Wednesday, January 29, 2025
HomeGujaratઅમદાવાદમાં HDFC બેંક દ્વારા પ્રજાસત્તાક દિવસના ઉપલક્ષ્યમાં તિરંગા યાત્રાનું કરાયું આયોજન

અમદાવાદમાં HDFC બેંક દ્વારા પ્રજાસત્તાક દિવસના ઉપલક્ષ્યમાં તિરંગા યાત્રાનું કરાયું આયોજન

Date:

spot_img

Related stories

જેકે સિમેન્ટ લિમિટેડે જમ્મુ અને કાશ્મીરમાં તેની ઉપસ્થિતિ સ્થાપી...

ભારતની અગ્રણી બિલ્ડિંગ મટિરિયલ કંપનીઓ પૈકીની એક તથા ગ્રે...

ભાવનગર રેલવે ડિવિઝનના 12 કર્મચારીઓને ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા...

પશ્ચિમ રેલ્વે ભાવનગર ડીવીઝન ના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી...

અસલ વાર્તાકાર વાર્તા કથનકાર કે લેખક છે? ડિઝની+ હોટસ્ટાર...

તમારા હૃદયના તારને ઢંઢોળનાર અને તમારી કલ્પનાઓને જાગૃત કરનારી...

અમદાવાદ મંડળ પર 76મા ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં...

પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ પર 76મા ગણતંત્ર દિવસ...

ગુજરાત સાયન્સ સિટીમાં 76માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી; વિજ્ઞાન...

26 જાન્યુઆરીના દિવસે સમગ્ર દેશમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી...

ડૉ. અગ્રવાલ્સ હેલ્થ કેર લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર બુધવાર,...

ડૉ. અગ્રવાલ્સ હેલ્થ કેર લિમિટેડ, આંખની સંભાળ સેવા ઉદ્યોગમાં...
spot_img

સંપત્તિ અને બજાર મૂડીકરણની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની અગ્રણી HDFC બેંક દ્વારા શુક્રવારે અમદાવાદમાં તિરંગા યાત્રાના આયોજન સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ભવ્ય યાત્રાના આયોજન થકી ડિજિટલ અને સાયબર છેતરપિંડી વિશે જાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુ સાથે દેશભક્તિની ભાવનાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ તિરંગા યાત્રા રિલીફ રોડ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે શરૂ થઈ હતી અને ગાંધી રોડ, ખડિયા, સુમેલ બિઝનેસ પાર્ક, સારંગપુર, સ્વામિનારાયણ મંદિર અને શાહીબાગ વગેરે વિવિધ વિસ્તારોમાંથી પસાર થયા પછી અસારવા ખાતે સમાપ્ત થઈ હતી. આ યાત્રામાં બેંક અધિકારીઓ, ગ્રાહકો અને સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમણે યાત્રા દરમિયાન રાષ્ટ્રીય ધ્વજ અને માહિતીપ્રદ પત્રિકાઓનું વિતરણ કર્યું હતું. જેમાં રાષ્ટ્રીય ભાવનાના સંદેશ અને સુરક્ષિત ડિજિટલ બેંકિંગ પ્રથાઓના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. તિરંગા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના નાગરિકોને આજના ડિજિટલ યુગમાં સાયબર છેતરપિંડી સામે સાવચેત રહેવાની જરૂરિયાત વિશે શિક્ષિત કરવાની સાથે રાષ્ટ્રના મૂલ્યોનું સન્માન કરવાનો હતો. રાષ્ટ્રીય ગૌરવને નાણાકીય શિક્ષણ સાથે જોડીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવાની આ ખરેખર એક અનોખી રીત હતી. ડિજિટલ સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટેના HDFC બેંકના પ્રયાસોએ લોકોને પ્રભાવિત કર્યા હતા અને યાત્રાને જબરદસ્ત સફળતા મળી હતી. બેંક દ્વારા સુરત અને વડોદરામાં પણ આવી જ તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને પણ નાગરિકો તરફથી ખુબજ સરસ પ્રતિસાદ મળ્યો હતો.

જેકે સિમેન્ટ લિમિટેડે જમ્મુ અને કાશ્મીરમાં તેની ઉપસ્થિતિ સ્થાપી...

ભારતની અગ્રણી બિલ્ડિંગ મટિરિયલ કંપનીઓ પૈકીની એક તથા ગ્રે...

ભાવનગર રેલવે ડિવિઝનના 12 કર્મચારીઓને ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા...

પશ્ચિમ રેલ્વે ભાવનગર ડીવીઝન ના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી...

અસલ વાર્તાકાર વાર્તા કથનકાર કે લેખક છે? ડિઝની+ હોટસ્ટાર...

તમારા હૃદયના તારને ઢંઢોળનાર અને તમારી કલ્પનાઓને જાગૃત કરનારી...

અમદાવાદ મંડળ પર 76મા ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં...

પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ પર 76મા ગણતંત્ર દિવસ...

ગુજરાત સાયન્સ સિટીમાં 76માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી; વિજ્ઞાન...

26 જાન્યુઆરીના દિવસે સમગ્ર દેશમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી...

ડૉ. અગ્રવાલ્સ હેલ્થ કેર લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર બુધવાર,...

ડૉ. અગ્રવાલ્સ હેલ્થ કેર લિમિટેડ, આંખની સંભાળ સેવા ઉદ્યોગમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here