અગ્રણી મેનેજમેન્ટ સંસ્થાઓમાંની એક કે જે તેનાં નવીનતા, સમાવેશીતા તથા અખંડિતતા માટે જાણીતી છે એવી આઇઆઇએમ સંબલપુરે તેના દિલ્હી કેમ્પસ ખાતે બિઝનેસ એનાલિટિક્સમાં તેના સર્વપ્રથમ પૂર્ણ-સમયના એમબીએ પ્રોગ્રામની રજૂઆત કરી છે. માન્ય સીએટી પર્સન્ટાઇલ તથા STEM શૈક્ષણિક બેકગ્રાઉન્ડ સાથે એક વર્ષનાં સંબંધિત અનુભવ ધરાવતા ઉમેદવારો પ્રવેશ માટે અરજી કરી શકે છે. આ સંસ્થાએ થાઇલેન્ડ ખાતે એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (એઆઇટી) સાથે ડ્યુઅલ-ડિગ્રી કોર્સ માટે એમઓયુ પર પણ હસ્તાક્ષર કર્યા છે જેનો હેતુ વિદ્યાર્થીઓને વિશ્વ સ્તરીય, આંતરશાખાકીય શિક્ષણ પૂરું પાડવાનો છે જે ફ્લેગશીપ એમબીએ અને બિઝનેસ એનાલિટિક્સની ક્ષમતાઓને જોડે છે. નોંધનીય બાબત એ છે કે એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (એઆઇટી) ના માસ્ટર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (એમબીએ) પ્રોગ્રામને થાઇલેન્ડના ટોચના એમબીએ પ્રોગ્રામ્સમાં સતત સ્થાન આપવામાં આવે છે. 2024 માં, QS ગ્લોબલ એમબીએ રેન્કિંગ્સ દ્વારા આ પ્રોગ્રામને એશિયામાં #23 અને વૈશ્વિક સ્તરે ટોચના 200માં સ્થાન આપવામાં આવ્યું હતું.આ નવો શરૂ કરાયેલ અભ્યાસક્રમ અત્યાધુનિક એનાલિટિકલ અને ટેક્નોલોજીકલ ક્ષમતાઓ સાથે મેનેજમેન્ટ શિક્ષણમાં પ્રવેશ કરે છે જે ફ્યૂચર – રેડી વ્યાવસાયિકોને તાલીમ આપવા માટે રચાયેલ છે જે એઆઇ ડેટા-સંચાલિત વિશ્વમાં નેવિગેટ કરવા માટે બિઝનેસ એનાલિટિક્સમાં જટિલ પડકારોનો સામનો કરવા સક્ષમ છે. ડ્યુઅલ-ડિગ્રી પ્રોગ્રામ STEM શિક્ષણ ફ્રેમવર્કને અનુસરે છે જેમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતના વિષયો મેનેજમેન્ટ સિદ્ધાંતો સાથે મળીને શીખવવામાં આવે છે. આ તેને ભારતીય બિઝનેસ સ્કૂલ્સમાં એક વિશિષ્ટ ઓફર બનાવે છે. તે એવા વ્યાવસાયિકોની વધતી માંગને પૂર્ણ કરે છે જેઓ વ્યવસાયિક સંદર્ભે એડવાન્સ્ડ એનાલિટિક્સ, મોટો ડેટા, કૃત્રિમ બુદ્ધિ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરી શકે છે.
આ સહયોગી કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓ આઇઆઇએમ સંબલપુરનાં દિલ્હી કેમ્પસમાં અભ્યાસનું પ્રથમ વર્ષ વિતાવશે અને બીજા વર્ષમાં એઆઇટી થાઈલેન્ડ જવાનો વિકલ્પ મળશે. સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી તેમને બિઝનેસ એનાલિટિક્સમાં વિશેષતા સાથે ડ્યુઅલ ડિગ્રી અને થાઈલેન્ડમાં એક વર્ષનો એક્સટેન્ડેડ વર્ક-વિઝા આપવામાં આવશે જેના દ્વારા તેઓ તેમની આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિક કારકિર્દી શરૂ કરવાની તક મેળવી શકશે.આઇઆઇએમ સંબલપુરનાં ડિરેક્ટર પ્રોફેસર મહાદેવ જયસ્વાલે કહ્યું કે, “બિઝનેસ એનાલિટિક્સમાં એમબીએની શરૂઆત આઇઆઇએમ સંબલપુરની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ પ્રોગ્રામ માત્ર ભારતની એનાલિટિક્સ અને ટેક્નોલોજી માટે વૈશ્વિક કેન્દ્ર બનવાની મહત્વાકાંક્ષા સાથે જ સુસંગત નથી પણ અમારા વિદ્યાર્થીઓને વધુને વધુ એકબીજા સાથે જોડાયેલા અને ડેટા-આધારિત વિશ્વમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પણ તૈયાર કરે છે. અમારું દિલ્હી કેમ્પસ બિઝનેસ એનાલિટિક્સમાં નવા રજૂ કરાયેલ એમબીએ ઓફર કરશે, જે 70 વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે. અરજદારો પાસે ઓછામાં ઓછી મૂળભૂત શૈક્ષણિક લાયકાત અને ઓછામાં ઓછો એક વર્ષનો વર્ક અનુભવ હોવો ફરજીયાત છે. પ્રોફેસર જયસ્વાલે આગળ ઉમેર્યુ કે, “એઆઇટી થાઇલેન્ડ સાથે ભાગીદારી આઇઆઇએમ સંબલપુરની વૈશ્વિક ભાગીદારીઓને મજબૂત બનાવે છે તથા નવીનતા, સમાવેશીતા તથા અખંડિતતા દર્શાવતા લીડર્સ તૈયાર કરવા પ્રત્યે સંસ્થાના ધ્યાનને પ્રતિબિંબિત કરે છે.”અત્રે નોંઘનીય છે કે આઇઆઇએમ સંબલપુર પહેલેથી જ બે ડ્યુઅલ ડિગ્રી ઓફર કરે છે: સોર્બોન બિઝનેસ સ્કૂલ (પેરિસ) ના સહયોગથી ફિનટેક મેનેજમેન્ટમાં એમબીએ અને બોર્ડેક્સ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેનેજમેન્ટ વચ્ચેના સહયોગથી એક્ઝિક્યુટિવ પીએચડી અને ડીબીએ પ્રોગ્રામ.