Sunday, March 8, 2026
HomeWorldસંઘપ્રદેશ દમણમાં સગીર પર ચોરીનો આરોપ મૂકી લોકો ભાન ભૂલ્યા, સગીરને નગ્ન...

સંઘપ્રદેશ દમણમાં સગીર પર ચોરીનો આરોપ મૂકી લોકો ભાન ભૂલ્યા, સગીરને નગ્ન કરી જાહેરમાં બાંધીને ઢોરમાર માર્યો

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દમણના બામણપૂજા વિસ્તારમાં એક સગીર સાથે કેટલાક લોકોએ જાહેરમાં કરેલા અમાનવીય કૃત્યનો વીડિયો વાઈરલ થતાં ચકચાર મચી છે. સગીર વયના કિશોર પર ચોરીનો આરોપ મૂકી કેટલાક લોકોએ તેને નગ્ન કરી જાહેરમાં ફટકાર્યો હતો. કિશોરને પોલીસને સોંપવાને બદલે લોકોએ જાતે જ ન્યાય કરી નાખતાં ચકચાર મચી છે. મોટી દમણ પોલીસે વીડીયોના આધારે 3 ઇસમોની ઓળખ કરી તેની પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ ધરપકડર કરી આવી છે.

પશુને પણ ના કરે એવી સજા માસૂમ કિશોરને કરી
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે એમાં કેટલાક લોકો પીડિત કિશોર પર ચોરીનો આરોપ મૂકી રહ્યા છે. જો ખરેખર કિશોર ચોરી કરતા ઝડપાયો હોય તો તેને પોલીસને સોંપવો જોઈએ. એને બદલે લોકોએ પૂરી હકીકત જાણ્યા વગર જાતે જ ન્યાય કર્યો હતો, એ પણ તાલીબાન જેવો. એકલો કિશોર રડતો રડતો છોડી દેવાની અરજ કરતો રહ્યો, પણ ઉપસ્થિત લોકોમાંથી એકપણ વ્યકિતને દયા ના આવી. સગીર જાણે કોઈ મોટો ગુનેગાર હોય એ રીતે લોકોએ તેનાં કપડાં કાઢી નાખી રસ્તા પરના એક બોર્ડની એંગલ સાથે બાંધી દીધો. ત્યાર બાદ પીડિતને જમીન પર પછાડી તેના પગ પર એક વ્યકિત ઊભો રહી માર મારતો જોવા મળી રહ્યો છે.સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે એમાં જ્યારે લોકો કિશોરને જમીન પર પટકી માર મારી રહ્યા છે ત્યારે જ નજીકમાં એક ખાખી વર્દીધારી પણ જોવા મળી રહ્યો છે. ત્યારે સવાલ એ છે કે જો આ વ્યક્તિ પોલીસકર્મી છે તો પછી તેને કાયદો હાથમાં લઈ રહેલા લોકોને કેમ ના રોક્યા?

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here