
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોમવારે સોના અને ચાંદીમાં રોકાણકારો માટે સોનાનો દિવસ ઉગ્યો છે. બંને કિંમતી ધાતુઓમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે અને ભાવ ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચી ગયા છે.MCX પર ચાંદીના વાયદાના ભાવમાં આજે ઉછાળો જોવા મળ્યો છે, જેણે તમામ જૂના રૅકોર્ડ તોડી નાખ્યા છે.જૂનો બંધ ભાવ(Prev. Close): અગાઉના ટ્રેડિંગ સત્રમાં 05 માર્ચ, 2026 વાયદાની ચાંદીનો ભાવ ₹2,52,725 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.નવો ખૂલતો ભાવ(Open): આજે બજાર ખૂલતાની સાથે જ ચાંદીમાં ₹10,109નો જંગી ગેપ-અપ જોવા મળ્યો અને ભાવ ₹2,62,834 પર ખૂલ્યો.દિવસ દરમિયાન ખરીદીનું દબાણ વધતા ચાંદીનો ભાવ ₹2,65390ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો છે. આ રિપોર્ટ લખાઈ રહ્યો છે ત્યાં સુધી ચાંદીનો ભાવ ₹12030(+4.79%)ના જબરદસ્ત ઉછાળા સાથે ₹2,64,705 પર ટ્રેડ કરી રહ્યો છે.
ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ મજબૂત તેજી જોવા મળી છે અને તેણે પણ પોતાની નવી રૅકોર્ડ સપાટી બનાવી છે.


