ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે આજે (મંગળવારે) 3 મેચની વનડે સિરીઝની બીજી મેચ રમાશે. આ વનડે મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં બપોરે 3 વાગ્યે શરૂ થશે. ઈન્ડિયન ટીમે પહેલી વનડે જીતી હોવાથી સિરીઝ પર 2-0થી પકડ બનાવવાની તક રહેશે. ઈન્ડિયન ટીમ 2005/06થી શ્રીલંકા સામે 9 સિરીઝ જીતી ચૂકી છે, ડબલ ફિગરમાં સિરીઝ જીતવાની તક.ઈન્ડિયા પાસે શ્રીલંકા સામે સૌથી વધુ વનડે જીતવાના રેકોર્ડમાં પાકિસ્તાનને પાછળ પાડવાની તક રહેશે. ઈન્ડિયાએ 160 મેચમાંથી 92માં શ્રીલંકા ટીમને હરાવી છે. બીજી બાજુ પાકિસ્તાને 155માંથી 92 મેચમાં શ્રીલંકન ટીમને હરાવી છે. જો આ મેચ ઈન્ડિયા જીતશે તો પાકિસ્તાનનો રેકોર્ડ તૂટી જશે.ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે પહેલી દ્વિપક્ષીય સિરીઝ 1982-83માં રમાઈ હતી. જેમાં ઈન્ડિયન ટીમ જીતી ગઈ હતી. શ્રીલંકા સામે ઈન્ડિયન ટીમે પહેલી મેચ 1979માં રમી હતી. જેમાં શ્રીલંકાએ ઈન્ડિયાને હરાવ્યું હતું.ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો પહેલી વનડેમાં શિખર ધવનની કેપ્ટનશિપમાં યૂવા ટીમે સારૂ પ્રદર્શન કર્યું હતું. બેટિંગની વાત કરીએ તો તેમા પૃથ્વીથી લઇને ઈશાન જેવા આક્રમક બેટ્સમેને શ્રીલંકન ટીમને અઘરા સવાલો પૂછ્યા હતા. ઈન્ડિયાએ પાવર-પ્લે (પહેલી 10 ઓવર)માં 8 વર્ષનો સૌથી હાઈ સ્કોર બનાવ્યો હતો.ટીમ ઈન્ડિયાનો સ્કોર પાવર પ્લે-1માં 91/1 હતો, જે છેલ્લા 8 વર્ષમાં સૌથી વધુ છે. આની પહેલા ઈન્ડિયન ટીમે 2019માં વેસ્ટઈન્ડિઝ સામે 83/0નો સ્કોર બનાવ્યો હતો. મિડલ ઓર્ડરમાં ઈશાન કિશન, મનીષ પાંડે અને સૂર્યકુમાર જેવા બેટ્સમેન હોવાથી ઈન્ડિયન ટીમની બેટિંગ લાઇનઅપ આક્રમક છે. જોકે પહેલી વનડેમાં મનીષ પાંડે બેટિંગ દરમિયાન સ્ટ્રગલ કરતો જોવા મળ્યો હતો, જેથી બીજી મેચમાં તે પરફોર્મન્સ સુધારવાની કોશિશ કરશે.જોકે બોલિંગમાં વાઇસ કેપ્ટન ભુવનેશ્વર ફોર્મમાં નહોતો જોવા મળ્યો. ડેથ ઓવર્સમાં ઈન્ડિયન બોલર્સને બુમરાહની યાદ આવી, કારણ કે ઈન્ડિયન ટીમના બોલર્સે અંતિમ 5 ઓવરમાં 10ના રેટથી લગભગ 50થી વધુ રન આપ્યા હતા. ભુવીનું ફોર્મ ના હોવાથી અટકલો લગાવાઈ રહી છે કે નવદીપ સૈનીને પ્લેઇંગ-11માં તક મળી શકે છે.ઈન્ડિયન ટીમમાં મોટાભાગના ડેબ્યૂટન્ટ ખેલાડીઓ છે, તેમછતાં નિષ્ણાતોના મત મુજબ આ સિરીઝ જીતવાના ચાન્સ ટીમ ઈન્ડિયા પાસે વધુ છે. ઈન્ડિયા ટીમ ફેવરિટ હોવાનું બીજુ કારણ એ પણ છે કે શ્રીલંકન ટીમના ખેલાડી અને બોર્ડ વચ્ચે વિવાદ પહેલા કરતા પણ વધુ વકર્યો છે. તેવામાં બોર્ડે 28 વનડેના અનુભવી એવા દસુન શનાકાને ટીમનો કેપ્ટન બનાવાતા નિષ્ણાતોનું માનવું છે કે ઈન્ડિયન ટીમ જ આ બંને સિરીઝ જીતી જશે. અત્યારે ઈન્ડિયન ટીમ 1-0થી આગળ છે.