ભારતે ગુરૂવારે તિરુવનંતપુરમમાં રમાયેલાં પાંચમી વનડે 9 વિકેટથી જીતી લીધી છે. આ સાથે જ પાંચ વનડેની સીરીઝ 3-1થી પોતાના નામે કરી છે. વિશાખપટ્ટનમમાં રમાયેલી બીજી વનડે ટાઈ રહી હતી. ભારત સ્થાનિક મેદાનમાં આ સતત છઠ્ઠી સીરીઝ જીતી છે. ટીમ ઈન્ડિયા છેલ્લે 2015માં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ 3-2થી જીત્યું હતું. તો વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ આ સતત આઠમી સીરીઝ જીતી છે. ભારતે 2006થી તેમના વિરૂદ્ધ કોઈજ શ્રેણી નથી હાર્યું.
વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો હતો. જો કે તેમનો આ નિર્ણય ખોટો સાબિત થયો અને તેની આખી ટીમ 31.5 ઓવરમાં 104 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત વિરૂદ્ધ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝનો આ સૌથી ઓછો સ્કોર છે. આ પહેલાં 1997માં ઈન્ડિઝે પોર્ટ ઓફ સ્પેનમાં 121 રન બનાવ્યાં હતા. આ મેચમાં જેસન હોલ્ડરે સૌથી વધુ 25 રન બનાવ્યાં. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 4 વિકેટ લીધી. 105 રનનો લક્ષ્ય ભારતે 14.5 ઓવરમાં એક વિકેટના નુકસાને મેળવ્યો હતો. રોહિત શર્મા 63 અને કોહલી 33 રન બનાવીને નોટ આઉટ રહ્યાં.
ભારત વિરૂદ્ધ વેસ્ટ ઈન્ડિઝના સૌથી ઓછા રન
રન વર્ષ જગ્યા
104 2018 તિરૂવનંતપુરમ
121 1997 પોર્ટ ઓફ સ્પેન (વેસ્ટ ઈન્ડિઝ)
123 1993 કોલકાતા
126 1991 પર્થ (ઓસ્ટ્રેલિયા)
129 2009 જ્હોનિસબર્ગ (દક્ષિણ આફ્રિકા)
વેસ્ટ ઈન્ડિઝની વિકેટ
– ઈન્ડિઝને પહેલો ઝટકો ભુવનેશ્વર કુમારે આપ્યો જ્યારે તેને કીરોન પોવેલને ધોનીના હાથે કેચ આઉટ કરાવ્યો.
– જસપ્રીત બુમરાહે શાઇ હોપને બોલ્ડ કરતાં મહેમાન ટીમને બીજો ઝટકો આપ્યો.
– રવિન્દ્ર જાડેજાએ સેમ્યુઅલ્સને 24 રને કોહલીના હાથે કેચ આઉટ કરાવ્યો છે.
– હેટમાયરને પણ જાડેજાએ LBW આઉટ કર્યો છે.
– પોવેલને અહમદે ધવનના હાથે કેચ આઉટ કરાવ્યો.
– જેસન હોલ્ડર 25 રને અહેમદની ઓવરમાં જાધવને હાથે કેચ આઉટ થયો.
– એલન માત્ર 4 રને બુમરાહની ઓવરમાં જાધવના હાથે કેચ આઉટ થયો.
– પૌલ કુલદીપ યાદવની ઓવરમાં 5 રને રાયડુના હાથે કેચ આઉટ થયો.
– રૌચ પણ 5 રને જાડેજાનો શિકાર બન્યો. રૌચ જાધવને કેચ આપી બેઠો હતો.
– થોમસ 0 રને જાડેજાની ઓવરમાં LBW આઉટ થયો.
સૌથી ઓછી ઈનિંગમાં 200 છગ્ગા ફટકારનાર બેટ્સમેન
બેટ્સમેન દેશ ઈનિંગ્સ
રોહિત શર્મા ભારત 187
શાહીદ આફ્રિદી પાકિસ્તાન 195
એબી ડિવીલીયર્સ દક્ષિણ આફ્રિકા 214
બ્રેંડન મેક્કુલમ ન્યૂઝીલેન્ડ 228
ક્રિસ ગેલ વેસ્ટ ઈન્ડિઝ 241
સાત વર્ષ પહેલાં વિન્ડિઝે ભારતમાં જીતી હતી વનડે સીરીઝ
– છેલ્લાં 3 વર્ષથી ટીમ ઈન્ડિયા ઘર આંગણે કોઈ જ વનડે સીરીઝ હાર્યું નથી.
– છેલ્લે ભારતે ઘર આંગણે 2015માં દક્ષિણ આફ્રિકાને 3-2થી હરાવ્યું હતું.
– વેસ્ટઈન્ડિઝ સાત વર્ષથી ભારતમાં વનડે સીરીઝ જીતી શક્યું નથી. તેમને છેલ્લી વખત 2011માં ભારતને તેની જ ધરતી પર 4-1થી હરાવ્યું હતું. ત્યારથી વેસ્ટઈન્ડિઝની ભારતમાં આ ત્રીજી વનડે સીરીઝ છે. 2011 પછીથી બંને સીરીઝમાં ટીમ ઈન્ડિયા 2-1થી વિજયી રહી હતી.