ઈન્ટરનવેશનલ કન્વેશન એન્ડ એક્સ્પો સેન્ટરની આધારશિલા રાખવા માટે પીએમ મોદીએ ફરી એક વખત દિલ્હી મેટ્રોની સવારી કરી. વડાપ્રધાને ધૌલા કુંવાથી દ્વારકા સુધીની આ યાત્રા દિલ્હી મેટ્રોમાં કરી.
PM મોદી જે IICC સેન્ટરની આધારશિલા રાખવા પહોંચ્યા તે 11 હજાર લોકોની ક્ષમતાવાળું છે. જે દ્વારકાના સેકટર 25માં સ્થિત છે. આ દરમિયાન વડાપ્રધાને સામાન્ય લોકો સાથે મુસાફરી કરી. સમગ્ર યાત્રા દરમિયાન લોકો પીએમની સાથે સેલ્ફી લેતાં જોવા મળ્યાં. તેમજ કેટલાંક લોકોએ વડાપ્રધાન સાથે હાથ પણ મિલાવ્યાં.
દેશી અને વિદેશી વેપારનું સેન્ટર બનશે- વડાપ્રધાન
– PM મોદીએ IICC સેન્ટરની આધારશિલા રાખતાં કહ્યું કે, “આ પ્રોજેક્ટ 26000 કરોડનો છે અને તે 80 કરોડ યુવકોના એટીટ્યૂડ અને ઉર્જાનું કેન્દ્ર બનશે. આ માત્ર કન્વેશન અને એક્સ્પો સેન્ટર નહીં પરંતુ દેશી અને વિદેશી વેપારનું વાઈબ્રન્ટ સેન્ટર હશે.”
– વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, “આ દિલ્હીની અંદર એક નાના શહેર જેવું હશે. એક કેમ્પસમાં એક જ કન્વેન્શન હોલ, એક્સ્પો હોલ, મીટિંગ હોલ, હોટલ, માર્કેટ, ઓફિસ તેમજ અન્ય સુવિધાઓ પણ હશે.”
– દિલ્હીના આ પ્રોજેક્ટ બાદ વડાપ્રધાન મોદી 24 તારીખે હૈદરાબાદ પણ જશે જ્યાં તેઓ એક મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. જે બાદ હૈદરાબાદ મેટ્રે દેશની બીજી સૌથી મોટી મેટ્રો નેટવર્ક બની જશે. પહેલાં નંબરે દિલ્હી મેટ્રો છે.