નવી દિલ્હી : ભાજપ સહિત ચારેકોરથી ટીકાઓનો સામનો કર્યા બાદ કર્ણાટક સરકારે શુક્રવારે મુઝરાઈ ડિપાર્ટમેન્ટના આદેશને પાછો ખેંચી લીધો છે. આ આ દેશમાં મંદિરોને જારી કરવામાં આવતા રિનોવેશનને ફંડને અટકાવી દેવાનો નિર્ણય લેવાયો હતો. જોકે હવે સરકારે આ નિર્ણય રદ કરીને મંદિરોને ફંડ જારી કરવાનો નિર્ણય ચાલુ રાખ્યો છે. કર્ણાટકમાં લગભગ 34000 જેટલા મંદિરો આવેલા છે. તેમાંથી એ કેટેગરીમાં 175 મંદિરો આવેલા છે જેમની આવક 25 લાખ રૂપિયા વાર્ષિક છે. જ્યારે બી કેટેગરીમાં 158 મંદિરો છે અને તેમની આવક 5 લાખથી 25 લાખ વચ્ચે વાર્ષિક છે. જોકે સી કેટેગરીના મંદિરોની આવક 5 લાખ જેટલી વાર્ષિક છે. 14 ઓગસ્ટે વિભાગ દ્વારા એક સર્ક્યુલર જાહેર કરાયો હતો જેમાં મંદિરોમાં કરાતા રિનોવેશન માટે ફંડિંગને અટકાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમાં જણાવાયું હતું કે જો કોઇ મંદિરમાં રિનોવેશનનું કામ શરૂ ન થયું હોય કે પછી 50 ટકા સુધી પૂરું ન થયું હોય તેવા મંદિરોની ફન્ડિંગને અટકાવી દેવાનો નિર્ણય લેવાયો હતો. જોકે કોંગ્રેસ સરકારના આ નિર્ણયની આકરી ટીકા થઈ હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વરિષ્ઠ ભાજપ નેતા અને ધારાસભ્ય બાસનગૌડા પાટિલ યતનાલે કહ્યું હતું કે આ સાબિત થઈ ગયું કે સીએમ સિદ્ધારમૈયાની સરકાર હિન્દુવિરોધી છે. લઘુમતીઓ અને વક્ફના કલ્યાણ માટે આ સરકાર અનેક નિર્ણયો કરે છે પણ મંદિરોને ફાળવાતી ગ્રાન્ટ તે અટકાવી રહી છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા મંદિરોના રિનોવેશન અને ડેવલપમેન્ટ સંબંધિત કામકાજ માટે જારી કરવામાં આવતું ફંડ અટકાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયની જાણ થતાં જ હિન્દુ સંગઠનો અને ભાજપે આક્રમક વલણ અપનાવ્યું હતું.
કર્ણાટકમાં મંદિરોના રિનોવેશન માટે ફન્ડિંગ ચાલુ રખાશે, વિવાદ બાદ સિદ્ધારમૈયાન સરકારની પીછેહઠ
Date: