
ગુજરાત ટાઇટન્સે 2026ની સિઝન માટે જે ખેલાડીઓ તેણે જાળવી રાખ્યા છે તેની યાદી આજે જાહેર કરી હતી અને આગામી હરાજી પૂર્વે ફ્રેન્ચાઇઝી સાથે જળવાઈ રહેનારા મુખ્ય ગ્રુપની વિગતો રજૂ કરી હતી.
ટાઇટન્સે કેપ્ટન શુભમન ગિલ, રાશિદ ખાન, સાઇ સુદર્શન, રાહુલ તિવેટિયા, શાહરૂખ ખાન, જોસ બટલર, મોહમ્મદ સિરાજ અને અન્ય સહિતના મુખ્ય ખેલાડીઓને જાળવી રાખ્યા છે જેઓ નવી સિઝન માટે ટીમની યોજનાના કેન્દ્રમાં યથાવત રહેશે. ટીમના રિસ્ટ્રક્ચરિંગના ભાગરૂપે ફ્રેન્ચાઇઝીએ ગેરાલ્ડ કોએત્ઝી, કરીમ જનત, મહિપાલ લોમરોર અને કુલવંત ખેજરોલિયાને રિલીઝ કર્યા છે. આ પગલું દર્શાવે છે કે ટીમ સંતુલન જાળવવા પર ધ્યાન આપી રહી છે અને 2026ના કેમ્પેઇન પૂર્વે ચોક્કસ બાબતોને મજબૂત બનાવી રહી છે. અગાઉ, શેરફેન રૂધરફોર્ડને મુંબઈ ઈન્ડિયન સાથે ટ્રેડ કરવામાં આવ્યો હતો.


