
અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઈન્ડિયા/સેલ્ફ-રિયલાઈઝેશન ફેલોશીપ (YSS/SRF) ના પ્રમુખ અને આધ્યાત્મિક વડા, શ્રી શ્રી સ્વામી ચિદાનંદ ગિરીએ આધ્યાત્મિકતા અને ક્રિયા યોગ પર એક ઉત્થાનકારક આધ્યાત્મિક પ્રવચન આપ્યું હતું,જેમાં 900+ ઉપસ્થિતોના વિવિધ પ્રેક્ષકોને સંબોધ્યા હતાં. લગભગ 8311 લોકોએ YSS યુટ્યુબ ચેનલ દ્વારા વિશ્વભરમાંથી આ પ્રવચનનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું.સ્વામી ચિદાનંદજીએ -“Meditation -the path toDivine Bliss and Abundance “પર આંતરદૃષ્ટિ પ્રગટ કરી. “ક્રિયા યોગમ શરણં ,” કહેતાં સ્વામીજીએ શ્રી શ્રી પરમહંસ યોગાનંદના ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના પ્રસાર માટે સંસ્થાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરુ, શ્રી શ્રી પરમહંસ યોગાનંદ, કે જેઓ શ્રેષ્ઠ વેચાણ ધરાવતા આધ્યાત્મિક ક્લાસિક “યોગી કથામૃત” ના લેખક છે, તેમના દ્વારા 100 વર્ષથી વધુ પૂર્વ આ આધ્યાત્મિક સંસ્થા (YSS/SRF) ની સ્થાપના કરવામાં આવી હતી.