
ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રૂપના સિક્યોરિટી સોલ્યુશન્સ બિઝનેસે તેના પ્રીમિયમ, ટેકનોલોજી આધારિત હોમ લોકર્સની નવીનતમ શ્રેણી રજૂ કરી છે. આ શ્રેણીએ તેના પોર્ટફોલિયો અને સિક્યોરિટી ક્ષેત્રે તેના બજાર હિસ્સાને મજબૂત બનાવ્યો છે. આધુનિક ઘરના સૌંદર્ય સાથે સંકલિત થાય તેવી રીતે તૈયાર કરાયેલાં આ હોમ લોકર્સ, ટેકનોલોજી સાથે અત્યાધુનિક ડિઝાઇનનો સમન્વય સાધે છે, જે અભેદ્ય સુરક્ષા અને ભવ્ય દેખાવ એમ બંને સુનિશ્ચિત કરે છે. કંપની નાણાકીય વર્ષ 26માં કારોબારમાં 20 ટકાની વૃદ્ધિનો લક્ષ્યાંક ધરાવે છે.ગોદરેજ એન્ટરપ્રાઈઝીસ ગ્રુપના સિક્યોરિટી સોલ્યુશન્સ બિઝનેસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ શ્રી પુષ્કર ગોખલેએ જણાવ્યું હતું કે, “એક સદીથી વધુ સમયથી પસંદગીની બ્રાન્ડ તરીકે, અમે સતત એક એવી કેટેગરીને તૈયાર કરી રહ્યા છીએ જે ભારતીય ઘરોની સાથે વિકસિત થઈ છે. અમારા હોમ લોકરની નવીનતમ શ્રેણી સાથે, અમે ફરી એકવાર સુરક્ષાને પુનઃવ્યાખ્યાયિત કરી રહ્યા છીએ. ગ્રાહકોની જરૂરિયાતને પહોંચી વળવા માટે અમે અમારા લોકરની નવી શ્રેણી શરૂ કરવા આતુર છીએ, જે વિવિધ વિશિષ્ટ સુવિધાઓ, મજબૂત સુરક્ષા અને ભવ્ય ડિઝાઇનથી સજ્જ છે. અમે અમારી બ્રાન્ડની હાજરીને વધુ મજબૂત બનાવવા માટે દ્વિતીય શ્રેણીના બજારો માટે પણ લોકર શરૂ કર્યા છે. અમે બજારથી આગળ રહેવા માટે સતત નવી તકનીકી ભાગીદારી અને રોકાણ કરી રહ્યા છીએ. અદ્યતન સુરક્ષા ઉત્પાદનો અને ઉકેલોનો મજબૂત પોર્ટફોલિયો બનાવવા માટે છેલ્લા ૩ વર્ષમાં અમે નોંધપાત્ર રોકાણ કર્યું છે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ” હોમ લોકર કેટેગરીમાં અમારું નેતૃત્વ જળવાઈ રહ્યું છે, અને નાણાકીય વર્ષ 2026 સુધીમાં આ કેટેગરીમાં લગભગ 70 ટકાનો બજાર હિસ્સો હાંસલ કરવાનું અમારું લક્ષ્ય છે, અને આ અત્યાધુનિક ઉત્પાદનો સુરક્ષા સોલ્યુશન્સ માર્કેટમાં અમારા નેતૃત્વને વધુ મજબૂત બનાવશે.”ઘરો, સંસ્થાઓ, BFSI અને મોટા પાયાના માળખાકીય પ્રોજેક્ટ્સમાં સલામતી ઉકેલોની વ્યાપક શ્રેણી ઉપલબ્ધ બનાવતી એકમાત્ર કંપની તરીકે, ગોદરેજ વ્યૂહાત્મક રીતે ગ્રાહક અને સંસ્થાકીય બંને સેગમેન્ટમાં તેની હાજરીને વિસ્તૃત કરવા માટે પ્રતિબદ્ધ છે. આ ગતિને ધ્યાનમાં રાખીને, કંપનીની નવીનતમ હોમ લોકર રેન્જ ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરે છે; જે વિચક્ષણ, સ્પેસ સેવિંગ ડિઝાઈનથી માંડીને મજબૂત સુરક્ષા સમાધાન ઉપલબ્ધ બનાવે છે જે પ્રીમિયમ અને એસ્થેટિક છે. આ વૃદ્ધિનું મુખ્ય ચાલકબળ સંશોધન અને વિકાસમાં સતત રોકાણ છે, જેમાં ગોદરેજની મહત્વની ભૂમિકા રહી છે. હોમ લોકરની નવી શ્રેણી, ગ્રાહકોની જરૂરિયાતોને અનુરૂપ ભવિષ્ય માટે તૈયાર સુરક્ષા ઉકેલો ઓફર કરવાની ગોદરેજની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
હોમ લોકરની નવી લોન્ચ થયેલી રેન્જમાં એનએક્સ પ્રો સ્લાઇડ, એનએક્સ પ્રો લક્સ, રાઈનો રીગલ અને એનએક્સ સીલનો સમાવેશ થાય છે. ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે રચાયેલા આ ઉત્પાદનો ડ્યુઅલ-મોડ એક્સેસ (ડિજિટલ અને બાયોમેટ્રિક), ઇન્ટેલિજન્ટ આઈબઝ એલાર્મ સિસ્ટમ, કાર્યક્ષમ સ્ટોરેજ અને ભવ્ય ઇન્ટિરિયર્સ ધરાવે છે જે આધુનિક હોમ એસ્થેટિક સાથે સુરક્ષાને સાંકળે છે. આ ઉપરાંત, ગોદરેજે ડિફેન્ડર ઓરમ પ્રો રોયલ ક્લાસ ઇ સેફ પણ લોન્ચ કરી છે, જે જ્વેલર્સ માટે ડિઝાઇન કરવામાં આવેલી બીઆઈએસ-સર્ટિફાઇડ હાઇ-સિક્યુરિટી સેફ છે, જે જૂન 2024 થી નવા ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (ક્યુસીઓ) ને પૂર્ણ કરે છે. એક્યુગોલ્ડ આઇઇડીએક્સ (iEDX) શ્રેણી જ્વેલર્સ, બેંકો અને હોલમાર્કિંગ કેન્દ્રો માટે સોનાના ચોક્કસ, નોન-ડિસ્ટ્રક્ટિવ પરીક્ષણને સક્ષમ બનાવે છે. ગોદરેજ એમએક્સ પોર્ટેબલ સ્ટ્રોંગ રૂમ મોડ્યુલર પેનલ્સ ઉચ્ચ સુરક્ષા, સરળ પરિવહન અને સેટઅપ પૂરું પાડે છે.દ્વિતીય અને તૃતિય શ્રેણીના શહેરોમાં વિસ્તરણ કરીને ગોદરેજ તેની ડિસ્ટ્રિબ્યુશન, ભાગીદારી અને ડિજિટલ હાજરીને મજબૂત કરવાની સાથે સાથે જ 45થી વધુ દેશોમાં વૈશ્વિક વિસ્તરણને વેગ આપી રહ્યું છે. અત્યાધુનિક ઉત્પાદનો અને ગ્રાહક-પ્રથમ અભિગમ સાથે, ગોદરેજ સિક્યુરિટી સોલ્યુશન્સ સલામતી અને વિશ્વસનીયતામાં ઉદ્યોગમાં નવા માપદંડો સ્થાપિત કરવાનું ચાલુ રાખે છે.નવીન ઉત્પાદનોની મજબૂત શ્રેણી, વ્યૂહાત્મક રોકાણો અને ગ્રાહક-પ્રથમ અભિગમ સાથે ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રૂપનો સિક્યોરિટી સોલ્યુશન્સ બિઝનેસ નવા ઔદ્યોગિક માપદંડો સ્થાપિત કરવાનું ચાલુ રાખે છે – જે સલામતી ઉકેલો પૂરા પાડવાની સાથે સાથે જ આત્મવિશ્વાસનું રક્ષણ કરે છે, સશક્ત બનાવે છે અને પ્રેરણા પૂરી પાડે છે.