રાજકોટ : દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવા પર આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. સ્વાતંત્ર્ય પર્વના આડે માત્ર આજનો દિવસ આડે છે ત્યારે આપણા દેશના તો લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ વિદેશમાં વસતા આપણા ભારતીયો પણ આઝાદી કા અમૃત મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે. ગુજરાતના જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવીએ ઓસ્ટ્રેલિયાના પર્થમાં દેશભક્તિના ગીતો લલકારતા ગુજરાતીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. તેમજ ‘ભારત માતા કી જય’નો જયઘોષ કર્યો હતો.ઓસ્ટ્રેલિયાના પર્થમાં આઝાદી કા મહોત્સવ યોજાયો હતો. જેમાં કિર્તીદાન ગઢવીએ દેશભક્તિના ગીતો ગાતા જ ગુજરાતીઓ ઝુમી ઉઠ્યા હતા. તેમજ તિરંગો લહેરાવી રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો. કિર્તીદાન ગઢવીએ ‘દિલ દિયા હૈ, જાન ભી દેંગે, યે વતન તેરે લીયે’, ‘યે દેશ હૈ વીર જવાનો કા’ સહિતના દેશભક્તિના ગીતો ગાતા જ ગુજરાતીઓ ગરબે ઘૂમ્યા હતા. કિર્તીદાન ગઢવીએ ઓસ્ટ્રેલિયામાં પ્રિ-નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ આઝાદી કા અમૃત મહોત્સવથી કર્યો હતો. પર્થની ધરતી પર આન બાન શાન સાથે તિરંગો લહેરાવી ભારત માતા કી જયના જયઘોષ ગુંજ્યા હતા. કિર્તીદાન ગઢવીના સૂર સાથે સૌ વતનપ્રેમ અને દેશપ્રેમમાં તરબોળ થયા હતા.રાજકોટને પીવાનું પાણી પૂરું પાડતા આજી ડેમને તિરંગાની રોશનીથી સજાવવામાં આવ્યો છે. 13થી 15 ઓગસ્ટ સુધી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીને લઇ આજીડેમને રોશનીથી શણગારવામાં આવ્યો છે. તિરંગાની રોશનીથી આજીડેમ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.