Saturday, May 18, 2024
HomeGujaratનવરાત્રીમાં આધુનિક ગરબા સામે પરંપરાગત માટીના ગરબાની માંગ યથાવત....

નવરાત્રીમાં આધુનિક ગરબા સામે પરંપરાગત માટીના ગરબાની માંગ યથાવત….

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

જૂનાગઢ: આદ્યશક્તિ મા અંબાના નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે આપણાં માટીના દેશી ગરબા બજારમાં આવવા તૈયાર છે! આપણે જાણીએ છીએ એ મુજબ, વર્તમાન સમયમાં બધી જ ચીજવસ્તુને આધુનિકતાનો સ્પર્શ થયો છે, ત્યારે હાલના સમયના બજારમાં સીરામિક અને પીઓપીથી તૈયાર થયેલ ગરબા પણ મળી રહે છે, પરંતુ તેની સામે આપણા પરંપરાગત માટીના દેશી ગરબાએ પોતાનું સ્થાન એમનું એમ જાળવી રાખ્યું છે.જૂનાગઢના ખામધ્રોળ ગામે વસતાં અનેક કુંભાર પરિવારો નવરાત્રી નિમિત્તે પરંપરાગત માટીના દેશી ગરબા બનાવે છે, જેમાં ખૂબ જ મહેનત લાગે છે. દેશી ગરબા બનાવવામાં નવરાત્રી પહેલાં કુંભાર પરિવારના ચારથી પાંચ સભ્યો ગરબા બનાવવાના કામમાં લાગી જાય છે. દિવસભર કરેલી મહેનતના અંતે 50 જેટલાં ગરબા તૈયાર થઈ શકે છે. નવરાત્રી નજીક આવતાં જ તેને બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે છે, ત્યારે અનેક હિન્દુ પરિવારો ઉત્સાહપૂર્વક આ ગરબા ખરીદે છે અને પહેલાં નોરતે શ્રદ્ધાની પોતાને ઘેર ગરબાનું સ્થાપન કરી તેનું પૂજન-અર્ચન કરે છે.હાલના સમયમાં બજારમાં પીઓપી અને સીરામિક માટીમાંથી તૈયાર થયેલા ગરબા પણ મળે છે, જેને વિસર્જન કરતાં તેને ઓગળવામાં સમય લાગે છે. જ્યારે ફક્ત માટીમાંથી જ તૈયાર થયેલ દેશી ગરબા વિસર્જન કરતા ઝડપથી ઓગળી જાય છે. આ જ કારણે કુંભાર પરિવાર દ્વારા તૈયાર થતાં દેશી ગરબા આજે પણ એટલાં જ મહત્વના સાબિત થઈ રહ્યાં છે. માટીના ગરબા પાક્યા પછી તેના પર રંગરોગાન કરીને અવનવી ભાત ચિતરવામાં આવે છે, એટલું જ નહીં આભલા-ટીક્કી વડે તેને સુશોભિત કરવામાં આવે છે. ગરબા નાની-મોટી અનેક સાઈઝમાં મળી રહે છે.ગરબો વેચાય નહીં, ત્યાં સુધી તેની ખૂબ જ કાળજી લેવી પડતી હોય છે! જો ગરબો સહેજ પણ ડેમેજ થાય તો, તેને ખંડિત ગણવામાં આવે છે અને ગ્રાહકો તેની ખરીદી કરતાં નથી. માટીના ગરબા બનીને બજારમાં આવે ત્યારે તે રૂ.50 થી લઈને રૂ.150 સુધીની કિંમતે તેની સાઈઝ મુજબ વેંચાતા હોય છે. કુંભાર પરિવારના દરેક સભ્યોએ કરેલી અથાગ મહેનત સામે આ કિંમત કદાચ કઈ જ નથી! તેમ છતાં આપણી પરંપરાને જાળવી રાખી આજે પણ અનેક કુંભાર પરિવાર નવરાત્રીનું પર્વ આવે એ પહેલાં પુરી લગનથી માતાજીના ગરબા દર વર્ષે બનાવી અનોખો આનંદ અનુભવતાં હોય છે.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here