
સામાન્ય રીતે જ્યારે પણ વિશ્વમાં યુદ્ધ કે તણાવની સ્થિતિ પેદા થાય છે, ત્યારે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવતો હોય છે. પરંતુ ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા જંગ છતાં બજારમાં ઉલટી ગંગા વહી રહી છે. સોનું તેના રેકોર્ડ હાઈ લેવલથી અત્યારે નોંધપાત્ર રીતે સસ્તું મળી રહ્યું છે.શુક્રવારે MCX પર સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 1,58,400 રૂપિયા થયો છે. તે તેના ઓલ ટાઈમ હાઈ (1.93 લાખ રૂપિયા) થી 34,600 રૂપિયા સસ્તું છે.તો બીજી તરફ ચાંદીના ભાવમાં 8,683 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. તે તેના રેકોર્ડ હાઈ (4.20 લાખ રૂપિયા) થી લગભગ 1.60 લાખ રૂપિયા સસ્તી થઈ છે. યુદ્ધ છતાં કિંમતો સ્થિર રહેવા અથવા ઘટવા પાછળના મુખ્ય કારણોમાં વૈશ્વિક રોકાણકારો અત્યારે સોનાના બદલે સુરક્ષિત ચલણ તરીકે ‘ડોલર’ તરફ વળી રહ્યા છે. ડોલર મજબૂત થતા સોનાની માંગમાં ઘટાડો થયો છે. ક્રૂડ ઓઈલ 60 ડોલરથી વધીને 110 ડોલર થતા વૈશ્વિક મોંઘવારીનું જોખમ વધ્યું છે. ઉંચા વ્યાજદર અને મજબૂત ડોલર હંમેશા સોનાની ગતિને ધીમી પાડે છે. વૈશ્વિક એનર્જી સપ્લાયનો 20% હિસ્સો અહીં અટવાયેલો છે, જેના કારણે તેલના ભાવ વધ્યા છે, પરંતુ રોકાણકારો સોનામાં રોકાણ કરવાને બદલે અત્યારે સાવચેતી જાળવી રહ્યા છે. સોનાના ભાવમાં 15 થી 20% નો વધારો થઈ શકે છે. જો અમેરિકાની ઇકોનોમી નબળી પડશે તો સોનામાં તેજી આવશે, પરંતુ જો ડોલર વધુ મજબૂત થશે તો કિંમતો હજુ પણ નીચે જઈ શકે છે.


