
ટાટા આઈપીએલ 2025ની વધુ એક ખૂબ જ રોમાંચક સિઝન માટે ઉત્સુકતા ઊભી કરતા ગુજરાત ટાઇટન્સ (જીટી) વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેમની હોમ મેચીસ માટે ચાહકો અને દર્શકોનું સ્વાગત કરે છે. ગુજરાત ફ્રેન્ચાઇઝીએ ઓનલાઇન ટિકિટોના વેચાણ શરૂ કર્યાની જાહેરાત કરી છે જેનો બુધવારે, પાંચમી માર્ચથી પ્રારંભ થશે. ઝોમેટોની ડિસ્ટ્રીક્ટ એ ઓફિશિયલ ટિકિટિંગ પાર્ટનર છે અને ચાહકો ગુજરાત ટાઇટન્સ (જીટી) એપ અને ડિસ્ટ્રીક્ટ એપ પરથી ટિકિટ્સ ઓનલાઇન ખરીદી શકશે.ગુજરાત રાજ્યની ભાવના તથા વિશ્વભરમાં વધતા ચાહકોના પ્રેમ અને સમર્થનના જોરે ગુજરાત ટાઇટન્સ અમદાવામાદં તેમની હોમ મેચીસ માટે વધુ એક રોમાંચક સિઝન માટે તૈયાર છે. ટિકિટિંગનો પહેલો તબક્કો ઓનલાઇન ખરીદી માટે લાઇવ રહેશે જેમાં ચાહકો અને રમતપ્રેમીઓ તેમની ઇચ્છિત જગ્યાઓ પસંદ કરી શકશે. ટીમ ટિકિટ બુકિંગના અનુભવને સરળ બનાવવા માટે પગલાં લઈ રહી છે અને ઓફલાઇન ટિકિટ્સની ઉપલબ્ધતા અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થશે.ગુજરાત ટાઇટન્સના સીઓઓ કર્નલ અરવિંદર સિંહે જણાવ્યું હતું કે “ચાહકો કોઈપણ ટીમની કરોડરજ્જુ હોય છે અને તેમને સંપૂર્ણ અનુભવ મળે તે સુનિશ્ચિત કરવું પ્રાથમિકતા છે. અમે અમારા હોમ સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમવાનું શરૂ કર્યું ત્યારથી અમે એ બાબતે ખૂબ જ ધ્યાન આપ્યું છે કે અમે ચાહકો અને દર્શકો માટે મેચ જોવાના અનુભવને કેવી રીતે વધારી શકીએ. ગયા વર્ષે અમારી 90 ટકાતી વધુ ટિકિટ્સ ઓનલાઇન ખરીદવામાં આવી હતી અને ઘરઆંગણે અમારા ચાહકોને ડિલિવર કરવામાં આવી હતી. 2025ની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે અમે મલ્ટી-મોડલ ટિકિટિંગ સિસ્ટમ લાવ્યા છીએ જે અમારા ચાહકોને સ્ટેડિયમમાં તેમનો સમય માણવા માટે તેમની ટિકિટ્સ મેળવવાનો સરળ અનુભવ પૂરો પાડશે. તબક્કાવાર ટિકિટિંગથી માંડીને સ્ટેડિયમમાં અન્ય રોમાંચક પ્રવૃત્તિઓ સુધીની જરૂરી તમામ સુવિધાઓ અંગે તેમને સહાય પૂરી પાડવામાં આવશે જેથી તેઓ સરળ રીતે એક્સેસ મેળવી શકે અને મોટી સંખ્યામાં સાથે આવીને સ્ટેડિયમમાં જોશભરી #AavaDe ની ભાવના લાવી શકે.”ઝોમેટોની ડિસ્ટ્રીક્ટ સાથે ભાગીદારી કરીને ગુજરાત ટાઇટન્સ દિલધડક ક્રિકેટની વધુ એક રોમાંચક સિઝન માટે ચાહકોનું તેમના હોમ ગ્રાઉન્ડ પર સ્વાગત કરવા માટે તૈયાર છે અને સુનિશ્ચિત કરે છે કે ટિકિટોની ખરીદી ડિજિટલ પ્લેટફોર્મ્સ થકી સહજ, સુવિધાજનક અને સુલભ રહે.વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમીને ગુજરાત ટાઇટન્સે અગાઉની સિઝનમાં તેમની હોમ મેચીસ થકી મજબૂત ચાહક વર્ગ બનાવ્યો છે. 2025ની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે ગુજરાત ટાઇટન્સ 25મી માર્ચે પંજાબ કિંગ્સ સામેની તેમની પહેલી હોમ મેચ રમશે.નવી સિઝન અંગેનો રોમાંચ જોતા ચાહકોને તેમની પસંદગીની જગ્યા બુક કરવા, છેલ્લી ઘડીની દોડધામ ટાળવા અને જોશભર્યા માહોલનો ભાગ બનવા માટે તેમની ટિકિટ્સ વહેલા બુક કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે કારણ કે ગુજરાત ટાઇટન્સ વધુ એક રોમાંચક સિઝન માટે સજ્જ છે.