Thursday, January 16, 2025
HomeBusinessગુજરાત 37% FDI મેળવી સતત ચોથા વર્ષે દેશભરના રાજ્યોમાં ટોચ પર

ગુજરાત 37% FDI મેળવી સતત ચોથા વર્ષે દેશભરના રાજ્યોમાં ટોચ પર

Date:

spot_img

Related stories

સંગીત વાદ્ય “પખાવજ” ની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી, સંગીત...

અમદાવાદમાં રવિવારે એચ કે ઓડિટોરિયમ ખાતે આચાર્ય ગૃહ મંદિર...

ઊંધિયા વગર ઉત્તરાયણ તો અધૂરી જ લાગે! માત્ર અમદાવાદમાં...

ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે....

“પતંજલિ સ્કૂલ્સના એજ્યુકેશન ફેસ્ટ. 2025” માં ધ્યાનમ પ્રોડક્શન્સ દ્વારા...

અવલોકનની અનુભૂતિ કરાવવાના વિચાર સાથે પતંજલિ સ્કૂલ્સના અનુભવી શિક્ષકોના...

પતંગ રસિયા આનંદો : હવામાન ખાતાની આગાહી, પવનની ગતિ...

પતંગોત્સવ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે...

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં 80 હજાર લોકો ઉમટ્યા

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં બાળકો સહિત 80 હજારથી...

કોઈને મોક્ષની આશા તો કોઈ આધ્યાત્મિક યાત્રા પર, મહાકુંભમાં...

આજે પોષ પૂનમના અવસરે મહાકુંભ 2025નો પ્રારંભ થઇ ગયો...
spot_img

મુખ્યમંત્રી વિજય રૂપાણીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વમાં ગુજરાત ઔદ્યોગિક રોકાણોમાં વર્ષ ૨૦૨૦-૨૧માં દેશના કુલ ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ FDIમાંથી ૩૭% FDI મેળવી સતત ચોથા વર્ષે દેશભરના રાજ્યોમાં ટોચ પર રહ્યું છે. કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં પણ સતત બીજા વર્ષે ગુજરાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાદર્શનમાં દેશભરમાં સૌથી વધું એફ.ડી.આઇ. મેળવવાની આ સિદ્ધી પ્રાપ્ત કરી છેઆ નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન ગુજરાતમાં મોટાભાગનું વિદેશી રોકાણ કમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર ક્ષેત્રમાં ૯૪% ટકા જેટલું આવ્યું છે. આ ક્ષેત્રમાં દેશમાં આવેલા કુલ રોકાણમાં એકલા ગુજરાતનો હિસ્સો જ ૭૮ % છે.આ ક્ષેત્રે આવેલા એફ.ડી.આઇમાં ગુજરાત પછીના ક્રમે રહેલા રાજ્યોમાં કર્ણાટક માત્ર 9 ટકા અને દિલ્હી 5 ટકા એફ.ડી આઇ હિસ્સો ધરાવે છે.નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧માં ૩૭ ટકા વિદેશી રોકાણ સાથે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રિમ છે ત્યારબાદના ક્રમે રહેલા મહારાષ્ટ્રમાં ૨૭ ટકા અને કર્ણાટક ૧૩ ટકા વિદેશી રોકાણ આવ્યું છે એટલે કે ગુજરાત મહારાષ્ટ્ર કરતા ૧૦ % અને કર્ણાટક કરતા ૨૪% વધું વિદેશી મુડી રોકાણ સાથે રાજ્ય સરકારની ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી ટ્રાન્સપેરેન્ટ પોલીસી તથા વિવિધ ઇન્સેન્ટીવ્સના પરિણામે દેશ વિદેશના ઉદ્યોગકારો માટે બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પારદર્શી અને સ્વચ્છ પ્રશાસન સાથે રાજ્યમાં ઊદ્યોગોને વધુ પ્રમાણમાં પ્રેરિત કરવા ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસનો જે વ્યાપ વિસ્તાર્યો છે. ઇન્ડસ્ટ્રી પોલિસી ર.૦ માં ઊદ્યોગોને વ્યાપક પ્રોત્સાહન આપ્યું છે તેની ફલશ્રુતિએ કોરોના સંક્રમણના આ કપરા વર્ષો દરમિયાન પણ રાજ્યમાં આવેલા એફ.ડી.આઇ.માં માતબર વધારો થયો છે.ભારતમાં ૨૦૧૯-૨૦ના વર્ષના ૭૪.૩૯ બિલિયન અમેરીકી ડોલર એફ.ડી.આઇ.ની તુલનાએ ૧૦ % વધું ૨૦૨૦-૨૧ દરમ્યાન અત્યાર સુધીનું સૌથી વધુ કુલ ૮૧.૭૨ બિલિયન અમેરિકી ડોલરનું એફડીઆઇ રોકાણ આવ્યું છે.

સંગીત વાદ્ય “પખાવજ” ની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી, સંગીત...

અમદાવાદમાં રવિવારે એચ કે ઓડિટોરિયમ ખાતે આચાર્ય ગૃહ મંદિર...

ઊંધિયા વગર ઉત્તરાયણ તો અધૂરી જ લાગે! માત્ર અમદાવાદમાં...

ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે....

“પતંજલિ સ્કૂલ્સના એજ્યુકેશન ફેસ્ટ. 2025” માં ધ્યાનમ પ્રોડક્શન્સ દ્વારા...

અવલોકનની અનુભૂતિ કરાવવાના વિચાર સાથે પતંજલિ સ્કૂલ્સના અનુભવી શિક્ષકોના...

પતંગ રસિયા આનંદો : હવામાન ખાતાની આગાહી, પવનની ગતિ...

પતંગોત્સવ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે...

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં 80 હજાર લોકો ઉમટ્યા

રવિવારની રજા હોવાથી ફ્લાવર શૉમાં બાળકો સહિત 80 હજારથી...

કોઈને મોક્ષની આશા તો કોઈ આધ્યાત્મિક યાત્રા પર, મહાકુંભમાં...

આજે પોષ પૂનમના અવસરે મહાકુંભ 2025નો પ્રારંભ થઇ ગયો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here