Friday, November 15, 2024
Homenationalમધ્યપ્રદેશમાં ગેરકાયદે ચાલતું બાળગૃહ ઝડપાયું, 26 બાળકી ગુમ થતા તંત્રમાં દોડધામ

મધ્યપ્રદેશમાં ગેરકાયદે ચાલતું બાળગૃહ ઝડપાયું, 26 બાળકી ગુમ થતા તંત્રમાં દોડધામ

Date:

spot_img

Related stories

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...
spot_img
ભોપાલ : મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં મંજૂરી વગર જ એક ગેરકાયદે ચાઇલ્ડ હોમ ચાલી રહ્યું હોવાના અહેવાલે ખળભળાટ મચાવી દીધો છે. આ ચાઈલ્ડ હોમમાંથી (બાળગૃહ) 26 બાળકીઓ ગુમ હોવાનો સનસનાટી મચાવતો મામલો સામે આવ્યો છે. જેની જાણ થતાં જ પોલીસે એફઆઈઆર નોંધી હતી અને રાષ્ટ્રીય બાળ આયોગ પણ દોડતું થયું હતું. માહિતી અનુસાર 68 બાળકીઓ આ બાળગૃહમાં રહેતી હોવાની એન્ટ્રી મળી હતી પરંતુ તપાસમાં ફક્ત 41 જ બાળકીઓ મળી આવી હતી. આ બાળગૃહમાં ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન, ઉપરાંત મધ્યપ્રદેશના સિહોર, રાયસેન, છિંદવાડા અને બાલાઘાટની બાળકીઓ પણ હતી. જોકે ગેરકાયદે રીતે ચાલતું હોવાને લીધે પોલીસે પણ આ બાળગૃહ સામે એફઆઈઆર નોંધી તપાસ હાથ ધરી હતી. આ બાળગૃહનું નામ 'આંચલ ગર્લ્સ હોસ્ટેલ' છે. મામલાનો ખુલાસો થઈ જતાં તેનો સ્ટાફ અને મેનેજમેન્ટ રફુચક્કર થઇ ગયો હતો. પોલીસે 41 બાળકીને રેસ્ક્યૂ કરી બીજા બાળગૃહમાં શિફ્ટ કરી દીધી હતી. આ બાળકીઓની વય 6થી 18 વર્ષની વચ્ચે હોવાની જાણકારી મળી છે. આ બાળગૃહ પણ સુમસામ ખેતરોની વચ્ચે બનેલું છે. અહીંથી ગુમ બાળકીઓને લઈને માનવ તસ્કરીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અજય મેથ્યૂ નામની વ્યક્તિ આ બાળગૃહનું સંચાલન કરી રહ્યો હતો. 

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here