કાનપુરઃ પતિ-પત્ની અને 12 વર્ષના પુત્રની હત્યાથી ખળભળાટ

0
18
ત્રણેની લાશના મોઢા ઉપર પોલીથીન બાંધી અને હાથ-પગ દોરીથી બાંધ્યા હતા
ત્રણેની લાશના મોઢા ઉપર પોલીથીન બાંધી અને હાથ-પગ દોરીથી બાંધ્યા હતા

કાનપુરમાં એક જ પરિવારના ત્રણ લોકોની ચકચારી હત્યાથી ખળભળાટ મચી ગયો છે. શનિવારે એક દુકાનમાંથી પતિ-પત્ની અને તેના 12 વર્ષના પુત્રની હત્યા કરેલી લાશ મળી હતી. હત્યારાએ ત્રણેય લાશના મોઢા પર પોલીથીન બાંધી દીધી હતી તેમજ હાથ અને પગને દોરીથી બાંધ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ હત્યારાઓ લાશ ઉપર શાલ ઢાંકીને ફરાર થઈ ગયા હતા. આ હત્યાને પગલે કાનપુરમાં ખળભળાટ મચી ગયો હતો અને પોલીસ, ફોરેન્સિક ટીમ તેમજ ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ કાનપુરના ફજલગંજ પોલીસ સ્ટેશનની હદમાં રહેતા રાજકિશોર પરચૂણ જનરલ સ્ટોર ચલાવતા હતા અને પોતાની પરિવારનું ગુજરાતન ચલવાતા હતા. પરિવારમાં તેની પત્ની ગીતા તેમજ 12 વર્ષીય પુત્ર નૈતિક તેની સાથે રહેતો હતો. શનિવારે સવારે રાજકિશોરના પાડોશીએ જોયું કે એક શખ્સ રાજકિશોરની બાઈક લઈને જઈ રહ્યો છે. જ્યારે તેમણે દુકાન પાસે જઈને જોયું તો બહારથી તાળું માર્યું હતું. પાડોશીએ આ અંગેની જાણ રાજકિશોરના ભાઈને કરી હતી. ભાઈ પ્રેમકિશોર ત્યાં આવી પહોંચ્યો હતો અને તેણે રાજકિશોરના મોબાઈલ પર કોલ કર્યો હતો. પરંતુ કોલ રિસીવ કર્યો નહતો. દરવાજો ખટખટાવ્યો છતાં કોઈ જવાબ મળ્યો નહીં. પ્રેમકિશોરને બાદમાં કંઈક અજુગતું બન્યું હોવાનું લાગ્યું હતું અને પોલીસને જાણ કરી હતી. પોલીસે તાળું તોડી અંદર તપાસ કરતા અંદરના રૂમનો નજારો ચોંકાવનારો હતો. ત્રણેય લોકોની લાશ લોહીથી લથબથ હાલતમાં પડી હતી. આ સમગ્ર ઘટનાની ખબર આગની જેમ શહેરમાં પ્રસરી હતી. મોટાપાયે લોકોનું ટોળું ત્યાં એકત્રિત થયું હતું. રાજકીય પક્ષોના નેતાઓ પણ ઘટનાસ્થળે પહોંચતા ચકચાર મચી ગઈ હતી. ડીસીપી સંજીવ ત્યાગીએ જણાવ્યું કે, મૃતક પરચૂરણ જનરલ સ્ટોર ચલાવતો હતો. સવારે પાડોશીના ભાઈને બોલાવ્યો હતો. મૃતકના ભાઈએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ દુકાનમાં જ આવેલકા મકાનમાં તપાસ કરતા દંપત્તિ અને બાળકના મૃતદેહ મળ્યા હતા. ફોરેન્સિક ટીમ અને ડોગ સ્ક્વોડ તપાસ કરી રહ્યા છે. ત્રણેયની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. આ ઘટના પાછળ જવાબદાર લોકોને  વહેલી તકે ઝડપી લેવામાં આવશે તેમ ડીસીપીએ જણાવ્યું હતું