જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગૂ કરાયા બાદ આર્મી અને સુરક્ષાબળે આતંકીઓ વિરુદ્ધ પોતાનું ઓપરેશન ઓલઆઉટ-2 શરૂ કરી દીધું છે. સુરક્ષાદળોની લિસ્ટમાં લગભગ 300 આતંકીઓના નામ શામેલ છે. 300 લોકોની લિસ્ટમાં લગભગ 10 આતંકીઓ સૌથી ખતરનાકની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે.
જે આતંકીઓને ટોપ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે, તેમાં એવા આતંકીઓ શામેલ છે, જે પત્રકાર શુજાત બુખારી અને સેના જવાબ ઔરંગજેબની હત્યામાં શામેલ હતા. ઓપરેશન ઓલઆઉટના પાર્ટ 1માં સુરક્ષાદળોએ લગભગ 200 આતંકીઓને મા્યા હતા. આ વચ્ચે બીએસએફના સુરક્ષાદળોએ 60 એનએસજી સ્નાઈપર્સ પણ તૈનાત કર્યા છે, આ સ્નાઈપર્સ જમ્મુ-કાશ્મીરમાં ઘુષણખોરીનો પ્રસાય કરી રહેલા આતંકીઓ અને બીએસએફને ટાર્ગેટ કરનારા પાકિસ્તાની સ્નાઈપર્સને નિશાન બનાવશે. જણાવી દઈએ કે રમજાન દરમિયાન આતંક વિરોધી ઓપરેશન પર રોક લગાવાઈ હતી.બુધવારે જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ થયું હતું. સુરક્ષાદળ હવે આતંકીઓ પર દયા બતાવવાના મૂડમાં નથી. આ ઉપરાંત કાશ્મીરમાં એનએસજી કમાન્ડોને તૈનાત કરવાની સંખ્યા પણ વધારી દેવાઈ છે.આર્મીની લિસ્ટમાં આ છે ટોપ આતંકીઓઃ
જાકીર મૂસા
આ લિસ્ટમાં જે આતંકીને A++ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે, તેમાંથી અનસાર ગજવત-ઉલ-હિંદના પ્રમુખ જાકિર મૂસાનું નામ સૌથી ઉપર છે. અનસાર ગજવત-ઉલ-હિંદ અલ-કાયદાનું કાશ્મીરી સંગઠન છે. બુહરાન વાનીની મોત બાદ મૂસાને આ સંગઠનનું કામ સોંપાયું હતું. મૂસા અવંતીપોરાને નૂરપોરાને રહેવાસી છે.
ડોક્ટર સેફુલ્લા
સૈફુલ્લા હવે અબુ મુસૈબ નામથી ઓળખાય છે. સૈફુલ્લા શ્રીનગર વિસ્તારમાં હિઝબુલ મુજાહિદ્દીનનો પ્રમુખ છે. તે પુલવામાના માલંગપોરાનો રહેવાસી છે. તે આસંકીઓની સર્જરી પણ કરે છે.નવેદ જટ
તેને અબુ હંજાલા નામથી ઓળખાય છે. પત્રકાર શુજાત બુખારીની હત્યા બાદ હંજલાને ઘણી ચર્ચા મળી. હંજલા પાકિસ્તાનનો રહેવાસી છે. તે લશ્કર-એ-તૈયબા માટે કામ કરે છે. હંજલાને પણ A++ કેટેગરીમાં રાખવામાં આવ્યો છે.
જહૂર અહમદ ઠોકર
ઠોકર સિરનૂને રહેવાસી છે અને 2017થી આતંકી પ્રવૃત્તિઓમાં શામેલ છે. હાલમાં જ જવાન ઔરંગજેબની હત્યામાં ઠોકરના શામેલ હોવાની જાણકારી છે.જુબૈર-ઉલ-ઈસ્લામ
જુબૈર હિજબુલ મુજાહિદ્દીનના કાશ્મીરમાં પ્રમુખ છે. તે પુલવામાના બૈગપુરાનો રહેવાસી છે. સબ્જાર અહમદ ભટ્ટની મોત બાદ જુબૈરને તેની જગ્યા મળી હતી. જુબૈરને ટેકનોલોજીની જાણકાર માનવામાં આવે છે.અલ્તાફ કચરૂ ઉર્ફે મોઈન ઉલ-ઈસ્લામ
અલ્તાફ હિજબુલ મુજાહિદ્દીનના કુલગામનો પ્રમુખ છે. 2015માં સુરક્ષાદળો પર હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. અલ્તાફ સાયન્સમાં ગ્રેજ્યુએટ છે.
જીનત ઉલ-ઈસ્લામ ઉર્ફે અલકામા
જીનતને લશ્કર-એ-તૈયબામાં તે દરમિયાન ઉચી રેંક મળી, જ્યારે અમરનાથ હુમલાના માસ્ટરમાઈન્ડ અબુ ઈસ્માઈલને મારી નખાયો હતો. 2017માં શોપિયામાં હુમલાનો માસ્ટર માઈન્ડ જીનત હતો.
વસીમ અહમદ ઉર્ફે ઓસામા
વસીમ લશ્કરના શોપિયાં જિલ્લાનો કમાન્ડર છે. તે બુરહાન વાનીના ગ્રુપમાં શામેલ હતો.
સમીર અહમદ
અલ-બદર ટેરર ગ્રુપના સદસ્ય સમીર પર ઘણી આતંકી પ્રવૃત્તિઓમાં શામેલ હોવાનો આરોપ છે