Saturday, September 26, 2026
HomeBusinessસોના-ચાંદીમાં કડાકો : સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી

સોના-ચાંદીમાં કડાકો : સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધ અને વૈશ્વિક તણાવની વચ્ચે સોના-ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેનાથી રોકાણકારો હેરાન છે. સામાન્ય રીતે અશાંતિના સમયમાં સોના-ચાંદીને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે અને તેના ભાવ વધતા હોય છે, પરંતુ આ વખતે બજાર ખુલતાંની સાથે જ કિંમતી ધાતુઓના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સોમવારે ચાંદીના ભાવમાં એકાએક 7,500 રૂપિયા અથવા 2.53% સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનું પણ પ્રતિ 10 ગ્રામ 1800 રૂપિયાથી વધુ સસ્તું થયું છે. ચાંદીના ભાવમાં આવેલા આ મોટા ઘટાડાની વાત કરીએ તો, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર શુક્રવારે ચાંદીનો ભાવ 2,68,285 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો, જે સોમવારે ખુલતાંની સાથે જ ઘટીને 2,60,743 રૂપિયા પર આવી ગયો હતો. આમ, માત્ર એક જ ઝટકામાં ચાંદી પ્રતિ કિલો 7,542 રૂપિયા સસ્તી થઈ છે.  તેવી જ રીતે સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે 1,61,634 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયેલું સોનું સોમવારે ઘટીને 1,59,826 રૂપિયા પર પહોંચ્યું હતું, એટલે કે 24 કેરેટ સોનામાં પ્રતિ 10 ગ્રામ 1808 રૂપિયાનો ઘટાડો થયો છે. સામાન્ય રીતે જ્યારે દુનિયામાં તણાવ વધે છે, ત્યારે રોકાણકારો સોના-ચાંદીને સુરક્ષિત માનીને તેમાં રોકાણ વધારે છે, જેના કારણે તેના ભાવ આસમાને પહોંચતા હોય છે. જોકે, અત્યારે સ્થિતિ થોડી અલગ જોવા મળી રહી છે, કારણ કે યુદ્ધની શરૂઆતમાં ભાવમાં મોટો ઉછાળો આવ્યા બાદ હવે રોકાણકારો નફો વસૂલ કરવાનું એટલે કે ‘પ્રોફિટ બુકિંગ’ કરવાનું પસંદ કરી રહ્યા છે. એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, રોકાણકારો અત્યારે કિંમતી ધાતુઓમાં રોકાણ કરવાને બદલે હાથ પર રોકડ રકમ રાખવાને વધુ મહત્ત્વ આપી રહ્યા છે, જેના પરિણામે બજારમાં સોના-ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here