દિલ્હી : દેશમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખ 76 હજાર 59 નવા પોઝિટિવ લોકોની ઓળખ કરવામાં આવી છે. 3 લાખ 68 હજાર 788 લોકો સાજા થયા, જ્યારે 3,876 લોકોનાં મોત થયાં. એ સતત સાતમા દિવસે હતો, જ્યારે નવા દર્દીઓની સંખ્યા કરતાં વધુ દર્દીઓ સાજા થયા. બુધવારે એક્ટિવ દર્દીઓની સંખ્યા એટલે કે જે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે એમાં 96,647નો ઘટાડો થયો છે. હવે 31 લાખ 25 હજાર 140 દર્દી સારવાર હેઠળ છે. 11 દિવસ પહેલાં 9 મેના રોજ આ આંકડો 37.41 લાખની પીક પર પહોંચ્યો હતોદેશનાં 19 રાજ્યમાં પૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. એમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મિઝોરમ, ગોવા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને પુડુચેરી સામેલ છે. અહીં અગાઉના લોકડાઉન જેવા જ કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. દેશનાં 13 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે, એટલે કે અહીં પ્રતિબંધો તો છે જ, જોકે છૂટ પણ છે. એમાં પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, આંધ્રપ્રદેશ અને ગુજરાત સામેલ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જિલ્લા અધિકારીઓને રાજ્યની દરેક પંચાયતમાં કોવિડ કેર સેન્ટર ખોલવા સૂચના આપી છે. આ સેન્ટરમાં 5 લોકોને ભરતી કરવાની વ્યવસ્થા હશે. આ કામ માટે તેમણે દરેક જિલ્લાને 1 લાખ રૂપિયા મંજૂર કર્યા છે.