિધા જોઇએ છે. અમને અમારા વ્યાપક નવા એસી પોર્ટફોલિયો રજૂ કરવામાં ખુશી થાય છે જે અમારા ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરે છે જેમાં હાઇ કૂલિંગ કેપેસિટીથી લઇને હાઇ એનર્જી રેટિંગ, લેટેસ્ટ ડિઝાઇન, AI સંચાલિત, સ્માર્ટ કનેક્ટેડ પોર્ટફોલિયોથી લઈને હેવી ડ્યુટી કોમર્શિયલ એસીનો સમાવેશ થાય છે. નવી સ્માર્ટ એસીનીસિરીઝ હાઇ ડેસિબલ કેમ્પેઇન દ્વારા સમર્થન આપવામાં આવશે. એસી અપનાવવા અને ગ્રાહકોને મદદ કરવા માટે, અમે સરળ EMI વિકલ્પો ઉપરાંત, પાંચ વર્ષ માટે સર્વિસ વિઝિટ ચાર્જ, ગેસ રિફિલ ચાર્જ અને રિમોટ રિપ્લેસમેન્ટ ખર્ચમાંથી મુક્તિ આપી છે – કોઇપણ છુપા ખર્ચ વિના 5-વર્ષની વોરંટી પણ ઓફર કરી રહ્યા છીએ. એક તરફ ઉનાળાના તાપમાનમાં વધારો અને બીજી તરફ નવા પ્રીમિયમ હોમ એર કંડિશનર્સના મજબૂત લાઇનઅપ સાથે, અમે ગત વર્ષની તુલનામાં આ ઉનાળામાં એસી વેચાણમાં 50% થી વધુ વૃદ્ધિ હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખીએ છીએ.”