
તમારા ફેવરીટ એન્ડટીવીના શો ભીમા, હપ્પુ કી ઉલટન પલટન અને ભાભીજી ઘર પર હૈ આ સપ્તાહમાં રોચક વળાંકો અને ચૂકી નહીં જવા જોઈએ તેવો ડ્રામા લાવવા સાથે ભાવનાઓના રોલરકોસ્ટર માટે તૈયાર થઈ જાઓ. ભીમાની આગામી વાર્તા વિશે સ્મિતા સાબળે ઉર્ફે ધનિયા કહે છે, “ભીમામાં બાબાસાહેબ (અથર્વ)થી પ્રેરિત યુવા ભીમા (તેજસ્વિની સિંહ) ઊંડા રોપાયેલા જાતિ વિભાજનનાં મૂળિયાં સામે મજબૂત વલણ અપનાવે છે. ધર્મશીલા મીરા સાથે વાસણો આદાનપ્રદાન કરવા માટે ઈનકાર કરે છે ત્યારે અણધાર્યું પગલું પરિવારને તેમના પૂર્વગ્રહનો સામનો કરવા મજબૂર કરે છે. દરમિયાન વિશંભર (વિક્રમ દ્વિવેદી) દહેજ અને મહિલાના અધિકારો આસપાસની ખોટી માન્યતાઓ વિશે બોલે છે, પરંતુ કૈલાશ બુઆ (નીતા મોહિંદ્રા) જાતિવાદને વેર વાવે છે. ફૂલમતિયા ઘરમાં પ્રતિકાત્મક રેખા દોરે છે ત્યારે ભીમા કૂવો ખોદવાના કામમાંથી અપવાદનો સામનો કરે છે. તેના ઓજાર તરીકે ભૂખ સામે તે શિક્ષણને પસંદ રે છે. મીરા તેની ભૂખ દબાવે છે અને મેવા (અમિતા ભારદ્વાજ) તથા ધનિયા (સ્મિતા સાબળે) કામ માટે સંઘર્ષ કરે છે, જ્યારે ભીમા પોતાની માતા ખાશે નહીં ત્યાં સુધી કશું પણ ખાવાનો ઈનકાર કરે છે.’’ હપ્પુ કી ઉલટન પલટનમાં આગામી વાર્તા વિશે હિમાની શિવપુરી ઉર્ફે કટોરી અમ્મા કહે છે, “હપ્પુ (યોગેશ ત્રિપાઠી) પોતાને હાસ્યસભર ઝંઝટમાં પામે છે. તેની ઊંઘરહિત રાત ત્યારે નવો વળાંક લે છે જ્યારે પાડોશી માથુર એવી ફરિયાદ લઈને આવે છે કે હપ્પુનું ઘોરવાનું એટલું મોટું છે તેના કામમાં અવરોધ પેદા થાય છે. હપ્પુ માથુરના આરોપને તોછડાઈથી નકારી કાઢે છે, જે પછી માથુર કમિશનર (કિશોર ભાનુશાલી)નો નજીકનો મિત્ર હોવાની જાણ થતાં પછીથી માફી માગે છે. હવે સજા તરીકે હપ્પુને નાઈટ ડ્યુટી અપાય છે. દરમિયાન ચમચી (ઝારા વારસી) એક ઈન્ડોનેશિયન છોકરીની હૃતિક (આર્યન પ્રજાપતિ) અને રણબીર (સોમ્યા આઝાદ) સાથે મુલાકાત કરાવતાં ઘરમાં ધાંધલ મચીને દુશ્મની પેદા થાય છે અને અમ્મા (હિમાની શિવપુરી) ગાયકીના પાઠ શરૂ કરે છે. હપ્પુ નારાજ થાય છે. બેની (વિશ્વનાથ ચેટરજી) હપ્પુનાં પીણાંમાં ઊંઘની ગોળીઓ મિશ્રણ કરીને સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કરે છે!’’ ભાભીજી ઘર પર હૈની આગામી વાર્તા વિશે રોહિતાશ ગૌર ઉર્ફે મનમોહન તિવારી કહે છે, “ચાના સ્ટોલ પર નજીવી દલીલબાજીમાંથી તિવારી (રોહિતાશ ગૌર) અને વિભૂતિ (આસીફ શેખ) વચ્ચે જંગ છેડાય છે. તિવારી પોતાનું વોલેટ ભૂલી ગયો હોવાથી વિભૂતિને પૈસા ચૂકવવા કહે છે, પરંતુ વિભૂતિ પાસે પણ ફક્ત બે રૂપિયા હોય છે. તિવારી તેની નિર્દયતાથી મજાક કરે છે અને ટૂંક સમયમાં જ આખી કોલોની તેની સાથે જોડાય છે. ક્રોધિત અને અપમાનિત વિભૂતિ તિવારી સાથે ફરી ક્યારેય નહીં વાત કરશે એવા સમ ખાય છે. તિવારી પણ તેવા જ સમ ખાય છે. ડિનર પર પણ શીતયુદ્ધ ચાલુ રહે છે. અંગૂરી (શુભાંગી અત્રે) અને અનિતા (વિદિશા શ્રીવાસ્તવ) સંદેશવાહક તરીકે કામ કરવા મજબૂર બને છે. જોકે કશું કામ નથી કરતું ત્યારે અનિતા અને અંગૂરી ટીકા (વૈભવ માથુર) અને ટિલ્લુ (સલીમ ઝૈદી)ને રોકીને વિભૂતિ પર ખતરનાક આખલાના હુમલાનું નાટક રચે છે. શું ચુપકીદી તોડવા આ યોજના કામ કરશે કે પછી તેની ઊલટ અસર થશે?’’જોતા રહો ભીમા રાત્રે 8.30, હપ્પુ કી ઉલટન પલટન રાત્રે 10.00 અને ભાભીજી ઘર પર હૈ રાત્રે 10.30, સોમવારથી શુક્રવારે ફક્ત એન્ડટીવી પર! ચૂકશો નહીં!