બેંગાલુરુ, 13 જાન્યુઆરી, 2022: વિશ્વના સૌથી મોટાં ડિજિટલ-સ્કિલ્સ બુટકેમ્પ Simplilearnએ આજે તેના અનોખા જોબ ગેરંટી ગ્રામ્સનો પ્રસાર કરતાં નવું અભિયાન શરૂ કર્યું છે. આ પ્રોગ્રામ અભ્યાસકર્તાઓને પ્રોગ્રામ પૂર્ણ થવા ઉપર છ મહિના (180 દિવસ)ની અંદર ગેરંટેડ નોકરીની ખાતરી આપે છે. તે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ, નવા સ્નાતકો અને વર્કિંગ પ્રોફેશ્નલ્સ માટે એકદમ આદર્શ છે કે જેઓ ડિજિટલ ઇકોનોમી સ્કિલ્સના રોમાંચક વિશ્વમાં પોતાની કારકિર્દી શરૂ કરવા અથવા તેને આગળ ધપાવવા માગે છે. જોબ ગેરંટી પ્રોગ્રામ હાલમાં ડેટા સાયન્સ અને ફુલ સ્ટેક ડેવલપમેન્ટમાં ઓફર કરવામાં આવે છે. આ જોબ ગેરંટી પ્રોગ્રામ પૂર્ણ થવા ઉપર અભ્યાસકર્તાઓ પાસે નોકરી માટે એવાં જરૂરી કૌશલ્યો હશે કે જે તેમને ડિજિટલ ઇકોનોમીમાં કામગીરીની વિશાળ શ્રેણી ઉપર લાગુ કરવા માટે આવશ્યક રહેશે તેમજ નોકરી મેળવવાની ગેરંટી પણ મળશે. સિમ્પલીલર્નના સ્કિલિંગ પ્રોગ્રામ ભવિષ્ય માટે તૈયાર કાર્યબળની રચના કરવામાં મદદરૂપ બને તે પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યાં છે તેમજ જોબ ગેરંટી પહેલ કારકિર્દી ઉપર કેન્દ્રિત અપસ્કિલિંગને આગળ ધપાવવા તેમજ નોકરી શોધવાની ચિંતા કર્યાં વિના સફળ થવાની આશાઓ માટે પ્રોત્સાહક છે.
જોબ ગેરંટી પ્રોગ્રામની સ્વિકાર્યતાને વધારવા માટે કંપનીએ તાજેતરમાં નવું બ્રાન્ડ કેમ્પેઇન #JobGuaranteed લોંચ કર્યું છે. આ કેમ્પેઇન સિમ્પલીલર્નના જોબ ગેરંટી પ્રોગ્રામ ઉપર કેન્દ્રિત છે, જે કોર્સ પૂર્ણ થવા ઉપર નોકરીની ખાતરી આપે છે. જોબ ગેરંટી ઓફરિંગ ઉમેદવારોને સિમ્પલીલર્નને તેમના અપસ્કિલિંગ પાર્ટનર તરીકે પસંદ કરવા માટે નક્કર અને મજબૂત કારણ પ્રદાન કરે છે, જેથી તેઓ કારકિર્દીના લક્ષ્યો હાંસલ અને આકાંક્ષાઓને હાંસલ કરી શકે. આ અંગે પ્રતિક્રિયા આપતાં સિમ્પલીલર્નના ચીફ માર્કેટિંગ ઓફિસર માર્ક મોરને કહ્યું હતું કે, “અગ્રણી ઓનલાઇન બુટકેમ્પ તરીકે અમે આ કેમ્પેઇન લોંચ કરતાં ઉત્સાહિત છીએ, જે ઉમેદવારો માટે એક મુખ્ય ઓફરિંગ તરીકે જોબ ગેરંટી પ્રદાન કરે છે તેમજ
પ્રોફેશનમાં તેમની સાફલ્યગાથા વર્ણવે છે. અમને આશા છે કે દર્શકો પાત્રો સાથે જોડાશે અને નવા કૌશલ્યો શીખવાની પ્રેરણા મેળવશે તેમજ તેમના પરિવાર અને મિત્રો સાથે સફળતા શેર કરી શકશે.” આ કેમ્પેઇનના ભાગરૂપે કંપનીએ બે ખ્યાલ આધારિત એડ ફિલ્મ્સ લોંચ કરી છે, જેમાં કોઇ વ્યક્તિ નોકરી અથ પ્રમોશન મેળવે ત્યારે તેની પાસે ટ્રીટ માગવામાં આવે છે. જો તમે સિમ્પલીલર્ન સાથે અપસ્કિલ હાંસલ કરી હોય તો તમારી પાસે જોબ ગેરંટી છે તે ખ્યાલના આધાર સાથે એડ ફિલ્મ બે ટાર્ગેટ ઓડિયન્સ ઉપર કેન્દ્રિત છેઃ જેઓ રોજગારી ધરાવે છે અને વધુ સારી તક શોધે છે તેમજ ઇચ્છુક ઉમેદવાર કે જેણે કારકિર્દીમાં હજૂ સફળતા હાંસલ કરી નથી. બંન્ને ફિલ્મમાં મુખ્ય વ્યક્તિ પાસે તેમના મિત્રો અને
પરિવારજનો સિમ્પલીલર્ન પ્રોગ્રામમાં નામાંકન બાદ ટ્રીટ માગે છે, એટલે કે તેનો મતલબ તેઓ નવી જોબ ગેરંટીના ટ્રેક ઉપર છે. સિમ્પલીલર્ન 1,500થી વધુ લાઇવ ક્લાસિસ હાથ ધરે છે, જેમાં સરેરાશ 70,000 અભ્યાસકર્તાઓ પ્રત્યેક મહિના ભેગા થઇને પ્લેટફોર્મ ઉપર 500,000થી વધુ કલાકો વિતાવે છે. સિમ્પલીલર્નના પ્રોગ્રામ અભ્યાસકર્તાઓને લોકપ્રિય ડોમેનમાં અપસ્કિલ અને સર્ટિફાઇડ થવાની તક આપે છે. વર્ષ 2020માં સિમ્પલીલર્ને સ્કિલઅપ નામે ફ્રી સ્કિલ્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ રજૂ કર્યો હતો.
સ્કિલઅપ અભ્યાસકર્તાઓને વિનામૂલ્યે ટોચના પ્રોફેશ્નલ અને ટેક્નોલોજી ક્ષેત્રોમાં ઇન-ડિમાન્ડ વિષયો એક્સપ્લોર કરવામાં મદદરૂપ બને છે, જેથી તેમને સાચા અભ્યાસ સાથે કારકિર્દી સંબંધિત નિર્ણયો લેવમાં મદદ મળે છે.
સિમ્પલીલર્ને નવા #JobGuaranteed કેમ્પેઇન સાથે તેના જોબ ગેરંટી પ્રોગ્રામનો પ્રસાર કર્યો
Date: